'જેમને હોળીના રંગોથી તકલીફ તે દેશ છોડીને જતા રહે...' યુપીના કેબિનેટમંત્રીનું વિવાદિત નિવેદન
Image: Facebook
Sanjay Nishad Controversial Statement: ઉત્તર પ્રદેશના કેબિનેટ મંત્રી અને નિષાદ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ સંજય નિષાદે હોળીના તહેવાર પર મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે 'જે લોકોને હોળીના રંગોથી તકલીફ છે, તે દેશ છોડીને જતા રહે. અમારી પાર્ટી નિષાદ સમુદાયને એક કરવા માટે નિરંતર પ્રયત્ન કરી રહી છે અને ભાજપમાં રહેતાં પણ નિષાદ પાર્ટી પોતાની ઓળખ બનાવી રાખશે. અમારી પાર્ટી સમાજના હિતમાં કામ કરતી રહેશે.'
આ સિવાય તેમણે આગામી ચૂંટણીને લઈને દાવો કર્યો કે નિષાદ સમાજનું સમર્થન કરનાર ભાજપને મજબૂત કરવાની ઈચ્છાની સાથે તેમની પાર્ટી આગળ વધશે જ્યારે અસ્થિરતા ફેલાવનારી કોઈ પણ રણનીતિને નિષ્ફળ કરવામાં આવશે.
આ પણ વાંચો: રાજસ્થાનની એવી જગ્યાઓ જ્યાં રંગોથી નહીં પરંતુ અનોખી રીતે થાય છે હોળીની ઉજવણી
હોળી અને જુમ્માની નમાજ પર નિવેદન
હોળી અને જુમ્માની નમાજ એક જ દિવસે છે તેની પર તેમણે કહ્યું, 'જુમ્મા વાળા પણ ગળે મળે છે અને હોળી મનાવવા વાળા પણ ગળે મળે છે. બંનેનો ગળે મળવું અને ખુશી વહેંચવાનો તહેવાર છે. અમુક એવા રાજનેતા છે જે ગળે મળવા દેતાં નથી, તેમાં ઝેર ઘોળે છે, આ તે લોકો માટે મેસેજ છે. કેટલા રંગ આજ વિશેષ વર્ગ ઉપયોગ કરે છે. રંગબેરંગી વસ્ત્રો પહેરે છે. કેટલા રંગોથી ઘર રંગે છે. રંગથી ક્યારેય તે વર્ગ દૂર રહેતો નથી પરંતુ આ નેતા છે જે એકબીજા પ્રકારના રંગનું ઝેર ઘોળીને કામ કરવાનું ઈચ્છે છે.
તહેવાર ખુશીઓ વહેંચવાનો છે
હોળીના ઉલ્લાસ પર તેમણે કહ્યું, 'જો દેશની અર્થવ્યવસ્થા સુધરે છે, તો ખુશી આપમેળે આવી જાય છે. આમ પણ ભારતીય સભ્યતામાં તહેવાર ખુશીઓ વહેંચવાનો છે. તહેવાર લોકોના જીવનમાં ખુશીઓ લાવવા અને એકબીજાને ગળે મળવાનો છે. તહેવાર એક એવી તક હોય છે જે નાની-મોટી કડવાશને ગળે મળીને દૂર કરે છે. આ સૌભાગ્ય છે કે આપણા જેવા લોકો ભારતમાં જન્મ્યા છે. આપણે દરેક તહેવારમાં એકબીજાને ગળે મળીએ છીએ અને એકબીજાને ખુશીઓ વહેંચીએ છીએ.'