માત્ર 25 વર્ષની વયે સાંસદ બની આ મહિલાએ રચ્યો ઈતિહાસ, જૂનો ડાન્સ વીડિયો વાયરલ, લોકોએ કહ્યું- શાબાશ
Image: Facebook
Sanjana Jatav: રાજસ્થાનના ભરતપુરથી સંજના જાટવે જીત મેળવીને રેકોર્ડ બનાવી દીધો છે. તે સૌથી નાની ઉંમરમાં સાંસદ બની ચૂકી છે. હાલ આ સૌથી નાની ઉંમરની સાંસદનો એક ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
લોકસભા ચૂંટણી 2024ના પરિણામ સ્પષ્ટ થઈ ચૂક્યા છે. હવે સામે આવી ચૂક્યુ છે કે આખરે જનતાના મનમાં શું હતું. દરમિયાન એક નામની ચર્ચા ચારેબાજુએ થઈ રહી છે અને આ નામ છે સંજના જાટવ. સંજના ભરતપુર બેઠકથી કોંગ્રેસની ઉમેદવાર હતી ત્યાં તેણે જીત પ્રાપ્ત કરીને મુખ્યમંત્રી ભજન લાલ શર્માને હરાવી દીધા. ભજન લાલ શર્મા પોતાનો ગૃહ જિલ્લો પણ સંભાળી ન શક્યા. હવે સંજનાનું નામ ચર્ચામાં છે. કેમ કે તે સૌથી નાની ઉંમરની સાંસદ બની ચૂકી છે. તે 25 વર્ષની છે.
સંજનાનો જૂનો વીડિયો વાયરલ
એક બાજુ સંજનાની જીતની ચર્ચા છે તો બીજી તરફ તેના ડાન્સનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સંજના મસ્તીમાં ખૂબ ડાન્સ કરતી નજર આવી રહી છે. હરિયાણવી ગીત પર સંજનાનો ડાન્સ લોકોને ખૂબ ઈમ્પ્રેસ કરી રહ્યો છે કેમ કે સંજના એકલી નથી પરંતુ અમુક અન્ય મહિલાઓની સાથે નાચી રહી છે. તમામ મહિલાઓ લાંબો ઘૂંઘટ કાઢીને મસ્તીમાં નાચતી જોવા મળી રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયા યૂઝર્સનું ધ્યાન ખેંચી રહ્યો છે અને લોકો સંજનાના ખૂબ વખાણ કરી રહ્યાં છે. ભરતપુર લોકસભાથી સંજના જાટવે માત્ર ભાજપને નહીં પરંતુ મુખ્યમંત્રી ભજનલાલ શર્માને હરાવ્યા છે. જેમનો આ ગૃહ જિલ્લો છે.