ચેન્નાઈના દરિયા કિનારે મૃત્યુ પામ્યા એક હજારથી વધુ ઓલિવ રિડ્લી કાચબા, જાણો કારણ
Turtle Death: એક મહિનાની અંદર ચેન્નાઈના દરિયા કિનારે એક હજારથી વધુ રિડ્લી ટર્ટલ્સ મૃત હાલતમાં મળી આવ્યા છે. તમિલનાડુના દરિયા કિનારા પર આ પ્રજાતિને ખૂબ જ રક્ષણ આપવામાં આવે છે. ઘણી પ્રજાતિઓ દુનિયામાં એવી છે જેને ખૂબ જ સાચવવામાં આવે છે. તમિલનાડુમાં પણ આવી ઘણી પ્રજાતિઓ છે.
કાચબાના અચાનક મૃત્યુ
એક મહિનાની અંદર ચેન્નાઈમાં એક હજારથી વધુ કાચબાઓ મૃત હાલતમાં મળી આવ્યા છે. અનેક કાચબાની પ્રજાતિઓ ધીમે-ધીમે લુપ્ત થઈ રહી છે. આ લુપ્ત થઈ જતી પ્રજાતિઓને પ્રોટેક્ટ કરનારા દ્વારા ખૂબ જ સાચવવામાં આવે છે. કાચબાના આવા અચાનક મૃત્યુ એનિમલ રાઇટ્સ એક્ટિવિસ્ટ્સ માટે અત્યારે ચિંતાનો વિષય બને છે. આ પ્રજાતિને વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન ઍક્ટમાં શિડ્યુલ વન કેટેગરીમાં સામેલ કરવામાં આવી છે. આ કાચબા મુખ્ય મરિન ઇકોસિસ્ટમના બેલેન્સ માટે મહત્ત્વની ભૂમિકા ભજવે છે. દર વર્ષે આ કાચબા ખાસ કરીને જાન્યુઆરીમાં આશરે 7000 કિલોમીટર જેટલા લાંબા અંતરનું માઇગ્રેશન કરે છે.
કાચબા બચાવવાના પડકારો
આ પ્રજાતિને બચાવવા માટે રાજ્ય સરકાર અને અનેક NGOઓએ અપીલ કરી છે. તેઓ કાચબાઓના ઇંડા સાંકળી તેને સુરક્ષિત રીતે ઇન્ક્યુબેટ કરે છે અને પછી હૅચલિંગને દરિયામાં છોડે છે. જો કે, એક હજાર ઇંડામાંથી ફક્ત બે અથવા ત્રણ કાચબા મોટા થાય છે, બાકી બધા મૃત્યુ પામે છે.
ચિંતાનો વિષય
હાલમાં દરિયાકિનારે જે કાચબા મૃત હાલતમાં મળ્યા છે એના કારણે ચિંતા વધી ગઈ છે. એનિમલ રાઇટ્સ એક્ટિવિસ્ટ્સ એનો ખતરો સમજાવે છે. જે આંકડો સામે આવ્યો છે એ ફક્ત 10%નો હોય છે. તેમના અનુમાન મુજબ, હજુ પણ ઘણા કાચબા દરિયા કિનારે દેખાયા નથી. તેમનું માનવું છે કે લગભગ 5000 ઓલિવ રિડ્લી કાચબા મૃત્યુ પામ્યા છે.
પોસ્ટમોર્ટમના પરિણામો
પોસ્ટમોર્ટમમાં સામે આવેલ છે કે કાચબાના મૃત્યુ ડૂબી જવાને કારણે છે. કાચબાનું ગળું મોટું થઈ ગયું હતું અને આંખો પણ બહાર આવી ગઈ હતી. આ કારણે નક્કી થયું કે ડૂબવાના કારણે કાચબા મૃત્યુ પામ્યા છે. ઓલિવ રિડ્લી કાચબા 45 મિનિટ સુધી શ્વાસ રોકી શકે છે. જો કે, બહાર ન આવી શકતાં, તેઓ ડૂબ્યા હતા.
આ પણ વાંચો: એક જ આઇફોનમાં બે એકાઉન્ટનો ઉપયોગ કરી શકશે વોટ્સએપ યૂઝર્સ, જાણો વિગત
મરણનું કારણ
ઍક્સપર્ટનું કહેવું છે કે દરિયામાં ફિશિંગને મોનિટર કરવામાં આવતી નથી એટલે આમ થાય છે. માછીમારોને 8 કિલોમીટરથી દૂર ફિશિંગ કરવાનું હોય છે. જોકે તેઓ 2થી 3 કિલોમીટરના અંતરે જ માછલી પકડે છે. માછીમારો જે જાળનો ઉપયોગ કરે છે, તેને કલાકો સુધી પાણીમાં રાખવામાં આવે છે. આ જાળમાં કાચબા ફસાય છે અને ડૂબી જવાની શક્યતા રહે છે.