Get The App

159 મતદાર ધરાવતા આ ગામ સુધી ચાલીને જવું પડે, 3-4 દિવસ લાગે, હેલિકોપ્ટરથી EVM પહોંચાડાયા

Updated: May 16th, 2024


Google NewsGoogle News
159 મતદાર ધરાવતા આ ગામ સુધી ચાલીને જવું પડે, 3-4 દિવસ લાગે, હેલિકોપ્ટરથી EVM પહોંચાડાયા 1 - image


Image: Facebook

Lok Sabha Elections 2024: લોકસભા 2024ની ચૂંટણીમાં સાત તબક્કામાંથી ચાર તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. ત્રણ તબક્કાનું મતદાન થવાનું બાકી ત્યારે ચૂંટણીપંચ દ્વારા મતદાનને લઈને તમામ તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ વચ્ચે હિમાચલના બૈજનાથમાં એક એવું ગામ છે જે રાજ્યનું સૌથી સુંદર ગામ છે જ્યાં પહોંચવામાં 3થી 4 દિવસ લાગે છે. આ ગામમાં વોટિંગ માટે ચૂંટણી પંચે ખાસ વ્યવસ્થા કરી છે અને વોટિંગ મશીનોને હેલિકોપ્ટરથી મોકલવામાં આવી રહ્યાં છે. 

અહીં હજુ સુધી નેતા વોટ માગવા પહોંચ્યા નથી

લોકસભાની ચૂંટણીના બાકીના ત્રણ તબક્કાના મતદાન માટે પ્રચાર અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. ઉમેદવારથી લઈને સ્ટાર પ્રચારક અને નેતા વોટ માગવા માટે ડોર-ટુ-ડોર કેમ્પેઈન ચલાવી રહ્યાં છે. આ સૌની વચ્ચે હિમાચલ પ્રદેશનું એક ગામ એવું છે જ્યાં આજ સુધી કોઈ પણ નેતા વોટ માગવા માટે હજુ સુધી પહોંચ્યા નથી. આ ગામ હિમાચલ પ્રદેશના બૈજનાથમાં છે જેનું નામ બારા ભાંગલ છે. જેના લગભગ159 મતદારો માટે હેલીકોપ્ટરથી ઈવીએમ મશીનો મોકલવામાં આવી રહ્યા છે. બૈજનાથના અતિ દુર્ગમ વિસ્તાર ભાંગલમાં આજ સુધી કોઈ પણ નેતા ચૂંટણી પ્રચાર કે વોટ માંગવા આવ્યા નથી. તેનું કારણ અહીં સુધી પહોંચવાના અઘરા અને દુર્ગમ રસ્તા છે. બારા ભાંગલ ગામ સુધી પગપાળા પહોંચવામાં 3થી 4 દિવસનો સમય લાગે છે.

2011માં પહેલી વખત પહોંચ્યા હતા ધૂમલ

વર્ષ 2011માં બારા ભાંગલ પંચાયતમાં પહેલી વખત તત્કાલીન મુખ્યમંત્રી પ્રેમ કુમાર ધૂમલ, તત્કાલીન વૂલ ફેડરેશન અધ્યક્ષ ત્રિલોક કપૂર હેલિકોપ્ટરના માધ્યમથી પહોંચ્યા હતા અને લોકોને સંબોધિત કર્યા હતા. તે બાદ 2018માં પહેલી વખત તત્કાલીન બૈજનાથ ધારાસભ્ય મુલ્ખ રાજ પ્રેમીએ હેલિકોપ્ટરના માધ્યમથી બારા ભાંગલનો પ્રવાસ કર્યો. જોકે, અત્યાર સુધી કોઈ પણ નેતા વોટિંગના સમયે પ્રચાર કરવા પહોંચ્યા નહોતા. હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાની સૌથી દુર્ગમ પંચાયત બારા ભંગાલમાં વર્તમાનમાં રહેવાસી 159 મતદાતાઓને લોકસભા ચૂંટણીમાં મતદાનની સુવિધા પ્રદાન કરવા માટે જિલ્લા તંત્રએ પહેલા જ પોલિંગ પાર્ટી મોકલી દીધી છે. તંત્રએ ત્યાં ચૂંટણીની તમામ તૈયારીઓ પૂરી કરી લીધી છે.

પહેલી જૂને વોટિંગ

આ ગામ શિયાળામાં રાજ્યના બાકી ભાગોથી કપાયેલું રહે છે, મોટાભાગના રહેવાસી ત્યાંથી બીજા ગામમાં જતા રહે છે. હિમાચલ પ્રદેશની 4 બેઠકો માટે એક જ તબક્કામાં વોટિંગ થવાનું છે, જે સાતમો એટલે કે અંતિમ તબક્કો છે. જે પહેલી જૂને થવાનું છે, જેમાં કાંગડા, મંડી, હમીરપુર અને શિમલાની બેઠકો સામેલ છે.

આ પણ વાંચો : લોકસભા ઈલેક્શનની ગુજરાતના કોઈ ડિજિટલ પ્લેટફૉર્મમાં નથી એવી માહિતી માત્ર ગુજરાત સમાચાર પર


Google NewsGoogle News