'જો જીતા વહી સિકંદર' કહેવત બદલાઈ! ઉજ્જૈનની આ યુનિવર્સિટીએ કહ્યું - હવે 'જો જીતા વહી સમ્રાટ વિક્રમાદિત્ય
યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ક્હ્યું સમ્રાટ વિક્રમાદિત્ય આપણા માટે આદર્શ
વિક્રમ યુનિવર્સિટીમાં ભણતા બાળકો માટે આ કહેવત બદલવામાં આવી
Image : Official |
તમે હંમેશા એક કહેવત સાંભળી હશે - 'જો જીતા વહી સિકંદર પરંતુ ઉજ્જૈનની વિક્રમ યુનિવર્સિટીએ આ કહેવતને બદલી નાખી છે. આ યુનિવર્સિટીમાં કહેવામાં આવશે કે જો જીતા વહી સમ્રાટ વિક્રમાદિત્ય. યુવાનોને પ્રેરણા મળે તે માટે આમ કરવામાં આવી રહ્યું છે.
આ બદલાયેલી કહેવત અંગે વિક્રમ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અખિલેશ કુમાર પાંડેએ જણાવ્યું હતું કે સિકંદર આપણા યુવાનો માટે કેવી રીતે આઇકોન બની શકે? સમ્રાટ વિક્રમાદિત્ય આપણા માટે આદર્શ છે. યુવાનો માટે પ્રેરણા છે માટે જ અમે આ કહેવતને બદલી રહ્યા છીએ. અમે જો જીતા વહી સમ્રાટ વિક્રમાદિત્ય કહેવત બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.
ઉજ્જૈન શહેર સમ્રાટ વિક્રમાદિત્યના નામથી ઓળખાય છે અને તેથી જ તેમના નામ પરથી વિક્રમ સંવત રાખવામાં આવ્યું છે. હવે ઉજ્જૈન શહેરમાં સ્થિત સમ્રાટ વિક્રમાદિત્યના નામવાળી વિક્રમ યુનિવર્સિટીમાં ભણતા બાળકો માટે આ કહેવત બદલવામાં આવી છે. સમ્રાટ વિક્રમાદિત્યએ કહેવતમાં સિકંદરનું સ્થાન લીધું છે.