YouTube પર વીડિયો જોનારાને ઝટકો, હવે જો આ ભૂલ કરશો તો વીડિયો ડાઉનલોડ કરવામાં થશે મુશ્કેલી!

Updated: Jan 16th, 2024


Google NewsGoogle News
YouTube પર વીડિયો જોનારાને ઝટકો, હવે જો આ ભૂલ કરશો તો વીડિયો ડાઉનલોડ કરવામાં થશે મુશ્કેલી! 1 - image


Image Source: Freepik

અમદાવાદ, તા. 16 જાન્યુઆરી 2024 મંગળવાર

YouTubeએ યુઝર્સને ઝટકો આપ્યો છે. કંપનીએ એડ બ્લોકર્સ વિરુદ્ધ યુદ્ધ છેડી દીધુ છે. યુટ્યૂબ તે યુઝર્સ માટે પોતાની સાઈટની સ્પીડ ધીમી કરી રહ્યુ છે, જે એડ બ્લોકર્સને યુઝ કરી રહ્યા છે. કંપનીએ એડ-બ્લોકર્સ વિરુદ્ધ આ ઝૂંબેશની શરૂઆત ગયા વર્ષે કરી હતી. જો તમે પણ યુટ્યૂબ પર દેખાતી એડથી બચવા માટે એડ-બ્લોકર્સનો ઉપયોગ કરો છો, તો તમને પણ સ્લો વીડિયો ડાઉનલોડ સ્પીડનો સામનો કરવો પડી શકે છે.

યુટ્યૂબ એડ-બ્લોકર્સને બંધ કરવા માટે કહી રહ્યુ છે

યુટ્યૂબ યુઝર્સને એડ-ફ્રી કન્ટેન્ટ સ્ટ્રીમિંગ માટે Youtube Subscription ઓફર કરે છે, પરંતુ યુઝર તેને સબસ્ક્રાઈબ કરવાના બદલે એડ-બ્લોકર્સને પસંદ કરી રહ્યા છે. તેનાથી કંપનીના રેવન્યૂને ખૂબ નુકસાન પહોંચી રહ્યુ છે. તેનાથી છુટકારો મેળવવા માટે યુટ્યૂબે બે રીત શોધી છે. પહેલામાં યુટ્યૂબ યુઝર્સને પોપ અપમાં 'Ad Blockers Violate Youtubes Terms of Service' નો મેસેજ બતાવીને વીડિયો જોયા પહેલા એડ-બ્લોકર્સને બંધ કરવા માટે કહી રહ્યુ છે.

જોકે, યુટ્યૂબની આ વોર્નિંગની યુઝર્સ પર ખાસ અસર પડી નહીં. તેથી હવે યુટ્યૂબે બીજી રીતે તેને અપનાવવાનું શરૂ કરી દીધુ છે. આમાં કંપની તે યૂઝર્સ માટે પૂરી સાઈટની સ્પીડને સ્લો કરી રહી છે, જેના બ્રાઉઝરમાં એડ-બ્લોકર જોવા મળી રહ્યુ છે. રિપોર્ટ અનુસાર Redditના ઘણા યૂઝર્સે અચાનક યુટ્યૂબની સ્પીડ સ્લો થવાની વાત કહી છે. અમુક યુઝર્સને બાદમાં એ જાણ થઈ કે એડ-બ્લોકર્સને ડિસેબલ કરવાથી સાઈટની સ્પીડ નોર્મલ થવા જઈ રહી છે.

આટલા રૂપિયાથી સબસ્ક્રિપ્શન શરૂ થાય છે

ભારતમાં યુટ્યૂબ પ્રીમિયમના સબસ્ક્રિપ્શનની શરૂઆત 129 રૂપિયાથી થાય છે. જેમાં એડ-ફ્રી-કન્ટેન્ટ સ્ટ્રીમિંગની સાથે બેકગ્રાઉન્ડ પ્લેબેક ફીચર ઓફર કરવામાં આવી રહ્યુ છે. કંપની પોતાનો ફેમિલી પ્લાન 189 રૂપિયા પ્રતિ મહિનામાં આપી રહી છે. જેમાં એકસાથે પરિવારના 5 લોકો એક એકાઉન્ટથી એડ વિના યુટ્યૂબ વીડિયો જોઈ શકે છે. યુટ્યૂબ પ્રીમિયમના એન્યુઅલ સબસ્ક્રિપ્શન માટે તમારે 1159 રૂપિયા ખર્ચ કરવા પડશે.


Google NewsGoogle News