ભારતના ટોપ-5 સ્થળો, જાણો કાળઝાળ ગરમીમાંથી રાહત આપતી તે જગ્યાઓ વિશે
Image Wikipedia |
હાલમાં સમગ્ર ભારતમાં ભયંકર ગરમી છે, પરંતુ ઉત્તર ભારતના લોકોની ગરમીના કારણે ખૂબ ખરાબ હાલતમાં છે. લોકો ઠંડક માટે હિલ સ્ટેશનો તરફ જઈ રહ્યા છે. જો તમે પણ કંઈક આવું જ પ્લાનિંગ કરી રહ્યા છો, તો અમે તમને દિલ્હીની નજીકના કેટલાક હિલ સ્ટેશન વિશે માહિતી આપીશું, જે આ ઉનાળામાં રજાઓમાં ફરવા માટે પરફેક્ટ ડેસ્ટિનેશન બની શકે છે.
ઋષિકેશ
જો તમે ગંગા અને હિમાલયનો અદ્ભુત નજારો જોવા માંગતા હોવ તો, ઋષિકેશ તમારા માટે પરફેક્ટ સ્થળ રહેશ. તે સાહસ પ્રેમીઓ અને આધ્યાત્મિક શોધનારાઓ માટે પણ સ્વર્ગ છે. અહીં, સુંદર ખીણો જોવા ઉપરાંત અમને સરસ કાફે, રિવર રાફ્ટિંગ અને બંજી જમ્પિંગ જેવી એક્ટિવિટીઝમાં ભાગ લેવાની તક પણ મળશે. ખાસ મહત્ત્વની વાત એ છે કે, દિલ્હીથી ઋષિકેશનું અંતર લગભગ પાંચ કલાકનું છે, અને તમે અહીં બસ, ટ્રેન અને કાર દ્વારા સરળતાથી જઈ શકો છો.
મનાલી
દિલ્હીની નજીક અને ભારતના સૌથી લોકપ્રિય હિલ સ્ટેશનો પૈકીનું એક મનાલી છે. મોટાભાગે બરફથી ઢંકાયેલ પીર પંજાલ અને ધૌલાધર પર્વતમાળાના સૌથી અદભૂત દૃશ્યોનો નજારો જોવા મળે છે. તે સાહસ પ્રેમીઓ માટે સ્વર્ગ છે અને ટ્રેકિંગ, પેરાગ્લાઈડિંગ, સ્કીઈંગ, રોક ક્લાઈમ્બિંગ, રિવર રાફ્ટિંગ, જોર્બિંગ, સ્નો સ્કૂટરિંગ અને રિવર ક્રોસિંગ જેવી પ્રવૃત્તિઓમાં સામેલ થઈ શકે છે. નવી દિલ્હીથી 537 કિલોમીટર દૂર મનાલી પહોંચવામાં લગભગ 10 થી 12 કલાક લાગે છે.
મેકલોડગંજ
હિમાચલ પ્રદેશમાં સ્થિત મેકલિયોડગંજ દિલ્હી નજીક એક હિલ સ્ટેશન છે, જે ટ્રેકર્સ માટે લોકપ્રિય છે. તેને 'લિટલ લ્હાસા' તરીકે પણ ઓળખવામાં આવે છે, અને તે તિબેટીયન આધ્યાત્મિક નેતા દલાઈ લામાનું ઘર હોવાના કારણે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. મેકલિયોડગંજ હિમાચલ પ્રદેશમાં સૌથી સુંદર નજારો ધરાવતું સ્થળ છે. દિલ્હીથી મેકલિયોડગંજ પહોંચવામાં લગભગ 8-10 કલાકનો સમય લાગે છે. દિલ્હી આશરે 485 કિમી દૂર છે.
શિમલા
શિમલા એ ભારતમાં હિમાચલ પ્રદેશની રાજધાની છે, અને તે દિલ્હી નજીકનું એક લોકપ્રિય હિલ સ્ટેશન છે. ખાસ કરીને રજાઓમાં ફેમિલી સાથે અને હનીમૂન માટે યુગલો માટે જાણીતુ સ્થળ છે. અહીં તમને આર્કિટેક્ચરના અદ્ભુત નજારો પણ જોવા મળશે. મોલ રોડ પર હજુ પણ હાજર અનેક દુકાનો, કાફે અને રેસ્ટોરન્ટ જોઈને તમને જૂના સમયનો અહેસાસ થશે. મોટાભાગના મહિનામાં અહીંનું વાતાવરણ આલ્હાદ્ક રહે છે. દિલ્હીથી શિમલા પહોંચવામાં લગભગ 8 કલાકનો સમય લાગે છે. દિલ્હીથી શિમલાનું અંતર 362 કિમી છે.
all Image Wikipedia |
કસોલ
દિલ્હી નજીકના સૌથી લોકપ્રિય હિલ સ્ટેશનોમાંનું એક કસોલ છે. જે ખાસ કરીને યુવાનો માટે ખૂબ ફેમસ જગ્યા છે. જો તમે શાંત વાતાવરણ શોધી રહ્યા હોવ તો કસોલ જરુર જવુ જોઈએ. હિમાચલમાં પાર્વતી નદીના કિનારે આવેલું નાનકડું ગામ કસોલ પ્રવાસીઓમાં ખૂબ જ લોકપ્રિય બની રહ્યું છે. તે ટ્રેકર્સ, બેકપેકર્સ અને પ્રકૃતિ પ્રેમીઓ માટે પણ સતત લોકપ્રિય બની રહ્યું છે. ભારતના એમ્સ્ટરડેમ તરીકે જાણીતું આ નાનકડું અનોખું ગામ કુદરતી સૌંદર્યથી ભરપૂર છે. તે દિલ્હીથી 518 કિમી દૂર છે અને દિલ્હીથી કસોલ પહોંચવામાં લગભગ 12 કલાકનો સમય લાગી શકે છે.