Get The App

મોદી સરકારના શપથ ગ્રહણ સમારોહમાં આ ઉદ્યોગપતિઓ પણ રહેશે હાજર

Updated: May 30th, 2019

GS TEAM


Google News
Google News
મોદી સરકારના શપથ ગ્રહણ સમારોહમાં આ ઉદ્યોગપતિઓ પણ રહેશે હાજર 1 - image

નવી દિલ્હી,તા.30 મે 2019, ગુરૂવાર

મોદી સરકારના શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.

રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં યોજાનારા સમારોહમાં 8000 જેટલા લોકોને સમારોહમાં સામેલ થવા આમંત્રણ અપાયુ છે. જેમાં સમાજના તમામ ક્ષેત્રની હસ્તીઓ સામેલ છે.

આ મહેમાનોના લિસ્ટમાં જે ઉદ્યોગપતિઓ છે તેમાં મુકેશ અંબાણી, રતન ટાટા, ઉદય કોટક, દિપક પારેખ, અનિલ અગ્રવાલ, અજય પિરામલ અને આનંદ મહિન્દ્રના નામનો સમાવેશ થાય છે.

આ તમામ ઉદ્યોગપતિઓ દેશની ટોચની કંપનીઓના સ્થાપક અને સંચાલક છે. મોદી સરકાર સાથે આ ઉદ્યોગપતિઓનો પહેલેથી જ તાલમેલ રહ્યો છે.

Tags :