‘ટીપુ પણ સુલતાન બનવાના સપનાં જોતો હતો...’, અખિલેશના નિવેદન પછી યોગીનો વ્યંગ

Updated: Sep 4th, 2024


Google NewsGoogle News
‘ટીપુ પણ સુલતાન બનવાના સપનાં જોતો હતો...’, અખિલેશના નિવેદન પછી યોગીનો વ્યંગ 1 - image


Image: Facebook

CM Yogi Adityanath Reaction: સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે બુલડોઝરને લઈને સીએમ યોગી પર નિશાન સાધ્યુ હતું, તે બાદ સીએમ યોગીએ અખિલેશ પર પલટવાર કર્યો છે. સીએમ યોગીએ કહ્યું કે બુલડોઝર ચલાવવા માટે મન અને મગજ જોઈએ. દરેક વ્યક્તિના હાથમાં બુલડોઝર ફીટ થઈ શકતું નથી. સીએમ યોગીએ કહ્યું કે ટીપુ પણ સુલતાન બનવાના સપનાં જોતો હતો. આ લોકો મુંગેરીલાલના હસીન સપનાં જુએ છે. તેમણે યુવાનોના વિશ્વાસને તોડ્યો છે.

તમામ ઉમેદવારો માટે સમાન તક

સીએમ યોગીએ કહ્યું કે આજે કોઈ પણ જિલ્લાના રહેવાસી યુવાનને સમાન તક મળી છે. જે લોકો અપ્રમાણિકતા કરશે તેમની સંપત્તિ જપ્ત કરાશે. આ લોકોએ રાજ્યને રમખાણોમાં ફેંક્યુ, જાતિ-જાતિને લડાવી. પંચે પારદર્શી પ્રક્રિયાથી 13 વિભાગના પદ પર પસંદગી કરી છે. જાતિ કે જનપદનો કોઈ ભેદ થયો નથી. તમામને સમાન તક મળી છે. સાડા સાત વર્ષમાં નિમણૂકમાં પારદર્શિતા આવી છે. આ પહેલા સંભવ નહોતું, અમે આને યોગ્ય કર્યું છે. 

અખિલેશ યાદવે શું કહ્યું હતું?

લખનૌમાં ડૉ. રામ મનોહર લોહિયા સભાગૃહમાં સપા કાર્યકર્તાઓને સંબોધિત કરતાં અખિલેશ યાદવે કહ્યું હતું કે તેઓ 2027માં ઉત્તર પ્રદેશમાં ભાજપની સરકારને બેદખલ કરી સત્તામાં સમાજવાદી પાર્ટીની સરકાર બનાવવા માટે સંકલ્પિત છે. તેમણે આરોપ લગાવ્યો કે ભાજપની સરકારમાં રાજ્ય દરેક સ્તરે પાછળ થતું ગયું છે. વિકાસ સંપૂર્ણ રીતે અવરોધાઈ રહ્યો છે. જનતા મોંઘવારી, ભ્રષ્ટાચારથી ત્રસ્ત છે.

મંગળવારે સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે દાવો કર્યો હતો કે 2027ની વિધાનસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાંથી ભાજપનો સફાયો થઈ જશે. જો કે, અખિલેશે ગોરખપુરને લઈને કંઈક એવું કહી દીધું કે જેના પર હોબાળો મચી ગયો. અખિલેશ યાદવે કહ્યું હતું કે યુપીમાં સમાજવાદી પાર્ટીની સરકાર બનતાં જ સમગ્ર પ્રદેશના બુલડોઝરો ગોરખપુર તરફ વળશે.  

અખિલેશ યાદવે કહ્યું હતું કે 2027ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો સફાયો થશે અને દેશનું રાજકારણ તેના ચૂંટણી પરિણામથી પ્રભાવિત થશે. ભાજપની સરકારમાં નિર્દોષ લોકોને હેરાન કરવામાં આવી રહ્યા છે. ખેડૂત પરેશાન છે. યુવાનોનું ભવિષ્ય અંધકારમય છે. સમાજનો દરેક વર્ગ પરેશાન, ચિંતિત છે. 2027માં સમાજવાદી સરકાર બનતાં જ સમગ્ર પ્રદેશના બુલડોઝર ગોરખપુર તરફ વળશે.

સુપ્રીમ કોર્ટે બુલડોઝર ઍક્શન પર કરી હતી આકરી ટિપ્પણી

સુપ્રીમ કોર્ટે બુલડોઝર કાર્યવાહી પર ગંભીર સવાલ ઉઠાવતાં કહ્યું હતું કે માત્ર આરોપી હોવાના આધારે કોઈના ઘરને તોડવું યોગ્ય નથી. કોર્ટે શાસન અને વહીવટની કાર્યવાહી પર સવાલ ઉઠાવતાં કહ્યું કે કોઈ દોષિત હોય તો પણ ઘર ન તોડી શકાય.


Google NewsGoogle News