હોળીમાં દારૂ પીને કે નશો કરીને માહોલ બગાડનારા હિરણ્યકશ્યપની જાતિના: પ્રેમાનંદ મહારાજ
Image: Facebook
Premanand Maharaj: હોળીનો તહેવાર દર વર્ષે ફાગણ મહિનાની પૂનમે ધામધૂમથી ઊજવવામાં આવે છે. આ તહેવાર રંગો, પ્રેમ અને ભાઈચારાનું પર્વ છે. આ દિવસે લોકો ખૂબ હોળી રમે છે અને એકબીજાને ગુલાલ અને રંગ લગાવે છે. હોળીને ખરાબ પર સારાની જીતના તહેવાર તરીકે પણ સેલિબ્રેટ કરવામાં આવે છે.
હિરણ્યકશ્યપ પ્રજાતિના છે આ લોકો
ઘણાં લોકો હોળી તો મનાવે છે પરંતુ તે આ દિવસે દારૂ અને નશાનું પણ સેવન કરે છે અને બાદમાં સમાજના માહોલને પણ ખરાબ કરવા લાગે છે. અમુક લોકો તો આ દિવસે એકબીજાના ચહેરા પર કાળી શાહી લગાવે છે અને નાળામાં પાડી દે છે. આવા લોકોને પ્રેમાનંદ મહારાજે હિરણ્યકશ્યપ પ્રજાતિના ગણાવ્યા છે.
હોળી મનાવવાની સાચી રીત?
પ્રેમાનંદ મહારાજના જણાવ્યા અનુસાર હોળી એકબીજાની સાથે પ્રેમથી રમવી જોઈએ. આ દિવસે તમે એકબીજાને ગુલાલ લગાવો અને ભગવાનને ભોગ લગાવીને તેને પ્રસાદ તરીકે ગ્રહણ કરો. તેમણે સમસ્ત દેશવાસીઓને હોળીના દિવસે કોઈ પણ પ્રકારનો નશો ન કરવાની પણ અપીલ કરી. નશો કોઈ પણ ઉત્સવને ખરાબ કરી શકે છે.
હોળીને શાંતિથી સેલિબ્રેટ કરો
હોળીને શાંતિથી સેલિબ્રેટ કરવી જોઈએ. આ દિવસે એકબીજાને પ્રેમ ભાવથી ગુલાલ લગાવવો જોઈએ અને ભગવાનને મીઠાઈથી ભોગ લગાવવો જોઈએ અને એકસાથે બેસીને ભજન ગાવા જોઈએ. તેમણે લોકોને અપીલ કરતાં કહ્યું કે આ દિવસે ભગવાનનું નામ લેતાં હોળીનો આનંદ લેવો જોઈએ.