'અપશબ્દો મનાતા આ શબ્દો જાતિ સૂચક નથી...' રાજસ્થાન હાઇકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો
Image: Wikipedia
Rajasthan High Court: રાજસ્થાન હાઇકોર્ટે અનુસૂચિત જાતિ-જનજાતિ ઍક્ટ હેઠળ નોંધાયેલા મામલામાં મોટો નિર્ણય સંભળાવ્યો છે. હાઇકોર્ટે એસસી-એસટી ઍક્ટ હેઠળ જાતિ સૂચક શબ્દોને હટાવતાં કહ્યું કે ભંગી, નીચ, ભિખારી અને મંગની જેવા શબ્દ જાતિસૂચક નથી.
આ મામલો દબાણ હટાવવાની કાર્યવાહી દરમિયાન સરકારી કર્મચારીઓની સાથે થયેલી ચર્ચા સાથે જોડાયેલો છે. ત્યારબાદ આ મામલો કોર્ટમાં પહોંચ્યો. કોર્ટે આ શબ્દોનો ઉપયોગ કરનાર ચાર આરોપીઓ વિરુદ્ધ લાગેલી એસસી-એસટી ઍક્ટની કલમને હટાવી દીધી. જજ વીરેન્દ્ર કુમારની બેન્ચે આ નિર્ણય 13 વર્ષ જૂના મામલે સંભળાવ્યો છે.
મામલો જેસલમેર પોલીસ સ્ટેશનનો છે. અહીં 31 જાન્યુઆરી 2011એ એસસી-એસટી ઍક્ટ હેઠળ મામલો નોંધવામાં આવ્યો હતો. હરિશચંદ્ર અન્ય અધિકારીઓની સાથે અચલ સિંહ દ્વારા કરવામાં આવેલા દબાણની તપાસ કરવા ગયા હતા. જ્યારે તે વિસ્તારમાં સાઇટ માપી રહ્યા હતા ત્યારે અચલ સિંહ સરકારી અધિકારી હરીશ ચંદ્રને અપશબ્દ જેમાં મંગની, ભિખારી, નીચ અને ભંગી જેવા શબ્દ કહ્યા હતા. આની પર સરકારી અધિકારીઓએ અચલ સિંહ વિરુદ્ધ એસસી-એસટી ઍક્ટ હેઠળ પોલીસમાં કેસ નોંધાવ્યો હતો.
આ પણ વાંચો: એકવાર તો મને ચહેરો બતાવી દો..', ઝાંસી અગ્નિકાંડમાં બાળકને ગુમાવનારા માતાનો આક્રંદ
એસસી-એસટી ઍક્ટ હેઠળ લાગેલા આરોપને પડકાર આપ્યો
મામલામાં ચાર લોકો પર આરોપ લગાવવામાં આવ્યા હતા. આ ચારેયે એસસી-એસટી ઍક્ટ હેઠળ લાગેલા આરોપને પડકાર આપ્યો હતો. અપીલકર્તાઓનું કહેવું હતું કે પીડિતની જાતિ વિશે તેમને જાણકારી નહોતી. મામલાની સુનાવણીમાં અપીલકર્તાના વકીલ લીલાધર ખત્રીએ કહ્યું કે અપીલકર્તાની જાતિ વિશે જાણકારી નહોતી. આના કોઈ પુરાવા પણ મળ્યા નથી કે આવા શબ્દ બોલવામાં આવ્યા હોય અને આ ઘટના પણ જનતાની વચ્ચે થઈ હોય, દરમિયાન પોલીસની તપાસમાં જાતિસૂચક શબ્દોથી અપમાનિત કરવાનો આરોપ સાચો માનવામાં આવ્યો નથી.
અપીલકર્તાને કર્યાં મુક્ત
હાઇકોર્ટે આદેશ આપ્યો કે ભંગી, મંગની, ભિખારી અને નીચ શબ્દ જાતિસૂચક નથી. આ એસસી, એસટી ઍક્ટમાં સામેલ હશે નહીં. દરમિયાન જાતિસૂચક શબ્દોના આરોપના મામલે અપીલકર્તાને મુક્ત કરવામાં આવ્યા.