PF એકાઉન્ટમાં પિતાના નામમાં ભૂલ ઓનલાઈન સુધારી શકાય ? જાણો પ્રક્રિયા
નોકરી કરતાં દરેક લોકોનું PF ખાતું હોવુ જરુરી છે, દર મહિને પગારનો 12 ટકા હિસ્સો પીએફ ફંડમાં જમા થાય છે
Image EPFO web |
નોકરી કરતાં દરેક લોકોનું PF ખાતું હોવુ જરુરી છે, કારણ કે દર મહિને પગારનો 12 ટકા હિસ્સો પીએફ ફંડમાં જમા થાય છે. જેના કારણે વ્યક્તિનું ભવિષ્ય સુરક્ષિત રહે છે. પીએફ ખાતામાં જમા થયેલા રુપિયા તમારે જરુર પડે ત્યારે ઉપાડી પણ શકો છો. તેથી ઘણા લોકો માટે બચતનું આ યોગ્ય માધ્યમ છે. પરંતુ આ વચ્ચે તમને જણાવી દઈએ કે જો, તમારા પીએફ ખાતામાં દાખલ કરેલ માહિતીમાં કોઈ નાની- મોટી ભૂલ હશે તો મુશ્કેલીમાં મુકાઈ જશો. જો પીએફ એકાઉન્ટમાં તમારા પિતાના નામમાં ભૂલ હોય તો કઈ રીતે સુધારશો. આવો તેની પ્રક્રિયા સમજીએ.
આ રીતે કરો પિતાના નામમાં સુધારો
પીએફ એકાઉન્ટમાં તમારા પિતાના નામમાં સુધારો કરવા માટે સૌપ્રથમ એક સંયુક્ત ઘોષણા પત્ર જમા કરાવવાનું રહેશે. સંયુક્ત ઘોષણાપત્રનો અર્થ છે કે તમે જે કંપનીમાં કામ કરો છો, તે બંને સાથે મળીને એક એફિડેવિટ આપવામાં આવશે. તમારે આ ઘોષણા પત્ર ભર્યા પછી તમારે તેની સાથે કેટલાક દસ્તાવેજો પણ જોડવાના રહેશે. તે પછી તમારી કંપની અને તમારા દ્વારા ભરવામાં આવેલ ફોર્મને EPF ઓફિસમાં જમા કરાવવાનું રહેશે.
શું તે ઓનલાઈન કરી શકે છે?
વર્તમાન સમયમાં મોટાભાગની પ્રક્રિયાઓ લગભગ ઓનલાઈન થઈ ગઈ છે. તેથી પીએફ ખાતામાં પિતાનું નામ પણ ઓનલાઈન સુધારી શકાય છે. પરંતુ, EPFમાં તમને આ સુવિધા નહીં મળે. તેના માટે તમારે એક એફિડેવિટ જમા કરાવવું ફરજીયાત છે.
કયા કયા દસ્તાવેજો જરૂર પડશે?
જ્યારે તમારા પીએફ ખાતામાં પિતાનું નામ બદલવા ઈચ્છો છો. તો તેવા કિસ્સામાં તમારે તમારા આધારભૂત દસ્તાવેજો તરીકે માન્યતા પ્રાપ્ત બોર્ડની માર્કશીટ સાથે તમે કંપની દ્વારા કરેલ તમારું અને કંપનીનું સોગંદનામું જમા કરાવવાનું રહેશે. આ ઉપરાંત આધાર કાર્ડ અને જ્યાં કામ કરો છો ત્યાનું ઓળખ કાર્ડ. આ દરેક ડોક્યુમેન્ટ એકસાથે સબમિટ કરી શકો છો.