Get The App

આ મુસ્લિમ ફિલ્મ મેકર કુંભમાં લગાવશે ડૂબકી, સોશિયલ મીડિયામાં વિવાદ જાગ્યો

જો આપ ભારતીય છો આપે બધુ જ મહેસુસ કરવું જોઇએ.

મહાકુંભમાં ડૂબકીને ભારતીય સંસ્કૃતિ સાથે સંબંધ છે

Updated: Jan 29th, 2025


Google NewsGoogle News
આ મુસ્લિમ ફિલ્મ મેકર  કુંભમાં લગાવશે  ડૂબકી, સોશિયલ મીડિયામાં વિવાદ જાગ્યો 1 - image


પ્રયાગરાજ,૨૯ જાન્યુઆરી,૨૦૨૫,બુધવાર 

ફિલ્મ મેકર અને ડાયરેકટર કબીરખાને પ્રયાગરાજમાં મહાકુંભમાં ડૂંબકી મારશે, મુસ્લિમ ધર્મ સાથે તાલ્લુક હોવા છતાં સંગમ સ્નાન કરવાનો નિર્ણય લીધો છે.  એક સમાચાર એજન્સીને કબીરખાને પોતાના નિર્ણય અંગે જણાવ્યું હતું કે મહાકુંભમાં ડૂબકીને ભારતીય સંસ્કૃતિ સાથે સંબંધ છે ૧૨ વર્ષમાં એક વાર આયોજન થતું હોવાથી હું ખૂબજ રોમાંચિત છું. મારી જાતને ખૂબજ ભાગ્યશાળી સમજુ છું. પવિત્ર સંગમમાં ડૂબકી પણ લગાવવાનો છું. આ બાબત હિંદુુ અને મુસલમાનો અંગેની નથી,

આ બાબત આપણા મૂળ,આપણા દેશ અને આપણી સભ્યતા સાથે સંકળાયેલી છે. આમાં કોઇ હિંદુ કે મુસ્લિમ નથી. જો આપ ભારતીય છો આપે બધુ જ મહેસુસ કરવું જોઇએ. જો કે કબીરખાને સોશિયલ મીડિયામાં કુંભમેળામાં રહેવાની અને સ્નાનની વાત સોશિયલ મીડિયામાં ચર્ચાનો પણ વિષય બની છે. સોશિયલ મીડિયામાં કેટલાકે ટ્રોલ કરવાની શરુઆત કરી છે. કેટલાકે તો એવી પણ કોમેન્ટ કરી છે કે આ હિંદુઓનો પર્વ છે મુસ્લિમોનો નહી. અમુકે તો અપકમિંગ ફિલ્મ માટેનો પબ્લિસિટી સ્ટંટ ગણાવીને ફિલ્મના પ્રમોશનનો આરોપ પણ લગાવ્યો છે. 

કબીરખાનને ભારતીય સમાજની વિવિધતા અને એકતા પર કેટલીક ફિલ્મો બનાવી છે  જેમાં બજરંગી ભાઇજાન, એક થા ટાઇગર અને  ટયૂબલાઇટ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.  રણવીરસિંહ અને દીપિકા પાદુકોણને લઇને સ્ટારર '૮૩' ફિલ્મનું નિર્દેશન પણ કર્યુ હતું. અગાઉ અનેક ફિલ્મી હસ્તીઓ કુંભમાં ડુબકી સ્નાન લગાવી ચુકી છે જેમાં અનુપમ ખેર, મિલિંદ સોમણ,કોરિયોગ્રાફર રેમો ડિસૂઝા, કોમેડિયન સુનિલ ગ્રોવર, અરુણ ગોવિલ અને હેમા માલિનીનો સમાવેશ થાય છે.



Google NewsGoogle News