Get The App

દેશના ત્રણ રાજ્યો ડેન્જર ઝોનમાં, ભૂસ્ખલનનું સૌથી વધુ જોખમ, GSIના રિપોર્ટમાં થયો ચોકાવનારો ખુલાસો

GSIએ ભૂસ્ખલનની ઉચ્ચ, મધ્યમ અને નીચી સંવેદનશીલતા અનુસાર તાલુકા કક્ષાના વિસ્તારોનું વર્ગીકરણ કર્યું

ભૂસ્ખલનની ચેતવણી આપવા માટે પ્રાદેશિક લેન્ડસ્લાઈડ અર્લી વોર્નિંગ સિસ્ટમ વિકસાવવાશે

Updated: Dec 1st, 2023


Google NewsGoogle News
દેશના ત્રણ રાજ્યો ડેન્જર ઝોનમાં, ભૂસ્ખલનનું સૌથી વધુ જોખમ, GSIના રિપોર્ટમાં થયો ચોકાવનારો ખુલાસો 1 - image


GSI Report on Landslides :  જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (GSI) દ્વારા દેશભરમાં હાથ ધરવામાં આવેલા નેશનલ લેન્ડસ્લાઈડ સંવેદનશીલતા મેપિંગના ડેટામાંથી બહાર આવ્યું છે કે મધ્ય હિમાલયના રાજ્યો અરુણાચલ પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ ભૂસ્ખલન માટે અત્યંત સંવેદનશીલ છે.

આ વિસ્તારમાં 14780 સ્થળોએ ભૂસ્ખલન થયું 

જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાના સર્વે મુજબ કુલ 53483 ચોરસ કિલોમીટર વિસ્તાર ધરાવતા આ રાજ્યોમાંથી 39000 ચોરસ કિલોમીટર વિસ્તાર ભૂસ્ખલન માટે સંવેદનશીલ વિસ્તાર તરીકે આકવામાં આવ્યો છે. ડેટા અનુસાર વર્ષ 2021-22 સુધી આ વિસ્તારમાં 14780 સ્થળોએ ભૂસ્ખલન થયું છે જેમાં અરુણાચલ પ્રદેશ પ્રથમ અને હિમાચલ બીજા સ્થાને છે જ્યારે ઉત્તરાખંડ દેશમાં ત્રીજા સ્થાને છે.  GSIના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ ડો.હરીશ બહુગુણાએ છઠ્ઠી વર્લ્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કોન્ફરન્સમાં ભૂસ્ખલનની પરિસ્થિતિ અંગે આપેલા પ્રેઝન્ટેશનમાં ઉપરોક્ત બાબતોનો ઉલ્લેખ કર્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે GSIએ ભૂસ્ખલનની ઉચ્ચ, મધ્યમ અને નીચી સંવેદનશીલતા અનુસાર તાલુકા કક્ષાના વિસ્તારોનું વર્ગીકરણ કર્યું છે.

ભૂસ્ખલનની ચેતવણી માટે અર્લી વોર્નિંગ સિસ્ટમ વિકસાવવાશે

ઉત્તરાખંડનો 22 ટકા ભૂસ્ખલન સંભવ છે જે અત્યંત સંવેદનશીલ છે એવી જ રીતે અન્ય રાજ્યોના વિસ્તારોનું પણ વર્ગીકરણ કરવામાં આવ્યું છે જેમાં ઉત્તરાખંડ સહિત 11 રાજ્યોમાં ભૂસ્ખલનની ચેતવણી આપવા માટે પ્રાદેશિક લેન્ડસ્લાઈડ અર્લી વોર્નિંગ સિસ્ટમ વિકસાવવા તરફ આગળ વધી રહ્યું છે. આ ઉપરાંત ડો.બહુગુણાએ જણાવ્યું હતું કે દેશના ચાર જિલ્લા રૂદ્રપ્રયાગ (ઉત્તરાખંડ), નીલગીરી (તમિલનાડુ) અને દાર્જિલિંગ અને કાલિમપોંગ (બંગાળ)માં આ પ્રયોગ તરીકે શરૂ કરવામાં આવ્યું છે. આવતા વર્ષ સુધીમાં તમામ પસંદ કરેલા રાજ્યોમાં આ સિસ્ટમ આકાર લે તે સુનિશ્ચિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. 

ભૂસ્ખલનનાં રાજ્યો અને સ્થાનો

અરુણાચલ પ્રદેશ- 26215

હિમાચલ પ્રદેશ - 17102

ઉત્તરાખંડ-14780

જમ્મુ અને કાશ્મીર - 7470

મિઝોરમ- 4221

ભૂસ્ખલન માટે સંવેદનશીલ રાજ્ય વિસ્તાર (હેક્ટરમાં)

અરુણાચલ પ્રદેશ-70309

હિમાચલ પ્રદેશ-42093

લદ્દાખ-40065

ઉત્તરાખંડ-39009

કર્ણાટક-31323

દેશના ત્રણ રાજ્યો ડેન્જર ઝોનમાં, ભૂસ્ખલનનું સૌથી વધુ જોખમ, GSIના રિપોર્ટમાં થયો ચોકાવનારો ખુલાસો 2 - image


Google NewsGoogle News