ભારતના આ રાજ્યમાં છે સૌથી વધુ મંદિરો, અહીં આવેલા છે લગભગ 40,000 મંદિરો
સૌથી વધુ મંદિરો દક્ષિણ ભારતમાં આવેલા છે
This state has most temples: હિન્દુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી, જૈન, પારસી એમ અનેક ધર્મના લોકો ભારતમાં વસે છે. જેમાંથી સૌથી મોટી સંખ્યામાં લોકો હિન્દુ ધર્મનું પાલન કરે છે. જેની સંખ્યા 97 કરોડ એટલે કે ભારતની કુલ વસ્તીના 79 ટકા છે. જેના કારણે ભારતમાં ઘણા મંદિરો છે. પરંતુ શું તમને ખબર છે ભારતના ક્યાં રાજ્યમાં સૌથી વધુ મંદિરો આવેલા છે?
સૌથી વધુ મંદિરો છે તમિલનાડુમાં
સૌથી વધુ મંદિરોની વાત કરીએ તો તે દક્ષિણ ભારતમાં છે. દક્ષિણ ભારતીય રાજ્ય તમિલનાડુમાં સૌથી વધુ મંદિરો છે. એક અંદાજ મુજબ, તમિલનાડુમાં લગભગ 40,000 મંદિરો છે. આમાંના ઘણા મંદિરો સો વર્ષ જૂના છે. આ કારણે તમિલનાડુને મંદિરોનું રાજ્ય પણ કહેવામાં આવે છે. આ ઉપરાંત દક્ષિણના લોકો સ્વભાવે ખૂબ જ ધાર્મિક હોય છે. તેમજ ભારતના મોટાભાગના ધનિક મંદિરો પણ દક્ષિણ ભારતમાં આવે છે. આંધ્ર પ્રદેશમાં સ્થિત તિરુપતિ બાલાજી મંદિર તેમજ કેરળમાં આવેલું પદ્મનાભ મંદિર હિન્દુઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ પૂજા સ્થળ છે. ત્યાં કરોડો ભક્તો પહોંચે છે.
તમિલનાડુના પ્રખ્યાત મંદિર
તમિલનાડુમાં ઘણા પ્રખ્યાત મંદિરો છે. જ્યાં લાખો ભક્તો જાય છે. મદુરાઈમાં આવેલું મીનાક્ષી મદુરાઈ મંદિર ઘણું પ્રખ્યાત છે. આ મંદિરનો ઈતિહાસ 3500 વર્ષ જૂનો હોવાનું કહેવાય છે. આ મંદિર ભગવાન શિવ અને માતા પાર્વતીનું છે. રામેશ્વરમ સ્થિત રામનાથ સ્વામી મંદિરનું પણ ભક્તો માટે વિશેષ મહત્વ છે. 12 જ્યોતિર્લિંગોમાંથી એક અહીં મોજુદ છે. આ સાથે ચિદમ્બરમ સ્થિત નટરાજ મંદિર અને ચેન્નાઈ સ્થિત કપાલેશ્વર મંદિર પણ ભક્તોની ભક્તિનું મુખ્ય કેન્દ્ર છે.