યુવકે 'કેસરિયા તેરા ઈશ્ક...' ગીત 5 ભાષામાં ગાયું, પીએમ મોદી-આનંદ મહિન્દ્રાએ પણ કરી પ્રશંસા
પાંચ અલગ અલગ ભાષાઓમાં ફિલ્મ બ્રહ્માસ્ત્રનું ગીત કેસરિયા ગાઈ રહેલા આ વ્યક્તિનું નામ સ્નેહદીપ સિંહ છે
પીએમ મોદી અને આનંદ મહિન્દ્રાએ શેર કર્યો વિડિયો અને ટ્વિટ પણ કરી હતી
image : Twitter |
સોશિયલ મીડિયા પર આજના સમયમાં ક્યારે શું વાઈરલ થઈ જાય તે કહેવું મુશ્કેલ છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ બ્રહ્માસ્ત્ર ફિલ્મનું ગીત 'કેસરિયા તેરા ઈશ્ક...' પાંચ અલગ-અલગ ભાષાઓમાં ગાતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં તે વ્યક્તિએ આ ગીતને પાંચેય ભાષાઓમાં એટલી સુંદર અને અદ્ભુત રીતે ગાયું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને જાણીતા ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ પણ વીડિયો શેર કરીને તેની પ્રશંસા કરી છે.
પાંચ અલગ અલગ ભાષામાં ગાયું ગીત
પાંચ અલગ અલગ ભાષાઓમાં ફિલ્મ બ્રહ્માસ્ત્રનું ગીત કેસરિયા ગાઈ રહેલા આ વ્યક્તિનું નામ સ્નેહદીપ સિંહ છે. સ્નેહદીપે કેસરિયા ગીત મલયાલમ, તમિલ, તેલુગુ, કન્નડ અને હિન્દી ભાષામાં ગાયું છે. આ વીડિયોની ખાસ વાત એ છે કે સ્નેહદીપે આ ગીતને એવી રીતે ગાયું છે કે કોઈને ખબર પણ ન પડે અને ભાષા બદલાઈ જાય છે. જો કે વાયરલ થઈ રહેલો આ વીડિયો નવો નથી. આ વાયરલ રીલ ગયા વર્ષે જુલાઈમાં સ્નેહદીપ સિંહે તેના સોશિયલ એકાઉન્ટ પર શેર કરી હતી.
Just beautiful. This is what an UNBREAKABLE, united India sounds like… https://t.co/HkKSgrNa2y
— anand mahindra (@anandmahindra) March 17, 2023
પીએમ મોદી અને આનંદ મહિન્દ્રાએ શેર કર્યો વીડિયો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના ટ્વિટર પર વીડિયો શેર કરતા લખ્યું હતું કે, "પ્રતિભાશાળી સ્નેહદીપ દ્વારા આ શાનદાર રીતે અનુવાદિત ગીત સાંભળ્યું, મધુર હોવાની સાથે સાથે આ ગીત 'એક ભારત શ્રેષ્ઠ ભારત'ની ઉત્તમ અભિવ્યક્તિ છે....શાનદાર" આ સાથે આનંદ મહિન્દ્રાએ પણ સોશિયલ મીડિયા પર આ વીડિયોને રીટ્વીટ કર્યો અને લખ્યું, 'ખૂબ સુંદર... અખંડ ભારત બિલકુલ આના જેવું જ લાગે છે.' આ સિવાય ટ્વિટર યુઝર્સને પણ આ વીડિયો ખુબ જ ગમી રહ્યો છે. ઘણાં યુઝર્સ એવું પણ કહીં રહ્યા છે કે સ્નેહદીપને ફિલ્મોમાં ગાવાનો મોકો મળવો જોઈએ.