Get The App

કુંભમેળામાં આ વિખ્યાત બોલીવુડ અભિનેત્રીએ સંન્યાસ લીધો, મળ્યું મહા મંડલેશ્વરનું પદ

કિન્નર અખાડામાં પટ્ટાભિષેક વિધી કરવામાં આવી હતી.

હવે પછી તે આ અખાડાની સાધ્વી તરીકે ઓળખવામાં આવશે.

Updated: Jan 25th, 2025


Google NewsGoogle News
કુંભમેળામાં આ વિખ્યાત બોલીવુડ અભિનેત્રીએ  સંન્યાસ લીધો, મળ્યું મહા મંડલેશ્વરનું પદ 1 - image


પ્રયાગરાજ, 24 જાન્યુઆરી,2025 ,શુક્રવાર 

૧૪૪ વર્ષ પછી ગ્રહોનો યોગ બનતા પ્રયાગરાજના કુંભમેળામાં રોજ લાખો ભાવિકો પહોંચીને ડુબકી સ્નાન કરી રહયા છે. વિવિધ સંપ્રદાય અને પરંપરાના અખાડાઓ તથા સાધુ સંતો અને અનુયાયીઓ ભારતની ધાર્મિક અને આધ્યાત્મિક શકિતને ઉજાગર કરી રહયા છે.

અનેક જાણીતી હસ્તીઓ કુંભમેળામાં ભાગ લેતી જોવા મળે છે ત્યારે એક સમયની ફેમસ બોલીવુડ અભિનેત્રીએ મહાકુંભમાં સંન્યાસ ધારણ કર્યો છે. સંન્યાસી બન્યા પછી કિન્નર અખાડામાં મહા મંડલેશ્વરનું પદ આપવામાં આવ્યું છે. કિન્નર અખાડામાં મહા મંડલેશ્વર બનનારી આ અભિનેત્રીનું નામ મમતા કુલકર્ણી છે જેની કિન્નર અખાડામાં પટ્ટાભિષેક વિધી કરવામાં આવી હતી. હવે પછી તે અખાડાની સાધ્વી તરીકે ઓળખવામાં આવશે.

કુંભમેળામાં આ વિખ્યાત બોલીવુડ અભિનેત્રીએ  સંન્યાસ લીધો, મળ્યું મહા મંડલેશ્વરનું પદ 2 - image

પ્રાપ્ત માહિતી અનુસાર ફેમસ અભિનેત્રીએ મહાકુંભમાં સ્નાન કર્યા પછી સંગમ કિનારે પોતાના પૂર્વજોનું પીંડડાન કર્યુ હતું ત્યાર પછી કિન્નર અખાડાના આચાર્ય લક્ષ્મીનારાયણ ત્રિપાઠીએ મમતાને દીક્ષા આપી હતી. ચાદરપોશીની વિધી થયા પછી મમતા કુલકર્ણીને નેવું નામ શ્રી યામાઇ મમતાનંદ ગિરી આપવામાં આવ્યુ હતું. મમતા હવે પોતાના સાંસારિક નામના સ્થાને આ નવા નામથી ઓળખાશે. મમતાએ અગાઉ એક વીડિયો બહાર પાડયો હતો જેમાં સાધ્વી બન્યા પછી કાશી અને અયોધ્યાનો પ્રવાસ કરવાનું જણાવ્યું હતું. 

૧૯૯૨માં‘ તિરંગા' ફિલ્મથી બોલીવુડમાં અભિનયની શરુઆત કરી હતી. 

૨૦ એપ્રિલ ૧૯૭૨માં જન્મેલી પૂર્વ એકટ્રેસ અને મોડેલ મમતા કુલકર્ણીએ બોલીવુડમાં 'તિરંગા' ફિલ્મથી અભિનયની શરુઆત કરી હતી. ત્યાર બાદ ૧૯૯૩માં 'વકત હમારા હૈ''આશિક આવારા', ૧૯૯૪માં 'ક્રાંતિવીર', ૧૯૯૫માં 'કરન અર્જુન''સબ સે બડા ખિલાડી''આંદોલન', ૧૯૯૬માં બાઝી', ૧૯૯૬માં ૧૯૯૮માં ચાઇના ગેટ' અને ૨૦૦૧માં 'છુપા રુસ્તમ', એ મ્યુઝીકલ થ્રીલર વગેરે જાણીતી ફિલ્મોનો સમાવેશ થાય છે. 

કુંભમેળામાં આ વિખ્યાત બોલીવુડ અભિનેત્રીએ  સંન્યાસ લીધો, મળ્યું મહા મંડલેશ્વરનું પદ 3 - image

૨૦૦૨માં કભી હમ કભી હમ 'ફિલ્મમાં કામ કર્યુ હતું. કરન અર્જુન ફિલ્મનું ગીત' ઇક મુંડા મેરી ઉમ્રદા' ખૂબ ફેમસ થયું હતું. મમતાએ તમિલ,તેલુગુ,કન્નડ અને બંગાલી ભાષાની કેટલીક ફિલ્મોમાં પણ કામ કર્યુ હતું. જુન ૨૦૧૬માં મમતા કુલકર્ણીનું નામ ૨૦૦૦ કરોડના આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટ સાથે જોડાયેલું હતું. માફિયા વીકી ગોસ્વામી સાથે પાર્ટનર તરીકે તેનું નામ લાંબા સમય સુધી જોડાયેલું રહયું હતું. 


Google NewsGoogle News