Get The App

અજિત પવારના જૂથને 'ચાંદી જ ચાંદી', ડે. સીએમની સાથે 11 નેતાઓની મંત્રી બનવાની શક્યતા

Updated: Dec 3rd, 2024


Google NewsGoogle News
અજિત પવારના જૂથને 'ચાંદી જ ચાંદી', ડે. સીએમની સાથે 11 નેતાઓની મંત્રી બનવાની શક્યતા 1 - image


Maharashtra Cabinet Ministers: મહારાષ્ટ્રમાં ભલે હજુ સુધી મુખ્યમંત્રીનું નામ ફાઇનલ નથી થયું પરંતુ 5 ડિસેમ્બરના રોજ શપથ ગ્રહણ સમારોહ થશે એ નક્કી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, દેવેન્દ્ર ફડણવીસ રાજ્યના આગામી મુખ્યમંત્રી હશે અને એકનાથ શિંદે તથા અજિત પવારને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવશે. આ વચ્ચે અજિત પવાર ઉપરાંત મંત્રીમંડળમાં NCPના 11 નેતાઓના મંત્રી બનવાની શક્યતા છે, ત્યારે હવે કયા નેતાઓને સામેલ કરવામાં આવશે તેના સંભવિત નામ સામે આવ્યા છે. 

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મહાયુતિની આ બીજી સરકારમાં અજિત પવાર જૂથના 10થી 11 નેતાઓને કેબિનેટમાં સ્થાન મળી શકે છે. તેમાં છગન ભુજબલ અને ધનંજય મુંડે જેવા નેતાઓના નામ સામેલ છે. 

NCPના સંભવિત મંત્રીઓના નામ

- અજિત પવાર

- આદિતી તટકરે

- છગન ભુજબલ 

- દત્તા ભરણે

- ધનંજય મુંડે

- અનિલ ભાઈદાસ પાટીલ

- નરહરી ઝિરવાલ

- સંજય બનસોડે

- ઇન્દ્રનિલ નાઇક

- સંગ્રામ જગતાપ

- સુનિલ છેલકે

નાણા મંત્રાલય પણ અજિત જૂથને મળે તેવી શક્યતા

પ્રાપ્ત માહિતી પ્રમાણે અજિત પવારને ડેપ્યુટી સીએમ પદ સાથે નાણા મંત્રાલય મળવાની શક્યતા છે. જ્યારે શહેરી વિકાસ અને જાહેર બાંધકામ વિભાગ જેવા મોટા મંત્રાલયો શિવસેના કે એકનાથ શિંદે જૂથ પાસે જઈ શકે છે. 

આ પણ વાંચો: શિંદેને ભાજપનો જોરદાર ઝટકો! ગમે તે થાય પણ આ પદ આપવા તૈયાર નહીં

આ વિભાગો પર પેચ 

સૂત્રોએ જણાવ્યું કે, PWD, અર્બન ડેવલપમેન્ટ, નાણા મંત્રાલયને લઈને અજિત પવાર જૂથ અને શિવસેના શિંદે જૂથ વચ્ચે પેચ ફસાયો છે. બંને જૂથ આ મંત્રાલય લેવા માગે છે. આ વચ્ચે અજિત પવાર હાલમાં દિલ્હીમાં છે. એવું માનવામાં આવે છે કે તેઓ ભાજપ હાઇકમાન્ડ સાથે તેમની પસંદગીના મંત્રાલયોને લઈને વાત કરી શકે છે.

5 ડિસેમ્બરના રોજ શપથ ગ્રહણ સમારોહ

મહારાષ્ટ્રમાં ભલે મુખ્યમંત્રીનું નામ નક્કી ન થયું હોય, પરંતુ શપથગ્રહણની તારીખ ચોક્કસપણે નક્કી થઈ ગઈ છે. ગુરુવારે 5 ડિસેમ્બરના રોજ મહારાષ્ટ્રમાં શપથ ગ્રહણ સમારોહ યોજાશે. જેને લઈને મંગળવારે બપોર સુધીમાં મહાયુતિના નેતાઓ આઝાદ મેદાનમાં નિરીક્ષણ માટે જશે. આ શપથ ગ્રહણ સમારોહમાં પીએમ મોદી ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડા અને સત્તારુઢ એનડીએ ગઠબંધનના ટોચના નેતાઓ અને ભાજપ શાસિત રાજ્યોના તમામ મુખ્યમંત્રીઓના સામેલ થવાની શક્યતા છે.


Google NewsGoogle News