Get The App

સ્પીકરપદ માટે આંધ્રપ્રદેશના આ મહિલા નેતાનું ચર્ચાતું નામ, નાયડુ સાથે છે ખાસ સંબંધ

ડી પુરેંદેશ્વરી આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી સ્વ એનટી રામારાવની પુત્રી છે.

ઇન્ડિયા ગઠબંધન ભાજપ નહી ટીડીપીના સ્પીકરને સમર્થન માટે રાજી છે

Updated: Jun 11th, 2024


Google NewsGoogle News
સ્પીકરપદ માટે આંધ્રપ્રદેશના આ મહિલા નેતાનું  ચર્ચાતું નામ, નાયડુ સાથે છે ખાસ સંબંધ 1 - image


અમરાવતી,, ૧૧ જૂન,૨૦૨૪,મંગળવાર 

લોકસભા ચુંટણીના પરિણામો પછી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ (નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ)ની સરકાર અને મંત્રીમંડળના ખાતાઓની પણ ફાળવણી થઇ છે. હવે સૌની નજર લોકસભાના સ્પીકર કોણ બનશે તેના પર સૌનું ધ્યાન કેન્દ્રીત થયું છે સ્પીકર ખૂબ મહત્વનું પદ છે તેમના દ્વારા સંસદના સત્ર દરમિયાન લોકસભાની થતી કાર્યવાહીનું નિયમન થતું હોય છે. ચુંટણી પરિણામોમાં ભાજપને એકલે હાથે બહુમતિ ના મળતા એનડીએના ઘટક પક્ષ તરીકે ચંદ્રબાબુ નાયડુ (ટીડીપી આંધ્રપ્રદેશ) અને નિતિશકુમાર( બીજેડી- બિહાર) નું સરકારમાં મહત્વ વધ્યું છે. 

સ્પીકર પદ માટે આંધપ્રદેશ ભાજપના પ્રદેશ અધ્યક્ષ દગ્ગુબતી પુરંદેશ્વરી (ડી પુરેંદેશ્વરી)નું નામ ચર્ચાઇ રહયું છે.  પુરંદેશ્વરીને ટીડીપીના અધ્યક્ષ ચંદ્રબાબુ નાયડુ સાથે પણ નાતો છે. ૨૨ જાન્યુઆરી ૧૯૫૯માં જન્મેલી ડી પુરંદેશ્વરી આંધ્રપ્રદેશના  પૂર્વ મુખ્યમંત્રી સ્વ એનટી રામારાવની પુત્રી છે. એનટી રામારાવ ચંદ્રબાબુ નાયડુના સસરા થતા હતા. ડી પુરંદેશ્વરી પોતાની ધારદાર ભાષણશૈલીના કારણે દક્ષિણ ભારતની સુષ્મા સ્વરાજ ગણવામાં આવે છે. 

ચંદ્રબાબુ નાયડુએ જયારે સસરા એનટી રામારાવ સામે બળવો કરીને મુખ્યમંત્રી પદ સંભાળ્યું હતું ત્યારે પુરંદેશ્વરીએ નાયડુને સમર્થન કર્યુ હતું. પારીવારિક સંબંધ અને રાજકિય ગઠબંધનની દ્વષ્ટીએ પણ ચંદ્રબાબુ નાયડુ સાથે પુરંદેશ્વરી નજીક હોવાથી જો ભાજપ સ્પીકર તરીકે નામ આગળ ધરે તો નાયડુ પણ વિરોધ કરશે નહી એવું માનવામાં આવી રહયું છે બીજી બાજુ ઇન્ડિયા ગઠબંધને ભાજપ નહી પરંતુ ટીડીપીના કોઇ નેતાને લોકસભાનું સ્પીકરપદ ઓફર કરવામાં આવશે તો સમર્થન આપશે એવી જાહેરાત કરી છે.


Google NewsGoogle News