પત્તું કપાયા બાદ પહેલીવાર મંચ પર દેખાયા ગાંધી પરિવારના આ નેતા, માતા માટે કર્યો ચૂંટણી પ્રચાર

Updated: May 23rd, 2024


Google NewsGoogle News
પત્તું કપાયા બાદ પહેલીવાર મંચ પર દેખાયા ગાંધી પરિવારના આ નેતા, માતા માટે કર્યો ચૂંટણી પ્રચાર 1 - image


Image: Facebook

Lok Sabha Elections 2024: માતા મેનકા ગાંધીનો ચૂંટણી પ્રચાર કરવા વરુણ ગાંધી ગુરુવારે સુલતાનપુર પહોંચ્યા. આ પહેલી વખત છે જ્યારે વરુણ પીલીભીતથી ટિકિટ કપાયા બાદ આ ચૂંટણીમાં જાહેર મંચ પર નજર આવ્યા.

ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે તે ભાજપ ઉમેદવાર મેનકા ગાંધીના વોટ માગી રહ્યા છે. પૂર્વાંચલ એક્સપ્રેસ વે થી કૂરેભાર પહોંચેલા વરુણનું કાર્યકર્તાઓએ ઉત્સાહભેર સ્વાગત કર્યું. તે ત્યાંથી શહેરની નજીક કસ્બા મહોલ્લામાં પહોંચ્યા, જ્યાં તેમણે સભાને સંબોધિત કરી.

વરુણે મેનકા ગાંધીની ખૂબ પ્રશંસા કરી

સભાને સંબોધિત કરતા વરુણ ગાંધીએ કહ્યુ, સમગ્ર દેશમાં 543 બેઠકો પર ચૂંટણી થઈ રહી છે. ઘણા સ્થળો પર મોટા અનુભવી લોકો ચૂંટણી લડી રહ્યા છે પરંતુ એક વિસ્તાર છે જ્યાંના સાંસદને ન કોઈ સાંસદજી બોલાવે છે, ન મંત્રીજી બોલાવે છે. સમગ્ર વિસ્તારના લોકો માતાજીના નામથી બોલાવે છે.

વરુણે કહ્યું, માતા પરમાત્માના બરાબર શક્તિ હોય છે, સમગ્ર દુનિયા સાથ આપે કે ન આપે માતા ક્યારેય સાથ છોડતી નથી. આજે હુ માત્ર પોતાની માતા માટે સમર્થન કરવા આવ્યો નથી પરંતુ સમગ્ર સુલ્તાનપુરની માતા માટે સમર્થન એકત્ર કરવા આવ્યો છુ.

જ્યારે અમે 10 વર્ષ પહેલા પહેલી વખત સુલતાનપુર ચૂંટણી લડવા આવ્યા હતા તો અહીંના લોકોએ કહ્યું કે અમેઠી અને રાયબરેલીમાં જે રોનક છે, અમે ઈચ્છીએ છીએ કે તે રોનક સુલતાનપુરમાં પણ આવે. આજે મારા માટે ઘણી ખુશીની વાત છે કે જ્યારે દેશમાં સુલતાનપુરનું નામ લેવામાં આવે છે તો તેનું નામ પ્રથમ શ્રેણીમાં લેવામાં આવે છે. 


Google NewsGoogle News