એવું શું થયું કે મધરાતે ભેંસ લઈને ભાગતા ચોરોએ જ પોલીસ બોલાવી, કહ્યું- સાહેબ બચાવી લો
Thieves called the Police in Bareilly: બરેલીના ભમોરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. ગૌસગંજ ગામમાં શુક્રવારે રાત્રે ચોરી કરવા આવેલા ચોરોને ગ્રામજનોએ ઘેરી લીધા હતા. એવામાં તેમને લાગ્યું કે જીવ જોખમમાં છે ત્યારે એક ચોરે ડાયલ 112 પર ફોન કરીને મદદ માટે વિનંતી કરી હતી. પીઆરવી કોન્સ્ટેબલ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. દરમિયાન ગ્રામજનોએ બે ચોરોને પકડી લીધા હતા. તેને સખત માર માર્યો.
શું હતો મામલો?
ભમોરા પોલીસ સ્ટેશન વિસ્તારના ગૌસગંજ ગામમાં શુક્રવારે રાત્રે રામસેવક પાલની આઠ ભેંસો ચોરાઈ ગઈ હતી. તમામ ભેંસોને ઢોરઢાંખરમાં બાંધી દેવામાં આવી હતી. રાત્રીના 1 વાગ્યાની આસપાસ રામસેવક જાગી ગયા ત્યારે ભેંસ ચોરાઈ ગઈ હતી. તે ગામના લોકોને સાથે ભેંસની શોધખોળ શરુ કરી ત્યારે ગામ નજીક શેરડીના ખેતરમાંથી અવાજ આવતા ખેતર ઘેરી લેવામાં આવ્યું હતું.
ચોરને માર પડતા પોલીસની માંગી મદદ
ગામના લોકોની ભીડ જોઈને કોન્સ્ટેબલે અલીગંજ પોલીસ સ્ટેશને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસે આવીને ગામલોકોના ટોળામાંથી ચોરોને છોડાવ્યા હતા. આ દરમિયાન પોલીસકર્મીઓને પણ માર પડ્યો હતો. એવામાં ત્રીજો ચોર પકડાતા ગામના લોકોએ એ ચોરને પણ ખૂબ માર માર્યો હતો. આ ત્રણેય ચોર અન્ય જિલ્લાના હોવાનું કહેવાય છે. ભમોરા પોલીસે ત્રણેય ચોરોની અટકાયત કરીને પૂછપરછ કરી રહી છે.
આ પણ વાંચો: મોટા નેતાઓમાં CM ઉમેદવાર બનવાની રેસથી કોંગ્રેસને થશે નુકસાન? મોવડી મંડળ નારાજ
કાંટાળા તારમાં ફસાઈ જવાથી પોલીસકર્મી ઘાયલ
ગામના લોકોથી ચોરોને બચાવતા જતા પોલીસકર્મીઓને ગામના લોકોના રોષનો શિકાર બન્યા હતા. એવામાં કેટલાક પોલીસકર્મીઓ કાંટાળા તારમાં ફસાઈ જતા ઘાયલ થયા હતા. ગામના લોકોનો એવો પણ આરોપ છે કે અલીગંજ પોલીસના રક્ષણમાં પશુ ચોરોની ટોળકી ચાલી રહી છે.