પોતાના કર્મચારીઓને માલિક બનાવશે આ IT કંપની, 150 લોકોને આપી ચૂકી છે કાર
Image Source: Freepik
- 2009 માં શરૂઆત કર્યા બાદ અમારી 1 કરોડ ડોલરની કંપની બની ગઈ છે: મુરલી વિવેકાનંદ
નવી દિલ્હી, તા. 03 જાન્યુઆરી 2024, બુધવાર
એક IT કંપનીએ અભૂતપૂર્વ નિર્ણય લીધો છે. તેણે કંપનીની એક તૃતીયાંશ માલિકી તેના કર્મચારીઓને આપવાનું એલાન કર્યું છે. Ideas2IT એ એલાન કર્યું છે કે તે લગભગ 8.5 અબજની કંપનીની માલિકીનો 33% હિસ્સો પોતાના કર્મચારીઓને ટ્રાન્સફર કરશે. કંપનીની 33% હિસ્સેદારીમાંથી 5% તે પસંદગીના 40 કર્મચારીઓને આપવામાં આવશે જેઓ કંપનીની સ્થાપના (2009) થી કંપનીની સાથે છે અને બાકી રહેલા 700 કર્મચારીઓને વહેંચવામાં આવશે. આ ઉપરાંત કંપની એવા 50 કર્મચારીઓને 50 કાર પણ આપી રહી છે જેમણે તેમની સાથે પાંચ વર્ષથી વધુ સમય સુધી તેમની સાથે કામ કર્યું છે.
Ideas2 ITના સ્થાપક મુરલી વિવેકાનંદને કહ્યું કે, 2009 માં શરૂઆત કર્યા બાદ અમારી 1 કરોડ ડોલરની કંપની બની ગઈ છે. અમે તેનું ફળ અમારા કર્મચારીઓ સાથે શેર કરવા માંગીએ છીએ. આ અમારી સંપત્તિ-શેરિંગ પહેલનો એક હિસ્સો છે. અમારી પાસે કુલ 750 કર્મચારી છે. કર્મચારીઓ લગભગ પોતાનો 30-40% સમય કંપનીને આપે છે.
કંપનીના જણાવ્યા પ્રમાણે આ 'કર્મચારી માલિકી કાર્યક્રમ' કર્મચારીઓને મૂલ્યવાન હિતધારકો બનાવશે. તેનાથી તેનું હિત સીધું કંપનીની લાંબા ગાળાની સફળતા સાથે જોડાઈ જશે. તેમણે કહ્યું કે, હવે અમારું મૂલ્ય 10 કરોડ ડોલર છે. અમારી પાસે ચાર વર્ષના સમયગાળામાં તેને ત્રણ ગણી કરવાની વ્યૂહરચના છે. મુરલી વિવેકાનંદન આ પહેલા સન, ઓરેકલ અને ગૂગલ સહિત અન્ય કંપનીઓમાં કામ કરી ચૂક્યા છે. તેઓ અમેરિકામાં રહે છે.
કંપનીના અધિકારીઓનું કહેવું છે કે, 8-15 લાખ રૂપિયાની કિંમતે અમે કર્મચારીઓને મારુતિ સુઝુકી પાસેથી પોતાની પસંદગીના વાહનો પસંદ કરવાની મંજૂરી આપી છે. આ વાહનો સંપૂર્ણ રીતે કર્મચારીના નામે રજીસ્ટ્રેશન થયેલા હશે. તેમાં કોઈ શરત નથી. કર્મચારીઓ માટે કોઈ ખર્ચ નથી. કંપનીએ જણાવ્યું કે, તેઓએ આ વખતે માત્ર 50 કાર આપી છે કારણ કે તેઓ 2022 સુધીમાં પાંચ વર્ષ પૂરા કરી ચૂકેલા કર્મચારીઓને 100 કાર આપી ચૂક્યા છે.