'દુનિયા ત્રીજા વિશ્વ યુદ્ધ તરફ આગળ વધી રહી છે', આધ્યાત્મિક ધર્મગુરુ દલાઈ લામાનો ચોંકાવનારો દાવો

ધર્મગુરુ દલાઈ લામા બોધગયામાં બૌદ્ધ અનુયાયીઓને આધ્યાત્મિક માર્ગદર્શન આપી રહ્યા છે

Updated: Dec 31st, 2023


Google NewsGoogle News
'દુનિયા ત્રીજા વિશ્વ યુદ્ધ તરફ આગળ વધી રહી છે', આધ્યાત્મિક ધર્મગુરુ દલાઈ લામાનો ચોંકાવનારો દાવો 1 - image


Tibetan religious leader Dalai Lama: અહંકાર, ગુસ્સો અને ઈર્ષાના કારણે બે વિશ્વ યુદ્ધ થયા અને હવે ત્રીજાની તૈયારી છે. આ એક ચિંતાનો વિષય છે. સ્વાર્થ વૃત્તિ વિનાશક શક્તિઓમાંથી ઉત્પન્ન થાય છે. તેના પ્રભાવમાં આપણે યુદ્ધમાં સામેલ થઈએ છીએ અને એકબીજાને મારવા સુધી પહોંચી જઈએ છીએ. તિબેટના આધ્યાત્મિક ધર્મગુરુ દલાઈ લામાએ બોધગયાના કાલચક્ર મેદાનમાં પ્રવચન આપતા આ  શબ્દો ઉચ્ચાર્યા હતા.  

હાલમાં જ્ઞાનભૂમિ બોધગયામાં ધર્મગુરુ દલાઈ લામા બૌદ્ધ અનુયાયીઓને આધ્યાત્મિક માર્ગદર્શન આપી રહ્યા છે. આ દરમિયાન તેમણે માનવ એકતા પર ભાર મૂકતા કહ્યું કે, કરોડો લોકોમાં એકતાની ભાવના જરૂરી છે. બધા એકસમાન હોય.  હિંસા અને નફરતને પ્રોત્સાહન આપતા ઘમંડી વર્તનની આપણે ટીકા કરવી જોઈએ. 

અહિંસા જ એકમાત્ર રસ્તો: દલાઈ લામા

આ પ્રવચનમાં દલાઈ લામાએ કહ્યું હતું કે, કોઈ પણ મુદ્દાને યુદ્ધ દ્વારા ઉકેલ લાવવો એ જૂની પદ્ધતિ છે. હવે અહિંસા જ એકમાત્ર રસ્તો છે. માનવતામાં એકતાની ભાવના કેળવાવી જોઈએ. આ પ્રયાસોથી આપણે વધુ શાંતિપૂર્ણ વિશ્વનું નિર્માણ કરવામાં સક્ષમ થઈશું. સમસ્યા અને મતભેદોનું સમાધાન વાતચીત દ્વારા શ્રેષ્ઠ રીતે થાય છે. કોઈ પણ દેશમાં શાંતિ પરસ્પર સમજણ અને અન્ય લોકો પ્રત્યેની ભલાઈની લાગણીથી આવે છે. તમામ ધર્મો કરૂણા અને અહિંસા શીખવે છે.


Google NewsGoogle News