VIDEO: 'તેઓ મર્યા નથી, તેમને મોક્ષ મળ્યો છે', મહાકુંભમાં થયેલી નાસભાગ પર બાબા બાગેશ્વરનું નિવેદન
Image: Facebook
Baba Bageshwar: મધ્ય પ્રદેશના છતરપુર સ્થિત બાગેશ્વર ધામ સરકારના પીઠાધીશ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું કે જે કોઈ ગંગા કિનારે મરશે તે મરશે નહીં પરંતુ મોક્ષ પામશે. પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં 29 જાન્યુઆરીએ મૌની અમાવસ્યાની સવારે નીકળ્યા પહેલા અડધી રાત્રે મચેલી ભાગદોડમાં સરકારી નિવેદન અનુસાર 30 લોકોના મૃત્યુ થયા હતા. સરકારી દાવાથી અલગ ભાગદોડમાં જીવ ગુમાવનારના સમાચાર સમગ્ર દેશમાંથી આવી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર એક પ્રવચન સમારોહનો વીડિયો વાયરલ છે જેમાં મંચ પર હજુ પણ સાધુ-સંત બેઠા છે. વીડિયો ક્યાંનો છે, એ સ્પષ્ટ નથી પરંતુ મંચ પર સંત અને સામે શ્રોતાઓની ભીડથી આ પ્રયાગરાજ લાગી રહ્યું છે. આ સમારોહમાં ધીરેન્દ્ર શાસ્ત્રી ભાગદોડમાં મોતના સંદર્ભમાં કહી રહ્યા છે 'આજે હું કમેન્ટ વાંચી રહ્યો હતો. અમુક લોકોએ ફોન પણ કર્યા. અમુક અમારા મિત્ર છે કમ્યુનિસ્ટ બુદ્ધિના. અમને ફોન કરીને કહી રહ્યા હતા કે, બાબા હવે શું કહેશો, ચિઠ્ઠી ખોલશો. મે કહ્યું કે બિલકુલ ખોલીશું. તેમણે કહ્યું કે આટલા મહાત્મા, આટલા સાધુ, આટલા જપી, આટલી તપી, તેમ છતાં આ ઘટના પર તમારા શું વિચાર છે. મેં કહ્યું કે દેશમાં દરરોજ લોકો મૃત્યુ પામી રહ્યા છે. કરોડો લોકોના મોત થઈ રહ્યા છે. અમુક દવા વિના મરી રહ્યા છે. અમુક આરોગ્ય વ્યવસ્થા વિના મરી રહ્યા છે. અમુક હાર્ટ એટેકથી મરી રહ્યા છે. નક્કી રીતે આ જે ઘટના થઈ છે તે નિંદનીય છે. ખૂબ વિચિત્ર થઈ છે પરંતુ એક વાત જણાવો, આ મહાપ્રયાગ છે. મૃત્યુ સૌને આવવાનું છે. એક દિવસ બધાએ મરવાનું છે પરંતુ કોઈ ગંગા કિનારે મરશે તો તે મરશે નહીં, મોક્ષ પામશે.'
આ પણ વાંચો: કરુણાંતિકા: ગાઝીપુરમાં મહાકુંભથી પરત આવતા ભક્તોને નડ્યો અકસ્માત, આઠના મોત
બાબા બાગેશ્વરે એ વાત પર જોર આપતાં કહ્યું, 'અહીં મર્યા નથી કોઈ. હા અકાળે જતા રહ્યા છે તો દુ:ખ છે પરંતુ જવાનું તો સૌને છે. એ વાત નક્કી છે કે કોઈ 20 વર્ષ બાદ જશે. કોઈ 30 વર્ષ બાદ જશે. અમારે પણ જવાનું, તમારે પણ જવાનું પરંતુ તેમના મૃત્યુ થયા નથી. હકીકતમાં તેમને મોક્ષ મળ્યો છે.'