મતદાન પહેલા બે પક્ષ વચ્ચે ભારે બબાલ, ભાજપના એક કાર્યકર્તાનું મોત, 7 ઘાયલ

Updated: May 23rd, 2024


Google NewsGoogle News
મતદાન પહેલા બે પક્ષ વચ્ચે ભારે બબાલ, ભાજપના એક કાર્યકર્તાનું મોત, 7 ઘાયલ 1 - image


Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીમાં છઠ્ઠા તબક્કાના મતદાન પહેલા પ.બંગાળના નંદીગ્રામમાં ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ(TMC)ના કાર્યકરો વચ્ચે અથડામણના અહેવાલ મળી રહ્યા છે. જેમાં ભાજપની એક મહિલા કાર્યકર મૃત્યુ પામી ચૂકી છે. આ અથડામણમાં ભાજપના 7 કાર્યકરો પણ ઘવાયા હતા. 

ક્યારે બની ઘટના, મૃતકની ઓળખ પણ જાહેર થઈ

આ ઘટના 22 મેની મોડી રાતે નંદીગ્રામના સોનચૂરામાં બની હતી. અહીં ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો પરસ્પર બાખડી પડ્યા હતા. ટીએમસીના કાર્યકરો પર આરોપ લાગ્યો છે કે તેમણે ધારદાર હથિયારો વડે ભાજપના કાર્યકરો પર હુમલો કર્યો હતો. આ અથડામણમાં મૃતક મહિલા ભાજપ કાર્યકરનું નામ રથીબાલા આડી હોવાનું સામે આવ્યું છે.

અગાઉ પણ અનેકવાર અથડામણો થઇ ચૂકી છે 

આ પહેલીવાર નથી જ્યારે પ.બંગાળના કોઈ વિસ્તારમાં ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે અથડામણ જોવા મળી છે. અગાઉ પણ આવી અનેક ઘટનાઓ બની ચૂકી છે જેમાં ટીએમસી અને ભાજપના કાર્યકરો સામે સામે બાખડી ચૂક્યા છે અને હિંસા પણ ભડકી છે.

બેરકપુરમાં થઇ હતી હિંસા 

તાજેતરમાં 20 મેના રોજ બંગાળના બેરકપુરમાં ભાજપના ઉમેદવાર અર્જુન સિંહ અને ટીએમસી કાર્યકર વચ્ચે ઝપાઝપી થઈ હતી. પોલીસની હાજરીમાં આ ઘટના બની હતી. તેના બાદ વિસ્તારમાં તંગદિલી ફેલાઈ હતી. આ ઘટનાના સોશિયલ મીડિયા પર ફૂટેજ પણ વાયરલ થયા હતા.

મતદાન પહેલા બે પક્ષ વચ્ચે ભારે બબાલ, ભાજપના એક કાર્યકર્તાનું મોત, 7 ઘાયલ 2 - image


Google NewsGoogle News