Get The App

'ઈડી, સીબીઆઈ અને એનઆઈએ ચીફને હટાવો', તૃણમૂલે લોકસભા ચૂંટણી પહેલા EC પાસે કરી માંગ

Updated: Apr 8th, 2024


Google NewsGoogle News
'ઈડી, સીબીઆઈ અને એનઆઈએ ચીફને હટાવો', તૃણમૂલે લોકસભા ચૂંટણી પહેલા EC પાસે કરી માંગ 1 - image


Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણી 2024માં આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘનને લઈને ચૂંટણી પંચની પાસે સતત ફરિયાદો આવી રહી છે. આ વચ્ચે તૃણમૂલ કોંગ્રેસ (TMC)નું એક પ્રતિનિધિ મંડળ સોમવારે (8 એપ્રિલ 2024) કેન્દ્રીય ચૂંટણી પંચ પહોંચ્યું. ટીએમસીએ ચૂંટણી પંચને ED, CBI, NIA અને ઈન્કમ ટેક્સના ચીફને હટાવવાની માગ કરી છે.

આ દરમિયાન ટીએમસી પ્રતિનિધિ મંડળે ચૂંટણી પંચની બહાર 24 કલાકના ધરણા-પ્રદર્શનનું એલાન કર્યું. જોકે, ધરણા પર બેઠતા જ પોલીસ ટીમ એક્શનમાં આવી ગઈ અને તમામ નેતાઓને ત્યાંથી હટાવી દેવાયા. ટીએમસી નેતા ડોલા સેને કહ્યું કે, ભાજપ આ કેન્દ્રીય તપાસ એજન્સીઓનો ઉપયોગ કરી રહી છે. ચૂંટણી પંચ તપાસ એજન્સીઓના ચીફને હટાવીને અન્ય પાર્ટીઓ માટે સમાન તક બનાવે.

'લોકસભા ચૂંટણી પહેલા ટીએમસી નેતાઓની ધરપકડ કરાવવા માગે છે'

NIA તપાસને લઈને જે રીતે રાજનીતિ કરી રહ્યું છે, તેના વિરૂદ્ધ ટીએમસી પ્રતિનિધિ મંડળ કેન્દ્રીય ચૂંટણી પંચમાં ફરિયાદ કરવા પહોંચ્યું છે. ટીએમસી નેતાઓનું કહેવું છે કે, ચૂંટણી પહેલા ભાજપ અમારા નેતાઓની ધરપકડ કરાવવા માગે છે.

ડોલા સેને કહ્યું કે, કેન્દ્રીય તપાસ એજન્સીઓના ચીફ બદલવામાં આવે. પશ્ચિમ બંગાળ સરકારને જલપાઈગુડીમાં વાવાઝોડામાં પીડિતોની મદદ કરવાની મંજૂરી આપવામાં આવે. જેનાથી તેમના ક્ષતિગ્રસ્ત થયેલા ઘર બનાવી શકાય અને અન્યની મદદ કરી શકાય.

'ભાજપ અને NIAની છે સાંઠગાંઠ'

ટીએમસી નેતા સાકેત ગોખલેએ સવાલ ઉઠાવતા કહ્યું કે, શું કેન્દ્ર સરકારે NIAના નવા મહાનિર્દેશકની નિમણૂંક પહેલા ચૂંટણી પંચની મંજૂરી લીધી હતી અને આ નિમણૂંકની તપાસ કરવાવવાની માંગ કરી. તેમણે એ પણ આરોપ લગાવ્યો કે, લોકસભા ચૂંટણી દરમિયાન કેન્દ્રીય એજન્સીઓની સાથે ભાજપની સાંઠગાંઠ વધી રહી છે.


Google NewsGoogle News