ભારતના આ ૪ સ્થળોએ ઇઝરાયેલીઓ સૌથી વધુ ફરવાનું પસંદ કરે છે, કસોલ ગણાય છે મિની ઇઝરાયેલ
ભારતની સંસ્કૃતિ અને આગવું કલ્ચર યહુદીઓને આકર્ષે છે.
રાજસ્થાનનું પુષ્કર પણ ઇઝરાયેલીઓને આકર્ષતું રહયું છે.
નવી દિલ્હી,૧ નવેમ્બર,૨૦૨૩,બુધવાર
અરબ દેશોથી ઘેરાયેલો દુનિયાનો એક માત્ર યહુદી દેશ ઇઝરાયેલ જંગ ચડયો છે. ૭ ઓકટોબરે પેલેસ્ટાઇનના આતંકી સંગઠન હમાસે હજારો રોકેટસથી હુમલો કર્યો તેનો વળતો જવાબ ઇઝરાયેલ આપી રહયું છે. ભારત અને ઇઝરાયેલ વચ્ચે રાજકીય સ્તરે સંબંધોમાં ચડ ઉતર આવી છે પરંતુ સામાન્ય સંજોગોમાં ઇઝરાયેલના નાગરિકો ભારત પ્રવાસે આવવા આતૂર રહે છે. ભારતમાં પણ ૪ એવી જગ્યા છે જેને ઇઝરાયેલીઓ ખૂબ પસંદ કરે છે. ભારતની સંસ્કૃતિ અને આગવું કલ્ચર યહુદીઓને આકર્ષે છે.
હિમાચલના ધર્મકોટ કાંગડામાં ઇઝરાયેલી સૌથી વધુ જવાનું પસંદ કરે છે. કોઇ પણ સિઝનમાં ભારતીય પ્રવાસીઓને ઇઝરાયેલથી આવેલા યહૂદીઓ સૌથી વધુ જોવા મળે છે. પહાડોથી ઘેરાયેલા શાંત અને હરિયાળા વાતાવરણ ધર્મકોટમાં દર વર્ષે યહૂદીઓ નવા વર્ષનો ઉત્સવ મનાવવા આવે છે. રાજસ્થાનનું પુષ્કર પણ ઇઝરાયેલીઓને આકર્ષતું રહયું છે.
પુષ્કરના ચાબડ હાઉસની ઇઝરાયેલીઓ અચૂક મુલાકાત લે છે. આથી કેટલાક દુકાનદારો તો એવા પણ છે જેમને ઇઝરાયેલની હિબુ્ ભાષા આવડી ગઇ છે. ઇઝરાયેલીઓ ઘર જેવો માહોલ અનુભવે છે. યહૂદીઓને પહેલાથી જ રાજસ્થાની કલ્ચર ખૂબ પસંદ આવે છે. આથી જ તો પુષ્કર તેમનું મનપસંદ સ્થળ છે.
હિમાચલ પ્રદેશના કસોલ ગામ તો મિની ઇઝરાયેલ તરીકે જાણીતું છે. કસોલમાં કેટલાક રેસ્ટોરન્ટ છે જેમાં ઇઝરાયેલી ફૂડ શક્ષુકા પણ પીરસવામાં આવે છે. ફિત્તા બ્રેડ અને તાહિની ચટણી પર મેનુમાં સામેલ કરવામાં આવી છે. કસોલમાં યુવક યુવતીઓ સ્ટડી પૂર્ણ થાય કે આર્મી ટ્રેનિંગ સમાપ્ત થાય તે પછી આરામ માટે આવે છે. મનાલી પાસેના કસોલ ગામમાં દર વર્ષે મોટી સંખ્યામાં ઇઝરાયેલીઓ આવતા હોવાથી આ ગામ મીની ઇઝરાયેલ તરીેકે ઓળખાય છે.
ગામમાં નમસ્કારના સ્થાને શલોમ કહેતા ઇઝરાયેલીઓ નજરે પડે છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર કસોલમાં કોઇ પણ સમયે ૧ હજારથી વધુ ઇઝરાયેલીઓ હોય છે. ગામના ઇન્ટરનેટ કાફે અને રેસ્ટોરન્ટના મેનુ પેજ હિબુ્ર ભાષા ચાલે છે. કસોલી ગામના સ્થાનિક લોકોને ઇઝરાયેલીઓની અસર હેઠળ ઇઝરાયેલી ફૂડ હમ્મસ અને પિટા બ્રેડ આરોગે છે. આ ગામમાં લાકડાનું એક યહુદી સાંસ્કૃતિક સ્થળ તૈયાર કર્યું છે.
રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમનો મેળાવડો જેમા બહારગામથી આવતી વ્યકિતઓને પ્રવેશ આપવામાં આવતો નથી. હિમાચલપ્રદેશમાં આવેલું મલાણા ગામ વિદેશી ટૂરિસ્ટો માટે ખૂબ જાણીતું છે. મલાણાનું નામ ભારત બહાર પણ વિદેશીઓના ધસારાના લીધે જાણીતું છે. હિમાચલના મલાણાની સંસ્કૃતિ ઇઝરાયેલીઓને માફક આવે છે. ભારતના આ યુનિક ગામના પોતાના આગવા નિયમો અને પરંપરાઓ છે. મલાણા ગામના લોકો અકબર અને જમલુ ઋષીને માને છે. મલાણાના લોકોની ભાષામાં ગ્રીક શબ્દોની છાંટ આવે છે.