Get The App

તિરુપતિ પ્રસાદ વિવાદમાં સુપ્રીમકોર્ટનું મોટું ફરમાન, 'આસ્થાનો સવાલ છે, SIT તપાસ કરશે..'

Updated: Oct 4th, 2024


Google NewsGoogle News
Supreme court

Image: INAS


Tirupati Balaji Laddu Case: તિરૂપતિ બાલાજીના પ્રસાદ લડ્ડુમાં પશુની ચરબીની કથિત ભેળસેળ મામલે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી કરવામાં આવી છે. જેમાં જસ્ટિસ બીઆર ગવઈના નેતૃત્વ હેઠળની બેન્ચે તપાસ માટે નવી સ્વતંત્ર SIT રચવા આદેશ આપ્યો છે.

કોર્ટે આપ્યો આદેશ

જસ્ટિસ ગવઈએ જણાવ્યું હતું કે, 'અમે આ આદેશ આપી રહ્યા છીએ, ભગવાનમાં આસ્થા રાખનારા કરોડો લોકોની ભાવનાને ધ્યાનમાં રખતાં અમે SITનું ગઠન કરવા નિર્દેશ આપીએ છીએ. કોર્ટે સીબીઆઈ બે સભ્યો, એપી રાજ્ય પોલીસના 2 સભ્યો અને એફએસએસએઆઈના એક એક્સપર્ટને સામેલ કરતી SIT બનાવવા આદેશ આપ્યો છે.'

આ પણ વાંચોઃ ‘જાહેરમાં આવું નિવેદન ન આપવું જોઈએ’ લાડવામાં મિલાવટ મુદ્દે સુપ્રીમ કોર્ટે CM ચંદ્રબાબુ નાયડુને ખખડાવ્યા

લોકોને આસ્થાને ઠેસ પહોંચીઃ કોર્ટ

પ્રસાદમાં માંસાહારની કથિત ભેળસેળના આરોપોથી વિશ્વભરના ભક્તોની આસ્થાને ઠેસ પહોંચી છે. આ મામલો રાજકીય ડ્રામા ન બને તે હેતુ સાથે અમે સ્વતંત્ર સંસ્થા  નિર્મિત કરી તપાસ હાથ ધરીશું, જેથી લોકોનો વિશ્વાસ જળવાઈ રહે.

‘ભગવાનને રાજનીતિથી દૂર રાખો’

પાછલી સુનાવણી દરમિયાન જસ્ટિસ ગવઈએ ટીપ્પણી કરી હતી કે, ભગવાનને રાજનીતિથી દૂર રાખો. લેબમાં નિરિક્ષણ કરવામાં આવેલો ટેસ્ટ રિપોર્ટ સંપૂર્ણપણે સ્પષ્ટ નથી. કારણકે, તેમાં પ્રાથમિક ધોરણે ગેરમાન્ય ઘીનું પરિક્ષણ કરવામાં આવ્યું હતું.

તિરુપતિ પ્રસાદ વિવાદમાં સુપ્રીમકોર્ટનું મોટું ફરમાન, 'આસ્થાનો સવાલ છે, SIT તપાસ કરશે..' 2 - image


Google NewsGoogle News