પહેલીવાર આધાર કાર્ડ કઢાવો છો? તો આ નવો નિયમો જાણી લેવો જરૂરી

જેમનું આધાર કાર્ડ પહેલીવાર બને છે તેમને લાગુ પડશે હવે નવો નિયમ

નવા આધાર કાર્ડમાં UIDAI, પરતું રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે વેરીફીકેશન

Updated: Dec 22nd, 2023


Google NewsGoogle News
પહેલીવાર આધાર કાર્ડ કઢાવો છો? તો આ નવો નિયમો જાણી લેવો જરૂરી 1 - image


Aadhaar Verification New Rules: તમે પહેલીવાર તમારું આધાર કાર્ડ બનાવવા જઈ રહ્યા છો અને તમારી ઉંમર 18 વર્ષ કે તેથી વધુ છે તો તમારા માટે આ મહત્વના સમાચાર છે. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)ની તાજેતરની જાહેરાત મુજબ પ્રથમ વખત આધાર કાર્ડ બનાવનારે પાસપોર્ટ માટે જરૂરી વેરિફિકેશનની જેમ જ ફિઝિકલ વેરિફિકેશન કરાવવું પડશે.

UIDAI કરશે વેરિફિકેશન

મળતી માહિતી મુજબ સરકાર આધાર કાર્ડના નિયમોમાં ફેરફાર કરી રહી છે. હવે નવું આધાર કાર્ડ બનાવનારાઓનું વેરિફિકેશન UIDAI દ્વારા નહીં પરંતુ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે. આ પ્રોસેસને પૂરી કરવા માટે રાજ્ય સરકાર જિલ્લા અને સબ-ડિવિઝનલ સ્તરે નોડલ અધિકારીઓ અને વધારાના જિલ્લા મેજિસ્ટ્રેટની નિમણૂક કરવામાં આવશે. આ કેટેગરીમાં આવતા દરેક વ્યક્તિ નક્કી કરેલા કેન્દ્રો પર આધાર સુવિધાનો લાભ લઇ શકે છે. જેમાં દરેક જિલ્લામાં મુખ્ય પોસ્ટ ઓફિસ અને UIDAI દ્વારા નિર્દિષ્ટ અન્ય આધાર કેન્દ્રોનો સમાવેશ થાય છે. પરંતુ આ કેટેગરીમાં જે વ્યક્તિઓની આધાર અરજીઓને સેવા પોર્ટલ દ્વારા વેરિફિકેશન પહેલા ડેટા ક્વોલિટી ચેકમાંથી પસાર થવું પડશે.

કેટલા ટાઈમમાં આધાર કાર્ડ મળી રહેશે?

સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (SDMs) સર્વિસ પોર્ટલ દ્વારા પ્રાપ્ત થયેલી તમામ અરજીઓની ચકાસણી પર નજર રાખવામાં આવશે. તેમજ આધારના નિર્માણની મંજૂરીના 180 દિવસની અંદર પૂર્ણ કરવામાં આવશે. જો વેરિફિકેશન પ્રક્રિયા દરમિયાન કોઈ ભૂલ જણાય તો રાજ્ય સત્તાવાળાઓ દ્વારા નામાંકન રદ કરવામાં આવી શકે છે.

પહેલીવાર આધાર કાર્ડ કઢાવો છો? તો આ નવો નિયમો જાણી લેવો જરૂરી 2 - image


Google NewsGoogle News