તિરુપતિના પ્રસાદમાં મિલાવટ: પ્રાણીઓની ચરબી, ફિશ ઓઇલ હોવાનું લેબ રિપોર્ટમાં બહાર આવ્યું

Updated: Sep 19th, 2024


Google NewsGoogle News
તિરુપતિના પ્રસાદમાં મિલાવટ: પ્રાણીઓની ચરબી, ફિશ ઓઇલ હોવાનું લેબ રિપોર્ટમાં બહાર આવ્યું 1 - image


Andhra Pradesh Tirupati Temple Prashad Controversy : લાખો-કરોડોની આસ્થાનું કેન્દ્ર તિરુપતિ મંદિરની પ્રસાદીમાં માછલીનું તેલ, બીફ અને ચરબીનો ઉપયોગ કરાયો હોવાનો ચોંકવનારો ખુલાસો થતાં હિન્દુઓની લાગણી દુભાઈ છે. આ મામલે હોબાળો મચ્યા બાદ નેશનલ ડેયરી ડૅવલપમેન્ટ બોર્ડે (NDDB) તપાસ કર્યા બાદ પ્રસાદીના લાડવામાં ચરબી હોવાની પુષ્ટી કરી છે.

ભગવાનને જ આ જ લાડવા ચઢાવાયા

NDDBના રિપોર્ટ મુજબ તિરુપતિ મંદિરની પ્રસાદી માટે બનાવાતા લાડવામાં માછલીનું તેલ, બીફ અને ચરબીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે, આ પ્રસાદનું વિતરણ માત્ર શ્રદ્ધાળુઓને જ નહીં, ભગવાનને પણ પ્રસાદ તરીકે આ જ લાડવા ચઢાવાયા હતા. NDDBએ મંદિરના લાડવા અને અનાજના કેટલાક સેમ્પલોની તપાસ કર્યા બાદ આ ચોંકાવનારો ખુલાસો થયો છે. 

આ પણ વાંચો : ફરી ટ્રેન ઉથલાવવાનું કાવતરું, ટ્રેક પર મૂકાયો લાંબો થાંભલો, ઇમરજન્સી બ્રેક મારતાં મોટી દુર્ઘટના ટળી, જુઓ VIDEO

લાડવામાં ચરબી મુદ્દે આંધ્રમાં રાજકારણ ગરમાયું

મુખ્યમંત્રી એન.ચંદ્રબાબુ નાયડુએ વાયએસ જગન મોહન રેડ્ડી પર આક્ષેપ કર્યો છે કે, અગાઉની YSRCP સરકારે તિરુમલામાં લાડવાનો પ્રસાદ તૈયાર કરવા માટે ઘીના બદલે પ્રાણીઓની ચરબીનો ઉપયોગ કર્યો છે. આ પ્રસાદ ભગવાન વેંકટેશ્વર સ્વામી મંદિરમાં આવતાં કરોડો શ્રદ્ધાળુઓને આપવામાં આવે છે. તિરુમાલાના લાડવા પણ નબળી ગુણવત્તાવાળી સામગ્રીથી બનાવાયા હતા.

લાડવામાં ચરબી અંગે મુખ્યમંત્રીએ શું કહ્યું?

એનડીએ જનપ્રતિનિધિઓની બેઠકમાં YSRCP પર આરોપ લગાવતાં નાયડુએ કહ્યું, 'તિરુમાલામાં વેંકટેશ્વર સ્વામી મંદિર અમારું સૌથી પવિત્ર મંદિર છે. મને એ જાણીને આશ્ચર્ય થયું કે જગન સરકારના સમયમાં તિરુપતિ પ્રસાદમમાં ઘીની જગ્યાએ પ્રાણીઓની ચરબીનો ઉપયોગ કરવામાં આવતો હતો. જગન અને વાયએસઆરસીપી સરકાર પર શરમ આવે છે કે તેમણે તેનું સન્માન ન કર્યું.'

આ પણ વાંચો : પન્નુ કેસમાં ભારત સરકાર અને અજીત ડોભાલ વિરુદ્ધ સમન્સ, US કોર્ટના નિર્ણયથી ભડક્યું વિદેશ મંત્રાલય

YSRCPએ આપ્યો જોરદાર જવાબ 

YSRCPએ નાયડુ દ્વારા લગાવવામાં આવેલા આ આરોપોનો આકરો જવાબ આપતા કહ્યું કે, 'ચંદ્રબાબુ નાયડુએ દિવ્ય મંદિર તિરુમાલાની પવિત્રતા અને કરોડો હિન્દુઓની આસ્થાને ઠેસ પહોંચાડીને મોટું પાપ કર્યું છે. તિરુમાલા પ્રસાદ વિશે નાયડુની ટિપ્પણી ખરેખર ખરાબ છે. કોઈ માણસ આવા શબ્દો નથી બોલતું કે આવા આરોપ નથી લગાવતું. આનાથી એક વાત તો સાબિત થાય છે કે તે રાજકીય લાભ માટે કોઈ પણ મર્યાદા પાર કરી શકે છે.'


Google NewsGoogle News