ઓક્ટોબરમાં પડી રેકોર્ડબ્રેક ગરમી! 1951 બાદ સૌથી ગરમ રહ્યો મહીનો, આ દિવસથી શરૂ થશે ઠંડીની શરૂઆત
Weather Forecast: સામાન્ય રીતે ઓક્ટોબરમાં ગુલાબી ઠંડીની શરૂઆત થઈ જાય છે, પરંતુ આ વર્ષે આ મહિનાએ ખાસ રેકોર્ટ બનાવ્યો છે. હવામાન વિભાગે શુક્રવારે (1 નવેમ્બર 2024) જણાવ્યું કે, આ વર્ષે ઓક્ટોબર દેશમાં અત્યાર સુધીનો સૌથી ગરમ મહિનો રહ્યો છે.
મધ્ય ભારત (મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને છત્તીસગઢના અમુક ભાગ) ઓક્ટોબરમાં સરેરાશ તાપમાન ચાર્ટથી આગળ રહ્યાં, જે રેકોર્ડ અનુસાર, સૌથી ગરમ રહ્યું. જોકે, ઉત્તર-પશ્ચિમ ભારતે 1901 બાદથી બીજો સૌથી ગરમ મહિનો હોવાનો રેકોર્ડ બનાવ્યો છે.
26.92 રહ્યું ઓક્ટોબરનું સરેરાશ તાપમાન
હવામાન વિભાગ અનુસાર, ભારતમાં આ વખતે ઓક્ટોબર 1901 બાદ સૌથી ગરમ રહ્યો છે. આ મહિનામાં સરેરાશ તાપમાન સામાન્ય રીતે 1.23 ડિગ્રી સેલ્સિયસથી વધારે નોંધાયું હતું. ભારતીય હવામાન વિભાગ (IMD)ના ડિરેક્ટર જનરલ મૃત્યુંજય મહારપાત્રએ જણાવ્યું કે, ઓક્ટોબરમાં સામાન્ય તાપમાન 26.92 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જે 1901 બાદ સૌથી ગરમ તાપમાન છે. જોકે, સામાન્ય તાપમાન 25.69 ડિગ્રી સેલ્સિયસ હોય છે. ન્યૂનતમ તાપમાન પણ આખા દેશના સામાન્ય તાપમાન 20.01 ડિગ્રી સેલ્સિયસની સરખામણીએ 21.85 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.
દિલ્હીમાં 35.1 રહ્યું ઓક્ટોબરનું સરેરાશ તાપમાન
દિલ્હીની વાત કરીએ તો ઓક્ટોબરમાં ગરમીએ છેલ્લા 73 વર્ષનો રેકોર્ડ તોડી દીધો છે. દિલ્હીના સફદરગંજ હવામાન કેન્દ્ર અનુસાર, 1951 બાદ આ વર્ષે ઓક્ટોબર મહિનામાં સૌથી વધુ ગરમી પડી છે. આ વર્ષે ઓક્ટોબરમાં રાજધાનીનું મહત્તમ તાપમાન 35.1 ડિગ્રી સેલ્સિયસ રહ્યું. આ પહેલાં વર્ષ 1951માં સૌથી વધું તાપમાન 36.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
નવેમ્બરના બીજા અઠવાડિયે શરૂ થશે સામાન્ય ઘટાડો
ભારતીય હવામાન વિભાગનું કહેવું છે કે, નવેમ્બરના પહેલાં બે અઠવાડિયામાં દેશના ઘણાં ભાગમાં સામાન્યથી વધારે તાપમાન શરૂ રહી શકે છે. બીજા અઠવાડિયામાં સામાન્ય ઘટાડો અઇને મહિનાના બાકીના દિવસોમાં તાપમાનમાં ધીમે-ધીમે ઘટાડો થવાની સંભાવના છે.
શું છે કારણ?
હવામાનશાસ્ત્રીઓનું કહેવું છે કે, ઠંડી ન આવવાનું કારણ લા નીના ની ગેરહાજરી છે. હકીકતમાં, તે મધ્ય અને પૂર્વ-મધ્ય ભૂમધ્યરેખીય પ્રશાંત ક્ષેત્રમાં સમુદ્રની સપાટીના તાપમાનના સમયાંતરે ઠંડુ હોવા સાથે જોડાયેલી એક જળવાયુ ઘટના છે, જે હજું સુધી વિકસિત નથી થઈ. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, નવેમ્બરના અંત અને ડિસેમ્બરની શરૂઆતમાં લા નીના બની શકે છે. પરંતુ એવું થાય છે તો આગળે (ડિસેમ્બર-ફેબ્રુઆરી)માં કડકડતી ઠંડી પડવાની સંભાવના છે.