Get The App

યુદ્ધમાં તેમના પૂર્વજોએ અંગ્રેજોને સાથ આપ્યો હતો..' ભાજપ ઉમેદવાર 'રાજમાતા' પર તૃણમૂલનો મોટો આરોપ

Updated: Mar 26th, 2024


Google NewsGoogle News
યુદ્ધમાં તેમના પૂર્વજોએ અંગ્રેજોને સાથ આપ્યો હતો..' ભાજપ ઉમેદવાર 'રાજમાતા' પર તૃણમૂલનો મોટો આરોપ 1 - image


Trinamool says Amrita Roy's family helped British: લોકસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની પાંચમી યાદીમાં પશ્ચિમ બંગાળની કૃષ્ણનગર બેઠક પરથી રાજમાતા અમૃતા રોયને ટિકિટ આપવામાં આવી છે. તે આ બેઠક પર તૃણમૂલના મહુઆ મોઇત્રાને ટક્કર આપશે. આ પરિસ્થિતિ સર્જાતા તૃણમૂલ કોંગ્રેસે રાજમાતા અમૃતા રોય પર નિશાન સાધ્યું છે. તૃણમૂલનો આરોપ છે કે રાજમાતા અમૃતા રોયના પરિવારે અંગ્રેજોને સમર્થન આપ્યું હતું. આ બાબતે તૃણમૂલના નેતા કુણાલ ઘોષે કહ્યું કે, ઈતિહાસ પરથી જાણવા મળે છે કે અંગ્રેજો સાથેની સિરાજ-ઉદ-દૌલાના યુદ્ધમાં કૃષ્ણનગરના શાહી પરિવારે અંગ્રેજોની મદદ કરી હતી. 

કુણાલ ઘોષે ભાજપ પર કર્યો પ્રહાર 

ભાજપ પર કટાક્ષ કરતા ઘોષે કહ્યું કે, તે સ્પષ્ટ છે કે મહાત્મા ગાંધીની હત્યા માટે જવાબદાર સાવરકરની પાર્ટીએ અંગ્રેજોને મદદ કરનાર પરિવારમાંથી એક વ્યક્તિને પસંદ કર્યો છે.બીજી તરફ મહુઆ મોઇત્રા ભ્રષ્ટાચાર સામે લડી રહી છે. મહુઆ મોઈત્રા કૃષ્ણનગરથી તૃણમૂલના ઉમેદવાર છે. તેઓ 2019માં આ બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા પરંતુ ગયા વર્ષે કેશ ફોર ક્વેરી કેસમાં તેમનું સંસદ સભ્યપદ રદ કરવામાં આવી હતી.

રાજમાતા અમૃતા રોયે તૃણમૂલના દાવાનો આપ્યો આ જવાબ 

અમૃતા રોયે ટીએમસીના આ આરોપોને ખોટા ગણાવ્યા છે. તેમણે કહ્યું કે, "મારા પરિવાર વિશે જે કંઈ પણ કહેવામાં આવી રહ્યું છે તે સંપૂર્ણપણે ખોટું છે., મને લાગે છે કે દરેક બંગાળી અને ભારતીય સહમત થશે. આ આરોપ એ છે કે મહારાજા કૃષ્ણચંદ્ર રોયે અંગ્રેજોનો પક્ષ લીધો હતો. મહારાજાએ સિરાજ-ઉદ-દૌલાના ત્રાસને કારણે તેણે આ કર્યું હતું. જો તેણે આમ ન કર્યું હોત તો શું હિંદુ ધર્મ બચ્યો હોત? શું સનાતન ધર્મ બચ્યો હોત? ના. જો એવું હોય તો આપણે એવું કેમ ન કહી શકીએ કે મહારાજાએ આપણને કોમ વિરોધી હુમલાથી બચાવ્યા!"

રાજા કૃષ્ણ ચંદ્ર દેવ સ્વપ્નદ્રષ્ટા શાસન માટે છે જાણીતા 

રાજા કૃષ્ણ ચંદ્ર દેવ ભારતીય ઇતિહાસમાં પ્રસિદ્ધ છે, ખાસ કરીને બંગાળમાં, 18મી સદી દરમિયાન તેમના સ્વપ્નદ્રષ્ટા શાસન માટે જાણીતા છે. બંગાળમાં વહીવટી સુધારા, કળાને પ્રોત્સાહન અને બંગાળી સંસ્કૃતિમાં ગૌરવને કારણે તેમનો વારસો હજુ પણ સચવાયેલો છે, જે તેમના શાસનની વિશેષતા હતી.

પ્લાસીનું યુદ્ધ શું છે?

પ્લાસીનું યુદ્ધ 23 જૂન 1757ના રોજ બ્રિટિશ લશ્કરી અધિકારી રોબર્ટ ક્લાઇવ અને સિરાજ-ઉદ-દૌલા વચ્ચે લડવામાં આવ્યું હતું. આ યુદ્ધના પરિણામોએ ભારતમાં ગુલામીના દરવાજા ખોલી નાખ્યા હતા. તેમજ ભારત પર ઇસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનને મજબૂત બનાવ્યું હતું.

એવું કહેવાય છે કે સિરાજ-ઉદ-દૌલાના સેનાપતિ મીર જાફરનો વિદ્રોહ તેના પતનનું કારણ હતું. મીર જાફર જગત સેઠ, ઓમીચંદ અને રાય દુર્લભ સાથે રાજા કૃષ્ણ ચંદ્ર રોય પણ ત્યાં હતા, જેમણે આ યુદ્ધમાં બ્રિટિશ લશ્કરી અધિકારી રોબર્ટ ક્લાઈવને સહયોગ આપ્યો હતો. આ લોકોએ સિરાજ-ઉદ-દૌલા વિરુદ્ધ ષડયંત્ર રચીને અંગ્રેજોનું સમર્થન આપ્યું હતું. જેના કારણે સિરાજ-ઉદ-દૌલા પ્લાસીનું યુદ્ધ હારી ગયા.

યુદ્ધમાં તેમના પૂર્વજોએ અંગ્રેજોને સાથ આપ્યો હતો..' ભાજપ ઉમેદવાર 'રાજમાતા' પર તૃણમૂલનો મોટો આરોપ 2 - image


Google NewsGoogle News