Get The App

‘જીવનભર VVIP ટ્રીટમેન્ટ લેનારાઓ મહાકુંભ અંગે ખોટો પ્રચાર કરી રહ્યા છે’ CM યોગીના અખિલેશ પર પ્રહાર

Updated: Feb 11th, 2025


Google News
Google News
‘જીવનભર VVIP ટ્રીટમેન્ટ લેનારાઓ મહાકુંભ અંગે ખોટો પ્રચાર કરી રહ્યા છે’ CM યોગીના અખિલેશ પર પ્રહાર 1 - image


Mahakumbh 2025 : ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (Uttar Pradesh CM Yogi Adityanath) પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિએ આજે શ્રદ્ધાંજલી અર્પી હતી. તેમણે કહ્યું કે, પંડિત દીનદયાળ ઉપાધ્યાયએ અંત્યોદય માટે કરેલો વિચાર આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સાકાર થઈ રહ્યો છે. આ દરમિયાન તેમણે મહાકુંભનો ખોટો પ્રચાર કરી રહેલા લોકો પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ(Akhilesh Yadav)નું નામ લીધા વગર કહ્યું કે, ‘નકારાત્મક ફેલાવનારા લોકો હંમેશા નરાકારાત્મક ફેલાવશે અને આ તે જ લોકો છે, જેઓએ હંમેશા VVIP કલ્ચરમાં જ પોતાનું જીવન જીવ્યું છે. આ લોકો સનાતન વિરુદ્ધ ખોટો પ્રચાર કરી રહ્યા છે.’

29 દિવસમાં 45 કરોડ લોકોએ સ્નાન કર્યું

મુખ્યમંત્રી યોગીએ પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિએ આજે શ્રદ્ધાંજલી અર્પી હતી. ત્યારબાદ કહ્યું કે, ‘મહાકુંભમાં 29 દિવસમાં 45 કરોડ લોકોએ સ્નાન કર્યું છે. જેઓ નકારાત્મકતા ફેલાવશે, તેઓ હંમેશા તેવું જ કરશે. પંડીત દીનદયાળનો અંત્યોદયનો વિચાર હતો. તેમણે આ વિચાર થકી સ્વતંત્ર ભારતને એક નવું વિઝન આપ્યું, પરંતુ તે સમયની સરકારોએ તેમના વિઝન પર કામ ન કર્યું. તે સમયની સરકારોએ ગરીબી દૂર ન કરી, પરંતુ છેલ્લા 11 વર્ષમાં વડાપ્રધાન મોદીએ જે વાત કહી, તે પૂરી કરી. તેમણે સૌનો સાથ, સૌનો વિકાસનું સૂત્ર આપ્યું.

આ પણ વાંચો : મહાકુંભમાં ચક્કાજામ બાદ CM યોગીની તાબડતોબ બેઠક, મેળા ક્ષેત્રમાં ગાડીઓનો પ્રવેશ બંધ

CM યોગીએ PM મોદીના કર્યા ભરપૂર વખાણ

તેમણે કહ્યું કે, ‘પીએમ મોદીએ પંડિત દીનદયાળની વિચારધારાને આગળ વધારવા માટે ચાર કરોડ લોકોને મફત મકાનો આપ્યા, 12 કરોડ લોકોના ઘરોમાં શૌચાલય બનાવી આપ્યા. 10 કરોડ લોકોને પીએમ ઉજ્જવલા યોજના સાથે જોડ્યા, 50 કરોડ લોકોને આયુષ્યમાન ભારતનું કાર્ડ મળ્યું, સંકટ સમયે 80 કરોડ લોકોને મફત રાશન આપ્યું. આવી સ્થિતિમાં કેટલાક લોકો નકારાત્મક વિચારો ફેલાવી રહ્યા છે.’

સનાતન વિરુદ્ધ ખોટો પ્રચાર કરી રહ્યા છે : યોગી

તેમણે કડક શબ્દોમાં કહ્યું કે, ‘કેટલાક લોકો મહાકુંભ પર સવાલો ઉઠાવી રહ્યા છે અને કહે છે કે, VVIP કલ્ચર પર વધુ ધ્યાન કેન્દ્રીત કરાઈ રહ્યું છે, પરંતુ મહાકુંભમાં 29 દિવસમાં 45 કરોડ લોકોએ સ્નાન કર્યું છે. જેઓ નકારાત્મકતા ફેલાવતા રહે છે, તેઓ હંમેશા નકારાત્મકતા જ ફેલાવશે અને આ તે લોકો છે, જેઓએ પોતાનું જીવન હંમેશા VVIP કલ્ચરમાં જીવ્યું. આ લોકો સનાતન વિરુદ્ધ ખોટો પ્રચાર કરી રહ્યા છે.

આ પણ વાંચો : અયોધ્યા-કાશીમાં શાળાઓ બંધ, UPના 17 જિલ્લામાં કડક દિશા-નિર્દેશ: મહાકુંભમાં ક્રાઉડ મેનેજમેન્ટનો નવો પ્લાન

Tags :
PrayagrajMahakumbh-2025CM-Yogi-Adityanath

Google News
Google News