ગુજરાતની લેબમાં તિરુપતિના લાડુનો ભાંડો ફૂટ્યો, ફળ-શાકભાજી, દૂધ અને મધનું પણ થાય છે પરીક્ષણ

Updated: Sep 20th, 2024


Google NewsGoogle News
ગુજરાતની લેબમાં તિરુપતિના લાડુનો ભાંડો ફૂટ્યો, ફળ-શાકભાજી, દૂધ અને મધનું પણ થાય છે પરીક્ષણ 1 - image


Tirupati Temple Prasad Controversy : તિરુપતિ મંદિરના પ્રસાદમાં ભેળસેળ હોવાનો રિપોર્ટ સામે આવ્યા બાદ દેશભરમાં હોબાળો મચ્યો છે. રિપોર્ટ મુજબ પ્રસાદ માટે બનાવમાં આવેલા લાડુના ઘીનાં ટેસ્ટિંગમાં માછલીનું તેલ, ગૌમાસની ચરબી હોવાની પુષ્ટી થઈ છે. આ વિવાદ વચ્ચે એવા અહેવાલ સામે આવ્યા છે કે, આ પ્રસાદનું પરીક્ષણ ગુજરાતના આણંદમાં આવેલી NDDB CALF લેબ ખાતે કરવામાં આવ્યું હતું.

NDDB CALF શું છે?

આ લેબમાં દૂધ અને દૂધની બનાવટોના ગુણવત્તા માપદંડો માટે કડક પરીક્ષણો દ્વારા મુલ્યાંકન કરવામાં આવે છે. આ લેબની સ્થાપના 2009માં કરવામાં આવી હતી. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડે તેની તમામ સહકારી અને દૂધ ઉત્પાદન સંસ્થાઓને ધ્યાનમાં રાખીને તેની સ્થાપના કરી હતી. જેમાં CALF એટલે કે લાઇવસ્ટોક એન્ડ ફીડ એનાલિસિસ એન્ડ સ્ટડી સેન્ટર હતું, જેમાં દૂધની બનાવટો સહિત ખોરાક, ફળો, શાકભાજી, પશુ આહાર અને આનુવંશિકતા સંબંધિત વિશ્લેષણ કરવામાં આવે છે.

આ પણ વાંચો : તિરુપતિ પ્રસાદના ઘીમાં પ્રાણી ચરબીનો વિવાદ અદાલત પહોંચ્યો, આસ્થા સાથે ચેડાનો મામલો

લેબમાં આ વસ્તુનું થાય છે પરીક્ષણ

આ લેબમાં પરીક્ષણ માટે આવતા નમૂનાઓનું પરીક્ષણ અને વિશ્લેષણ કરવા માટે લેબોરેટરીમાં 40 વિશ્લેષકો સહિત 80 લોકોનો સ્ટાફ છે. જેમાં 2009 ની શરૂઆતમાં માત્ર દૂધ, દૂધની બનાવટો અને પશુ આહારનું પરીક્ષણ અને વિશ્લેષણ કરવામાં આવતું હતું. આ પછી ધીમે-ધીમે લેબને વિશ્લેષણાત્મક કાર્ય હાથ ધરવા માટે આધુનિક સાધનો સાથે વિકસિત કરવામાં આવી. જેમાં પરીક્ષણનો અવકાશ ફળો, શાકભાજી, ચરબી, તેલ, મધ, પાણી સુધી વિસ્તર્યો છે.

આ સિવાય જંતુનાશકો, એન્ટિબાયોટિક્સ, હેવી મેટલ્સ, અફલાટોક્સિન અને ડાયોક્સિનનું પણ વિશ્લેષણ થવા લાગ્યું હતું. આ ઉપરાંત, NDDB ના જાતિ સુધારણા કાર્યક્રમો અને વીર્ય પરીક્ષણ કેન્દ્રની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને CALF એ આનુવંશિક પરીક્ષણ માટે એક સુવિધા સ્થાપી છે.

આ પણ વાંચો : ભાજપના સ્ટીકર સાથેની કારે યુવકનો જીવ લીધો, લાયસન્સ નહોતું છતાં આરોપીને અડધો કલાકમાં છોડી મૂકાયો

CALFની સિદ્ધિઓ

લગભગ 200 પરીક્ષણો માટે લેબે વર્ષ 2013માં ISO 17025 મુજબ, પ્રથમ NABL પ્રમાણપત્ર મેળવ્યું હતું. લેબના દ્વારા વિવિધ ક્ષેત્રોમાં આશરે 3500 પરીક્ષણો કર્યા છે. દૂધ અને દૂધ ઉત્પાદનોના વિશ્લેષણના ક્ષેત્રમાં CALF એ વર્ષ 2014 માં  FSSAI ની રેફરલ લેબોરેટરી બની છે.  વર્ષ 2017 માં ડેરી અને અન્ય ખાદ્ય ચીજોના સમર્થનમાં પ્રોસેસિંગ ઉદ્યોગો માટે લેબને બ્યુરો ઓફ પ્રોસેસિંગ એન્ડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ જેવી સંસ્થાઓ પાસેથી માન્યતા પ્રાપ્ત થઈ હતી. 

વર્ષ 2018 માં નિકાસ નિરીક્ષણ પરિષદે (EIC) માન્યતા આપી અને વર્ષ 2019 માં એગ્રીકલ્ચરલ એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટીએ (APEDA) માન્યતા આપી હતી. આ પછી વર્ષ 2019 માં FSSAI એ તેને ડેરી અને ડેરી ઉત્પાદનો માટે નેશનલ રેફરન્સ લેબોરેટરી (NRL) તરીકે પણ જાહેર કર્યું છે.

આ પણ વાંચો : મહારાષ્ટ્ર ચૂંટણી: MVAની બેઠકમાં 130 બેઠકો પર સધાઈ સંમતિ, જાણો કયા પક્ષે કેટલી બેઠક પર કર્યો દાવો

NRL હેઠળ, લેબે વર્ષ 2021 માં પ્રોફિસિએન્સી ટેસ્ટિંગ નામની નવી સેવા શરૂ કરી. જેમાં CALF એ દૂધમાં ફેટની શુદ્ધતા, દૂધની બનાવટોમાં ડાયોક્સિન વિશ્લેષણ અને મધની પ્રામાણિક્તાના પરીક્ષણ માટે દેશની પ્રથમ અનોખી સુવિધા સ્થાપિત કરી છે. રાષ્ટ્રીય મધમાખી બોર્ડના (NBB) નાણાકીય સહાયથી CALF દેશમાં મધની શુદ્ધતાનું પ્રામાણિક પરીક્ષણ કરવા માટેની પ્રથમ માન્યતા પ્રાપ્ત લેબ બની છે. 25 ફેબ્રુઆરી, 2023 ના રોજ NDDB ની સંપૂર્ણ માલિકીની સહાયક કંપની NDDB કાફ લિમિટેડ તરીકે, તેની પહોંચ અને ગુણવત્તા પરીક્ષણનો લાભ સમગ્ર દેશમાં વિસ્તારવા માટે સામેલ કરવામાં આવ્યો છે.

NDDB દેશની મહત્ત્વની સંસ્થા, અનેક ખેડૂતો તેમાં સંકળાયેલા

દેશમાં NDDB નું ઘણું મહત્ત્વ છે, કારણ કે આ સંસ્થા ખેડૂતો અને દૂધ ઉત્પાદનોના વિકાસની યોજનાઓની યોજના અને તેના અમલ માટે કેન્દ્ર સરકારને મદદ કરે છે. આ સંસ્થા ભારત સરકારની ગ્રાન્ટથી ચાલતી સંસ્થા છે. આ સંસ્થા હેઠળ વિવિધ કંપનીઓ પણ બનાવાઈ છે, જેમાંથી એક છે NDDB CALF... NDDB સાથે ભારતની લગભગ 1.90 લાખથી વધુ સહકારી ડેરીઓ, 245 દૂધ સંઘ, 22 મહાસંઘ અને સહકારી સંસ્થાઓ જોડાયેલી છે. આ સંસ્થાની ગ્રામીણ સમિતિમાં લગભગ 1.5 કરોડથી વધુ ખેડૂત સભ્યો છે.


Google NewsGoogle News