Get The App

ધુમ્મસના કારણે ફ્લાઈટ લેટ કે કેન્સલ થાય તો શું કરશો? હવાઈ મુસાફરી પહેલા આ વાત જાણી લેજો

એવિએશન રેગ્યુલેટર ડીજીસીએ દ્વારા ધુમ્મસને કારણે કેન્સલ થતી ફ્લાઇટ અંગે એરલાઇન્સને સૂચનાઓ જાહેર કરી છે

Updated: Jan 16th, 2024


Google NewsGoogle News
ધુમ્મસના કારણે ફ્લાઈટ લેટ કે કેન્સલ થાય તો શું કરશો? હવાઈ મુસાફરી પહેલા આ વાત જાણી લેજો 1 - image


Flight cancellations and delays Rule: હાલમાં જ દિલ્હીથી ગોવા જતી ફ્લાઈટ લગભગ 13 કલાક મોડી પડતા એક પેસેન્જરે પાઈલટને મુક્કો માર્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ મામલો વધી જતાં ચર્ચાનો વિષય બન્યો હતો. જેના કારણે ફ્લાઈટમાં મુસાફરી કરતા લોકોના મનમાં આ સવાલ આવવા લાગ્યો કે ફ્લાઈટ લેટ થાય તો શું કરવું? શું પેસેન્જરને આ બાબતે કોઈ અધિકાર છે? આવા કિસ્સામાં પેસેન્જર તરીકે તમારા માટે કયા વિકલ્પો ઉપલબ્ધ છે તે જાણીએ. 

ફ્લાઇટ કેટલી લેટ છે તે કેવી રીતે ચેક કરવું?

ફ્લાઇટ લેટ, રીશેડ્યૂલ અથવા કેન્સલ થવાના કિસ્સામાં સંબંધિત એરલાઈને તેના પેસેન્જરને મેસેજ અથવા ઈ-મેલ મોકલીને જાણ કરવી જોઈએ. તેમ છતાં, જો પેસેન્જર ઈચ્છે તો, તેઓ તેમની એરલાઇનના કોલ સેન્ટર, કસ્ટમર કેર અથવા હેલ્પલાઇન નંબર પર કૉલ કરીને તેમની ફ્લાઇટની સ્થિતિ જાણી શકે છે. જો કે, એરલાઈન્સ પણ તેમની વેબસાઈટ પર ફ્લાઈટ્સના રિયલ ટાઈમ અપડેટ્સ આપતી રહે છે. 

ધુમ્મસના કારણે ફ્લાઈટ્સ લેટ થાય તો શું છે નિયમ?

જો આપણે શિયાળાની વાત કરીએ તો  ગાઢ ધુમ્મસના કારણે ફ્લાઈટ્સ લેટ થવી એ સામાન્ય વાત છે. લગભગ દર વર્ષે શિયાળાની ઋતુમાં, ઘણી ફ્લાઇટ્સ લેટ અથવા તો કેન્સલ પણ થાય છે. આવી સ્થિતિમાં ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન એટલે કે DGCA અનુસાર, જો કોઈ ફ્લાઈટ અઢી કલાકની હોય અને તે બે કલાક લેટ થાય પડે છે. તેમજ જો ફ્લાઇટનો સમયગાળો અઢીથી પાંચ કલાકની વચ્ચે હોય અને તે ત્રણ કલાક લેટ થાય છે. તેમજ જો કોઈ ફ્લાઇટ ચાર કલાક કે તેથી વધુ લેટ થાય છે, તો આવા કિસ્સામાં એરલાઈન્સે પેસેન્જર ને હોટલ, ખાણી-પીણી અને જરૂરિયાત મુજબ અન્ય ફ્લાઈટમાં પેસેન્જરનું બુકિંગ અથવા જો પેસેન્જર ઈચ્છે તો તેની ટિકિટનું સંપૂર્ણ રિફંડ આપવાની જવાબદારી પણ એરલાઈન્સની છે.

જો કનેક્ટિંગ અથવા ઇન્ટરનેશનલ ફ્લાઇટ ચૂકી જાય તો શું?

આવી સ્થિતિમાં પેસેન્જર તે એરલાઈન્સ સામે દાવો કરી શકે છે. તેમજ સંબંધિત એરલાઈન્સે પેસેન્જર માટે બીજી ફ્લાઈટની વ્યવસ્થા કરવી જોઈએ. જો પેસેન્જર એરલાઇન્સથી સંતુષ્ટ ન હોય તો પેસેન્જર કોર્ટનો સંપર્ક પણ કરી શકે છે. પરંતુ આ તમામ દાવાઓ ખરાબ હવામાન અથવા અન્ય સમાન કુદરતી આફતને કારણે જો ફ્લાઈટ્સ ડીલે, કેન્સલ અથવા રીશેડ્યૂલ થાય છે તો પેસેન્જર દાવો કરી શકતો નથી. 


Google NewsGoogle News