"ટીપુ સુલતાનના વંશજોને ભગાડીને જંગલોમાં મોકલી દેવા જોઈએ":BJP નેતાનું વિવાદાસ્પદ નિવેદન
નવી મુંબઇ,તા. 15 ફેબ્રુઆરી 2023, બુધવાર
કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટીના વડા નલિન કુમાર કાતિલ તેમના વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. ફરી એક વાર વિવાદિત નિવેદન આપીને તે ચર્ચામાં આવ્યા છે. તેમણે મૈસુરના 18મી સદીના શાસક ટીપુ સુલતાન વિશે આવી ટિપ્પણી કરી છે, જેનાથી વિવાદ ઉભો થઈ શકે છે.
કતિલે બુધવારે એક મીટિંગમાં કહ્યું કે, 'ટીપુ સુલ્તાનના તમામ પ્રખર અનુયાયીઓ જીવિત ન હોવા જોઈએ.' ટીપુ સુલતાનના વંશજોને ભગાડીને જંગલોમાં મોકલી દેવા જોઈએ.
કતિલે જાહેર સભા દરમિયાન કહ્યું કે'અમે ભગવાન રામ અને હનુમાનના ભક્ત છીએ. અમે ટીપુ સુલતાનના વંશજો નથી. અમે ટીપુના વંશજોને પાછા મોકલી દીધા છે. તો હું યેલ્લાબુર્ગાના લોકોને પૂછું છું કે, શું તેઓ હનુમાનની પૂજા કરશે કે ટીપુ સુલતાનનાં ભજન ગાશે?
કાતિલે કહ્યું, 'રાજ્યના લોકોએ વિચારવું જોઈએ કે, તેઓ ભગવાન રામ અને હનુમાનના ભક્તો ઈચ્છે છે કે ટીપુ સુલ્તાનના...? જે લોકો ટીપુને પ્રેમ કરે છે તેઓએ અહીં ન રહેવુ જોઇએ. જે લોકો ભગવાન રામના ભજન ગાય છે અને ભગવાન હનુમાનના સમર્થક છે તેઓએ અહીં જ રહેવું જોઈએ.