Get The App

સમગ્ર દેશમાં કાળઝાળ ગરમીમાં જ વીજળીની ભયંકર અછત વર્તાશે, NLDCનો ડરામણો રિપોર્ટ

Updated: Mar 17th, 2025


Google News
Google News
સમગ્ર દેશમાં કાળઝાળ ગરમીમાં જ વીજળીની ભયંકર અછત વર્તાશે, NLDCનો ડરામણો રિપોર્ટ 1 - image


Image: Freepik

Electricity Shortage: સમગ્ર દેશમાં તાપમાન વધી રહ્યું છે અને ફેબ્રુઆરી-માર્ચમાં જ ગરમી રૅકોર્ડ તોડી રહી છે. દરમિયાન જો તમે પણ અત્યારથી પંખા, કુલર અને એસીનો આશરો લઈ રહ્યા હોવ તો તમે ખૂબ મુશ્કેલીમાં ફસાઈ શકો છો. આગામી દિવસોમાં સમગ્ર દેશમાં ગરમી ખૂબ પડશે. જોકે આ સાથે જ વધુ એક મોટી મુશ્કેલી દસ્તક આપી શકે છે. તે છે પાવર કટ. ભારતના ટોપ ગ્રિડ ઓપરેટરે ગરમીની સીઝનમાં સમગ્ર દેશમાં થનાર પાવર કટને લઈને મોટી ચેતવણી જાહેર કરી દીધી છે. જે અનુસાર મે અને જૂનમાં ભારે માગની વચ્ચે વીજળીની ભયંકર અછત સર્જાશે અને આ દરમિયાન પાવર કટનું રિસ્ક સૌથી વધુ હશે.

નેશનલ લોડ ડિસ્પેચ સેન્ટર(NLDC)એ વીજળીના પુરવઠા અને તેના વપરાશને લઈને તાજેતરમાં જ એક રિપોર્ટ જારી કર્યો છે. તે અનુસાર મે-જૂનમાં દેશમાં વીજળીની માગ 15થી 20 ગીગાવોટ (GW) સુધી પહોંચી શકે છે. NLDC અનુસાર મેમાં આ ડિમાન્ડ સૌથી વધુ હશે અને આ માગને પૂરી કરવી ખૂબ મુશ્કેલ હશે.

NLDC એ શું જણાવ્યું?

એક અનુમાન અનુસાર લગભગ એક તૃતીયાંશ શક્યતા છે કે મેમાં સરેરાશ પુરવઠો પૂરો પાડી શકાશે નહીં. જૂનમાં વીજળીનો પુરવઠો પૂરતો ન હોવાની 20 ટકા શક્યતા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઘણી વખત મે અને જુલાઈમાં માગ પૂરી થઈ શકતી નથી. માગ અને પુરવઠાની વચ્ચે 15 ગીગાવોટથી વધુનું અંતર થઈ જાય છે. મે, જૂન, જુલાઈ અને ઑગસ્ટ 2025માં બિન-સૌર કલાક દરમિયાન અછત થવાની વધુ શક્યતા છે.'

આ પણ વાંચો: 'જે વ્યક્તિ પ્રેસ કોન્ફરન્સમાં મીડિયાનો સામનો કરતા ડરે છે તે...' PM મોદીના પોડકાસ્ટ અંગે કોંગ્રેસના પ્રહાર

રિન્યુએબલ એનર્જી પર જોર

NDLC અનુસાર આ વર્ષે ઉનાળામાં મહત્તમ માંગ 270 ગીગાવોટ રહેવાનું અનુમાન છે. ગયા વર્ષે 250 ગીગાવોટ વીજળીની માગ હતી. એનએલડીસીના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં રિન્યુએબલ એનર્જીના માધ્યમને ટૂંક સમયમાં ઇન્સ્ટોલ કરવાની જરૂર છે. માગ-પક્ષમાં અમુક ઉપાય, જેવા લોડ શિફ્ટિંગ રણનીતિ મદદ કરી શકે છે.

સાધનોની ક્ષમતા પર વાત

NDLC એ આને લઈને કોલસા આધારિત સાધનોની ક્ષમતા વધારવા માટે ઈલેક્ટ્રિસિટી ઍક્ટ 2003 હેઠળ ઇમરજન્સી પાવરને લાગુ કરવાનું પણ સૂચન આપ્યું છે. ઉલ્લેખનીય છે કે ભારતની બેઝલોડ વીજળી ક્ષમતામાં કોલસા આધારિત સાધનોનું પ્રભુત્ત્વ છે. છેલ્લા અમુક વર્ષોમાં આ સાધનોની ક્ષમતા સ્થિર રહી છે, જે આ વધતી માગને પૂરી કરી રહ્યા નથી. પરિણામે, ગ્રિડ કંટ્રોલર ઑફ ઇન્ડિયા લિમિટેડ હેઠળ એનએલડીસીને આ વર્ષે મે અને જૂનમાં વીજળીની ભારે અછતની શંકા છે.

Tags :
IndiaElectricityShortageNLDC-Report

Google News
Google News