LPG ઘરેલુ ગેસ કનેક્શનનું દેશભરમાં થશે ફ્રી સુરક્ષા ચેકિંગ, 30 કરોડ ગ્રાહકો સુધી પહોંચવાનું લક્ષ્ય

Updated: Apr 21st, 2024


Google NewsGoogle News
LPG ઘરેલુ ગેસ કનેક્શનનું દેશભરમાં થશે ફ્રી સુરક્ષા ચેકિંગ, 30 કરોડ ગ્રાહકો સુધી પહોંચવાનું લક્ષ્ય 1 - image


LPG Gas Connection Free Security Checking: સરકારી તેલ કંપનીઓ અને તેમના ડિસ્ટ્રિબ્યુટર્સ દ્વારા એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં દેશભરમાં એલપીજી ઘરેલુ ગેસ કનેક્શનવાળા ઘરની મુલાકાત લઈને ગેસ કનેક્શનની ફ્રીમાં સુરક્ષા ચેકિંગ કરશે. જ્યારે પણ ડિલિવરીમેન અથવા મિકેનિક ગેસ સિલિન્ડરની ડિલિવરી કરવા માટે ગ્રાહકના ઘરે આવશે, ત્યારે તે 8 સલામતી નિયમોની તપાસ કરશે અને ગ્રાહકને સલામતી અંગે માહિતગાર કરશે. 

30 કરોડ ગ્રાહકો સુધી પહોંચવાનું લક્ષ્ય

ઓલ ઈન્ડિયા એલપીજી ડિસ્ટ્રિબ્યુટર્સ ફેડરેશનના વડા ચંદ્ર પ્રકાશે જણાવ્યું હતું કે,' દિલ્હી અને દેશના અન્ય શહેરોમાં સુરક્ષા ચેકિંગ શરૂ થઈ ગઈ છે અને આગામી 3-4 મહિનામાં તમામ 30 કરોડ ઘરેલું ગેસ ગ્રાહકોના ઘર સુધી પહોંચવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. કોઈપણ આર્થિક લાભ વિના સુરક્ષા ચેકિંગ કરવામાં આવી રહી છે. તેનો એકમાત્ર હેતુ એ છે કે ગ્રાહકો એલપીજી કનેક્શનનો સુરક્ષિત ઉપયોગ કરી શકે. દુર્ઘટનાના કિસ્સામાં થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સમાંથી ક્લેમ લેવા માટે પણ આ ફરજિયાત છે.

ગેસ કનેક્શનના ઉપકરણોની પણ ચેકિંગ કરાશે

ફ્રી સુરક્ષા ચેકિંગ દરમિયાન, જો કેસરી કલરની પાઈપ વાપરવા યોગ્ય ન હોય તો તેને બદલી શકાય છે, જે માત્ર રૂ. 150/ (1.5 મીટર)ના ડિસ્કાઉન્ટ ભાવે ઉપલબ્ધ થશે. ડિલિવરીમેન ગેસ કનેક્શનના ઉપકરણોની પણ ચેકિંગ કરશે, જેથી કોઈપણ પ્રકારના લીકેજ વગેરેની શક્યતા ન રહે. નિયમ અનુસાર, દરેક ગ્રાહકના ગેસ ઈન્સ્ટોલેશન અને સાધનોની ફરજિયાત 5 વર્ષ સુધી તપાસ કરવાવવી પડે છે, જેના માટે ગ્રાહકે પૈસા ચૂકવવા પડે છે. આ ચેકિંગ માટે ગ્રાહકે રૂ. 200/- અને 18% GST ચૂકવવો પેડ છે. 


Google NewsGoogle News