મંગેતર સાથે મંદિરેથી આવતી યુવતી પર સામૂહિક દુષ્કર્મ, ઓડિશામાં 3 નરાધમો પોલીસના સકંજામાં
Odisha GangRape Case: ઓડિશા નયાગઢ જિલ્લામાં મંદિરેથી પૂજા કરીને પરત ફરી રહેલા એક મહિલા પર ગેંગરેપની ચકચારી ઘટના બની છે. 21 વર્ષીય પીડિત મહિલાની ફરિયાદના આધઆરે પોલીસે કેસ નોંધી આ મામલે ત્રણ આરોપીની ધરપકડ કરી છે.
પોલીસ અધિકારીએ જણાવ્યા પ્રમાણે, 20 ઓક્ટોબરે સાંજે મહિલા તેના મંગેતર સાથે ફતેહગઢ રામ મંદિરે દર્શન કરી પરત ફરી રહી હતી. તે દરમિયાન અમુક લોકોએ તેમને પિથાખાઈ જંગલ પાસે રોકી મહિલાના મંગેતરને ચાકુ બતાવી મહિલા પર ગેંગ રેપ કર્યો હતો. ઘટનાના ત્રણ દિવસ બાદ 24 ઓક્ટોબરે મહિલાએ આ મામલે ફરિયાદ નોંધાવી હતી.
ગેંગરેપનો વીડિયો બનાવ્યો
પીડિતાએ જણાવ્યુ હતું કે, આરોપીઓએ ગેંગરેપ દરમિયાન તેનો વીડિયો પણ બનાવ્યો હતો. અને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દીધો હતો. આ વીડિયો ઝડપથી વાયરલ થયો હતો. ઓડિશા પોલીસે આ મામલે ત્રણ આરોપીની ઘરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચોઃ ભાજપને ઝટકો, પાલનપુર માર્કેટયાર્ડના વાઈસ ચેરમેનની ચૂંટણીમાં મેન્ડેટ ધરાવતા ભગુભાઈ હાર્યા
સગીરા પર દુષ્કર્મ
ઉલ્લેખનીય છે. આ મહિનાની શરૂઆતમાં ઓડિશાના જાજપુરમાં એક સગીરા પર પણ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જેમાં 60 વર્ષીય આરોપીની ધરપકડ થઈ હતી. મંગલપુર વિસ્તારમાં બનેલી આ ચકચારી ઘટનામાં પોલીસે આરોપી વિરૂદ્ધ પોક્સો અને બીએનએસ સંબંધિત કલમો હેઠળ ફરિયાદ નોંધી હતી.
નવમાં ધોરણમાં ભણતી 14 વર્ષીય પીડિત બાળકી કિરાણાની દુકાનમાં સામાન લેવા ગઈ હતી. જ્યાં દુકાનના માલિકેને તેનો રોકી તેના પર દુષ્કર્મ ગુજાર્યો હતો. બાદમાં તે ફરાર થઈ ગયો હતો. ગામના લોકોને બાળકી બેભાન અવસ્થામાં મળી આવી હતી. મેડિકલ તપાસમાં દુષ્કર્મ થયો હોવાની ખાતરી થતાં પોલીસે આરોપીની શોધખોળ કરી તેની ધરપકડ કરી હતી. આરોપીએ પોતાનો ગુનો કબૂલ્યો હતો.