18 હજાર કરોડની FD, હજારો કિલો સોનું: પ્રસાદના કારણે વિવાદમાં આવેલ તિરૂપતિ મંદિરમાં અબજો રૂપિયા ચઢાવે છે ભક્તો
Tirupati Balaji Temple : આંધ્ર પ્રદેશ સ્થિત તિરુપતિ બાલાજી મંદિર હાલ ચર્ચામાં છે. આંધ્ર પ્રદેશની ચંદ્રબાબુ નાયડૂ સરકારે ગગન મોહન સરકાર દરમિયાન મંદિરના પ્રસાદમાં ભેળસેળનો આરોપ લગાવ્યો છે. સત્તાધારી તેલુગુ દેશમ પાર્ટી (TDP) એ એક લેબ રિપોર્ટને ટાંકીને આરોપ લગાવ્યો હતો. સમગ્ર વિવાદની વચ્ચે સરકારે આંધ્ર પ્રદેશ સરકાર પાસે રિપોર્ટ મંગાવ્યો છે અને કહ્યું છે કે, FSSI લેબ રિપોર્ટની તપાસ કરશે.
તિરુપતિ બાલાજી અથવા તિરુમલા મંદિર દેશના સૌથી અમીર મંદિરોમાંથી એક છે. અહીં વર્ષે અરબો રૂપિયાનું દાન આવે છે. લાડવાના વિવાદની વચ્ચે ચાલો જાણીએ, તિરુપતિ બાલાજી મંદિરનો ઈતિહાસ શું છે? તેની ગણતરી સૌથી અમીર મંદિરોમાં કેમ થાય છે? અહીં દર વર્ષે કેટલું દાન આપવામાં આવે છે?
તિરુપતિ બાલાજી મંદિરનો ઈતિહાસ
આંધ્ર પ્રદેશના તિરુપતિ જિલ્લાના તિરુમાલાની પહાડીઓમાં સ્થિત શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિર દુનિયામાં સૌથી પ્રસિદ્ધ છે. આ મંદિર ભગવાન વિષ્ણુના એક રૂપ વેંકટેશ્વરને સમર્પિત છે. આ મંદિરને શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિર, તિરુમાલા મંદિર અને તિરુપતિ બાલાજી મંદિર જેવા અન્ય ચર્ચિત નામથી પણ ઓળખવામાં આવે છે. તિરુપતિ મંદિરનું સંચાલન આંધ્ર પ્રદેશની સરકારની હેઠળ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) દ્વારા કરવામાં આવે છે.
કેમ સૌથી અમીર મંદિરમાં ગણાય છે?
તિરુપતિમાં શ્રી વેંકટેશ્વર મંદિરનું હાલનું બજેટ 5 હજાર કરોડ રૂપિયાથી પણ વધારે છે. તિરુમાલા મંદિરમાં ભગવાન બાલાજીની કુલ સંપત્તિને દેશની પ્રમુખ સુચિબદ્ધ કંપનીઓની કિંમતથી પણ વધારે છે. મંદિરમાં નાણાંકીય વર્ષ 2023-24 દરમિયાન 1,161 કરોડ જમા થયાં છે. તેનાથી વિભિન્ન રાષ્ટ્રીયકૃત બેન્કોમાં ટીટીડીની કુલ ફિક્સ્ડ ડિપોઝિટ 18 હજાર કરોડથી પણ વધુ થઈ ગઈ છે. આ સમયગાળામાં મંદિરે 1,031 કિલોથી વધુ સોનું જમા કરીને ઈતિહાસ રચી દીધો છે. છેલ્લાં ત્રણ વર્ષોથી વિવિધ બેન્કોમાં 4 હજાર કિ.ગ્રાથી વધારે સોનું જમા કરવામાં આવ્યું છે, જેનાથી ટીટીડીનો કુલ સ્વર્ણ ભંડાર 11,329 કિ.ગ્રા થઈ ગયો છે.
આ વર્ષે જાન્યુઆરીના અંતમાં મંદિરનું સંચાલન કરનારપ ટીટીડી ટ્રસ્ટ બોર્ડે વર્ષ 2024-25 માટે 5,142 કરોડ રૂપિયા બજેટના અંદાજને મંજૂરી આપી હતી. આ પહેલાં 2023-24 માં ટીટીડીનું બજેટ 5,123 કરોડ રૂપિયા હતું.
આ પણ વાંચોઃ તિરુપતિ પ્રસાદ વિવાદ બાદ 34000 મંદિરોને નવો આદેશ, કર્ણાટક સરકારે લીધો મોટો નિર્ણય
કેવી રીતે થાય છે મંદિરની કમાણી?
શ્રી વેંક્ટેશ્વર સ્વામી મંદિરને ધણાં સ્ત્રોતથી આવક થાય છે. જેમકે, ભક્તો દ્વારા કરવામાં આવતું દાન, ભક્તોનો ચઢાવો, ફિક્સ્ડ ડિપોઝિટ પર જમા વ્યાજ અને ભક્તો દ્વારા વિભિન્ન ટીડીડી-સંચાલિત ટ્રસ્ટોને આપવામાં આવતા દાનના રૂપે કરોડો રૂપિયા.
હાલના બજેટ અનુસાર, વિશ્વ પ્રસિદ્ધ મંદિરમાં કમાણીનો સૌથી મોટો સ્ત્રોત શ્રદ્ધાળુઓનો ચઢાવો હતો, જેને 'હુંડી કનુકા' નામે ઓળખવામાં આવે છે. ભક્તોએ એક વર્ષમાં 1,611 કરોજ રૂપિયાનો ચઢાવો આપ્યો હતો, જે ગત વર્ષના સ્તરે જ રહ્યો.
1,167 કરોડ રૂપિયા વ્યાજના રૂપે મળ્યાં હતાં, જે કમાણીનો બીજો સૌથી મોટો સ્ત્રોત છે. 2023-24 થી આ રકમ 100 કરોડ રૂપિયાથી વધારે છે. મંદિરની આવકનો ત્રીજો સૌથી મોટો સ્ત્રોત પ્રસાદથી થતી કમાણી છે. પવિત્ર ભોજનથી 600 કરોડ રૂપિયાની કમાણી થઈ, જે ગયા વર્ષે 550 કરોડ રૂપિયા હતી. આ સિવાય 347 કરોડ રૂપિયાની શરૂઆતની રોકડ અને બેન્કમાં જમા રકમ છે. જોકે, 2023-24 બજેટમા અનુમાનની તુલનામાં શરૂઆતી રોકડ અને બેન્ક બેલેન્સમાં 180 કરોડ રૂપિયાનો ઘટાડો થયો. ધનના અન્ય પ્રમુખ સ્ત્રોતોમાં દર્શનમ (યાત્રા) થી 338 કરોડ રૂપિયા (ગયા વર્ષે 328 કરોડ રૂપિયાની તુલનામાં), કર્મચારીઓની લોન તેમજ સિક્યોરિટી ડિપોઝિટ અને અન્યમાં રૂ. 246 કરોડ (ગત વર્ષના રૂ. 146 કરોડની સરખામણીમાં) નો સમાવેશ થાય છે .
ભક્તોએ ભગવાન બાલાજીના નામે 11,225 કિલો સોનું દાન કર્યો
ટીટીડીના કાર્યકારી અધિકારી ધર્મ રેડ્ડીએ 2023 માં ભગવાન બાલાજીની સંપત્તિની વિગતો જાહેર કરી હતી. ભગવાન બાલાજીના નામે 11,225 કિલો સોનું વિભિન્ન બેન્કોમાં જમા છે. મુખ્ય દેવતાના સ્વર્ણ આભૂષણોનો વજન 1088.62 કિ.ગ્રા અને ચાંદીના આભૂષણોનું વજન 9071.85 કિ.ગ્રા હતું.
ટીટીડી અંતર્ગત, 6 હજાર એકર વન ભૂમિ, 75 સ્થાનો પર 7,636 એકર અચલ સંપત્તિ પણ છે. આ હેઠળ 1,226 એકર કૃષિ ભૂમિ છે. જોકે, 6,409 એકર બિનકૃષિ જમીન છે. દેશભરમાં 71 મંદિર ટીટીડીના સહયોગથી ચાલી રહ્યાં છે અે 535 અન્ય સંપત્તિ છે. તેમાંથી 159 સંપત્તિ લીઝ પર છે. જેમાંથી 4 કરોડ રૂપિયાની વાર્ષિક આવક થાય છે.
ટીટીડી પાસે 307 જગ્યાએ કલ્યાણ મંડપમ (વિવાહ સ્થળ) પણ છે. તેમાંથી 29 બંદોબસ્ત વિબાગને લીઝ પર આપવામાં આવી છે અને 166 ને અન્ય લોકોને લીઝ પર આપી છે. આ લીઝવાળા મંડપોથી ટીટીડીને વાર્ષિક 4 કરોડ રૂપિયાની આવક થાય છે. શ્રીવાણી ટ્રસ્ટ દ્વારા ટીટીડી 97 મંડપ પણ ચલાવી રહ્યું છે અને ભક્તો પાસેથી 1,021 કરોડ રૂપિયાનું દાન એકત્ર કરી ચુક્યું છે.
આ આવકનો ઉપયોગ ક્યાં થાય છે ?
2024-25 ના બજેટ અનુમાન અનુસાર, મંદિર સંચાલનના કર્મચારીઓના વેતન માટે 1,733 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યાં. સામગ્રીની ખરીદીમં 751 કરોડ રૂપિયા ખર્ચ થયાં. ટીટીડીએ એન્જિનિયરિંગ કાર્યો માટે 350 કરોડ રુપિયાનું અનુમાન લગાવ્યું છે. એન્જનિયરિંગ જાળવણીના કામ પર 190 કરોડ રૂપિયાના ખર્ચનું અનુમાન લગાવાયું છે.
અન્ય પ્રમુખ ફાળવણીમાં પેન્શન અને કર્મચારી સ્વાસ્થ્ય યોજના નીધિ યોગદાન માટે 100 કરોડ રૂપિયા આપ્યાં. વર્ષ 2024-25 માટે આંધ્ર પ્રદેશ સરકારને ટીટીડીનું યોગદાન 50 કરોડનું અનુમાન કરાયું છે.