નવા વર્ષે ફરવાનો પ્લાન છે? તો મહારાષ્ટ્રના આ ચાર સ્થળ બેસ્ટ, સુંદર ફોટોગ્રાફી પણ ઉત્તમ
નવા વર્ષે તમે ક્યાંક ફરવાનો પ્લાન કરી રહ્યા હોવ તો તમે મહારાષ્ટ્ર જઈ શકો છો.
મુંબઈથી થોડે દૂર દરિયા કિનારે આવેલું આ એક સુંદર શહેર છે જે સ્વચ્છ અને શાંત દરિયા કિનારો ધરાવે છે
તા. 31 ડિસેમ્બર 2023, રવિવાર
નવા વર્ષે તમે ક્યાંક ફરવાનો પ્લાન કરી રહ્યા હોવ તો તમે મહારાષ્ટ્ર જઈ શકો છો.અહીં ઘણી ફરવા લાયક જગ્યાઓ છે, જે કદાચ તમે નહી જાણતા હોવ. પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર મનાતું લોનાર સરોવર શટરબગ્સ એક રમણીય સ્થળ છે. આ સરોવર પ્લેઈસ્ટોસીન યુગમાં એક ઉલ્કા પૃથ્વી પર અથડાતા સર્જાયું હતું. વિશ્વમાં માત્ર આવા ચાર સરોવર છે, જે કેટર સરોવર તરીકે પણ ઓળખાય છે.
દહાનુ
મુંબઈથી નજીક આવેલું આ એક સુંદર શહેર છે, જેનું સૌથી સુંદર આકર્ષણ છે, સ્વચ્છ અને શાંત દરિયા કિનારો. અહીં કુદરતી સૌંદર્ય, ઐતિહાસિક ઈમારતો, લાઈનબદ્ધ આવેલા બંગલૉ અને ચીકુના બગીચા જોવા મળે છે, આ ઉપરાંત અહીં આકર્ષક સમુદ્ર કિનારો ફોટોગ્રાફી કરવા માટે સુંદર જગ્યા છે.
કોંકણ બીચ
અહીં કોંકણ બીચ જેવો બીજો કોઈ બીચ નથી. અહીં મુખ્ય આકર્ષણ સ્થળોમાં જોઈએ તો સૌપ્રથમ તારકરણી વોટર સ્પોટ્સ, અદભૂત સમુદ્ર કિનારો, પાણીનો રંગ અને ફોટોગ્રાફીક માટેના અદભૂત સ્થળો આવેલા છે. અહીંની સફેદ રેતીનો બીચ અને વાદળી કલરનું પાણી ખૂબ આકર્ષકનું કેન્દ્ર છે. એટલે કે આ ખરેખર સુંદર સ્થળ છે.
ડ્યૂક નોઝ
જો તમે ટ્રેકિંગ કરવા માટે કોઈ સ્થળ શોધી રહ્યા હોવ તો, ડ્યૂક નોઝ તેની ઉંચાઈ માટે જાણીતું છે. આ સ્થળને ઘણા ઓછા લોકો જાણે છે, કારણ કે આ સ્થળ લોનાવાલા અને ખંડાલા વચ્ચેના પહાડો પર આવેલું છે. આ સ્થળ હૉથોર્ન પીક તરીકે પણ ઓળખાય છે. પથ્થર પર ચઢાણ, રેપેલિંગ અને પહાડો પર સાહસિક રમતો માટે આ એક મહત્વનું સ્થાન માનવામાં આવે છે.
ચિખલદરા
ચિખલદરા વિસ્તારમાં અનેક તળાવો આવેલા છે. અહીં આકર્ષક કુદરતી દૃશ્યો અને કલાત્મક મંદિરો પણ છે. જેને નિહાળવા માટે લોકો દૂર દૂરથી અહીં આવે છે. કોફીના બગીચા કરતાં પણ આ સ્થળ સુંદર છે.