માનવીના મગજને ખાઈ જતા બેક્ટેરિયાથી કેરળમાં 4નાં મોત, આ નવી આફતથી કેવી રીતે બચશો?

Updated: Jul 6th, 2024


Google NewsGoogle News
Amoeba


Brain-Eating Amoeba : કેરળમાં બ્રેઈન ઈટિંગ અમીબા ઈન્ફેક્શનનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. તેવામાં આ ઈન્ફેક્શનના કારણે ત્રણ બાળકો મૃત્યુ પામ્યા છે. ખાસ કરીને દૂષિત પાણીમાં જોવા મળતી આ અમીબાથી 'એમીબિક મેનિન્ગોએન્સફાલીટીસ' નામનો રોગ થાય છે. મળતી માહિતી પ્રમાણે, ઉત્તર કેરળના કોઝિકોડ જિલ્લાના પાયોલીના 14 વર્ષના એક બાળક બ્રેઈન ઈટિંગ અમીબા ઈન્ફેક્શનનો સિકાર થતાં હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

કેરળમાં મે મહિના પછી મગજના સંક્રમણથી એક 14 વર્ષની છોકરી, મલપ્પુરમની 5 વર્ષની બાળકી અને કન્નૂરના 13 વર્ષના છોકરો સહિત અત્યાર સુધી ત્રણ બાળકોના મોત થયાં છે. તેવામાં બ્રેઈન ઈટિંગ અમીબા ઈન્ફેક્શનનો વધુ એક કિસ્સો સામે આવતા રાજ્યમાં તેના 4 કેસ થયાં છે. 

મગજના સંક્રમણની ઓળખ થતાં વિદેશથી દવા મંગાવી

કેરળના કોઝિકોડ જિલ્લાના પાયોલીના 14 વર્ષનું એક બાળક મગજના સંક્રમણનો ભોગ બનતાં હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેવામાં ડોક્ટરે જણાવ્યું છે કે, બાળકને થયેલા સંક્રમણની ઓળખ થતાં વિદેશથી તેની દવાઓ મંગાવવામાં આવી છે.

બાળકોમાં વધતાં કેસને લઈને મુખ્યમંત્રીનું નિવેદન

મગજના સંક્રમણના વધતા જતા કેસોને લઈને કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને શુક્રવારે એક બેઠક યોજી હતી. જેમાં ગંદા પાણીમાં ન નાહવા, સ્વિમિંગ પુલમાં ક્લોરિન ઉમેરવા સહિતના સૂચનો આપવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત બાળકો સૌથી વધુ અસરગ્રસ્ત થતાં હોવાથી લોકોએ જળાશયો સ્વચ્છ રાખવા જણાવ્યું હતું.

પ્રાણી અને માનવના આંતરડામાં પણ જોવા મળે છે અમીબા

સુક્ષ્મજીવી અમીબાનું કદ અને સ્વરૂપ સતત બદતાલુ રહે છે. અમીબા ઘણાં પ્રકારની હોય છે. જેમાં કેટલીક અમીબા પાણી, માટી, પ્રાણી અને માનવના આંતરડામાં પણ જોવા મળે છે. પરંતુ કેટલીક અમીબા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થતી નથી. 'એન્ટામોઇબા હિસ્ટોલિટીકા' તરીકે ઓળખાતી અમીબાથી આંતરડામાં ચેપ થતાં અમીબીઆસિસ નામનો રોગ થાય છે.

મગજને ખાઈ જતી અમીબાને રોકવા શું કરવું?

આ સંક્રમણનો ભોગ ન બનીએ તે માટે ઘણી સાવચેતી રાખવી ખૂબ આવશ્યક છે. જેમાં સ્વચ્છ પાણીનો વપરાશ કરવો (ખાસ કરીને ઉકાળેલું પાણી પીવું), બાથરુમનો ઉપયોગ કર્યા પછી સાબુથી વ્યવસ્થિત હાથ ધોવા, ખાવા પીવાના વાસણો સાફ રાખવા, ફળો અને શાકભાજીને બજારમાંથી લાવ્યાં પછી યોગ્ય રીતે ધોઈને પછી ઉપયોગ કરવો જેવી વગેરે બાબતો ખાસ ધ્યાનમાં રાખવી જરૂરી છે.

અમીબાનો ચેપ લાગતાં શરીરમાં શું થશે અસર

આ રોગના લક્ષણોમાં પેટમાં દુખાવો થવો, ઝાડા થવા (જે લોહીની સાથે પણ હોઈ શકે છે), તાવ આવવો, ઉલટી થવી અને શરીરમાં નબળાઈ અનુભવાય છે.



Google NewsGoogle News