મહારાષ્ટ્રમાં ‘ગુજરાતે’ MVAને હરાવ્યું, જાણો શિવસેના-કોંગ્રેસને ચૂંટણીમાં કયા મુદ્દા ભારે પડ્યા
Maharashtra Assembly Elections 2024 : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024માં ભાજપની આગેવાની હેઠળના ગઠબંધન મહાયુતીની પ્રચંડ જીતમાં કોંગ્રેસને ગુજરાત જેવો ફટકો પડ્યો છે. વર્ષ 2022ની ગુજરાતમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ માત્ર 17 બેઠકો જીતી શકી હતી. આ પછી કોંગ્રેસના હાથમાંથી વિપક્ષના નેતાનું પદ પણ છીનવાઈ ગયું હતું. આજે મહારાષ્ટ્રની ચૂંટણીના આવેલા પરિણામોમાં પણ આવી જ સ્થિતિ સામે આવી છે. વિપક્ષી ગઠબંધન મહાવિકાસ અઘાડી(MVA)નો કોઈ પણ પક્ષ જરૂરી એવી 29 બેઠકોની નજીક પણ પહોંચતું દેખાતું નથી. પરંતુ MVAની કારમી હાર માટે ક્યાં મુદા તેમને ભારે પડ્યા તેમના વિશે ચાલો જાણીએ......
મહારાષ્ટ્રની ચૂંટણીમાં ગુજરાતનો મુદો ઉઠાવાયો
MVAના નેતાઓએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રમાંથી રોકાણ, કારખાનાઓ અને નોકરીઓને ગુજરાતમાં ખસેડવાના મુદ્દાને ચૂંટણીનો મુદ્દો બનાવ્યો હતો. પરંતુ MVAનો આ દાવ તેમના પર જ ભારે પડ્યો હતો. અત્યાર સુધીમાં આવેલા વલણો અનુસાર ભાજપની આગેવાની હેઠળની મહાયુતિને 225થી વધુ બેઠકો મળી રહી છે. જ્યારે MVA માત્ર 50 બેઠકો જ મેળવી શકી છે.
નેરેટીવ સેટ કરવામાં નિષ્ફળ
મહાવિકાસ અઘાડી પાસે કોઈ એક ચૂંટણી મુદો હતો નહી કે જેને લઈને બધા સાથી પક્ષો કોઈ એક મુદાની આસપાસ પોતાની રાજનીતિ કરી શકે. હકીકતમાં તો MVAના સાથી પક્ષો બીજા અનેક મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા હતા. જેને લીધે ચૂંટણીમાં ગઠબંધન કોઈ એક નેરેટીવ સેટ કરવામાં નિષ્ફળ રહ્યું હતું. જેને લીધે જનતામાં MVAને ક્યાં મુદાને લઈને મત આપવો તેને લઈને કોઈ સ્પષ્ટતા જણાઈ રહી ન હતી.
મરાઠી માણુસ
ગઠબંધન મહારાષ્ટ્રના સ્વાભિમાનની લાગણીઓનો લાભ લેવામાં નિષ્ફળ ગયું હતું. કારણ કે મહારાષ્ટ્રમાં હંમેશા અસ્મિતાની લડાઈ પ્રભાવી રહી છે. MVA પાસે 'મરાઠી માણુસ' જેવા પ્રભાવી અસ્મિતાને લગતા કોઈ નારા અને મુદાનો અભાવ હતો.
અહીં ચૂંટણી પરિણામ જુઓ....
લાડકી બેહન યોજનાની અસર
મહાયુતિ ગઠબંધને મહિલા મતદારોને ખૂબ પ્રભાવિત કર્યા હતા. રાજ્યમાં લાડકી બેહન યોજનાએ ચોક્કસ પણે મહિલા મતદારો મહાયુતિ તરફ આકર્ષાયા હતા. મહિલા મતદારોએ લોકસભાની ચૂંટણીમાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
સોશિયલ એન્જીનીયરીંગ કરવામાં નિષ્ફળ
આ સિવાય મહાવિકાસ અઘાડી આદિવાસી, દલિત, મુસ્લિમ અને કુણબી સમાજના મતદારોને સાથે લઈને સોશિયલ એન્જીનીયરીંગ કરવામાં નિષ્ફળ રહી હતી.
મહાવિકાસ અઘાડી વિપક્ષના નેતાનો દરરજો પણ ન જાળવી શકી
MVAને મળેલી આ નિષ્ફળતા સિવાય હવે ગઠબંધનને વિપક્ષનું પદ પણ નહી મળે તેવું લાગી રહ્યું છે. કારણ કે નિયમો અનુસાર વિપક્ષના નેતા બનવા માટે કોઈ પણ પક્ષ પાસે સંસદ અને વિધાનસભામાં 10 ટકા બેઠકો હોવી જરૂરી છે. તે મુજબ મહારાષ્ટ્રમાં MVAના કોઈ એક પક્ષ પાસે ઓછામાં ઓછી 29 બેઠકો હોવી જોઈએ. અત્યાર સુધીમાં કોંગ્રેસ માત્ર 19 બેઠકો પર જ આગળ છે. આ સ્થિતિમાં સવાલ એ ઊભો થયો છે કે, મહાવિકાસ અઘાડીમાં સીએમ કોણ બનશે તેને લઈને ઘણી લડાઈ હતી. પરંતુ હવે ગઠબંધનના પક્ષના નેતાઓ વિપક્ષનો દરજ્જો પણ જાળવી શક્યા નથી.