Get The App

મંદિરમાંથી હનુમાનજીની મૂર્તિ હટાવવા મામલે ભારે હોબાળો, નોઇડા ઓથોરિટીની ધોલાઈ, વાહનોમાં તોડફોડ

નોઈડા ઓથોરિટીની ટીમ સ્થાનિક પોલીસને જાણ કર્યા વગર હનુમાનજીની મૂર્તિ હટાવવા ગઈ ને ગ્રામજનો વિફર્યા

ગ્રામજનોએ ટીમને દોડાવીને માર મારી વાહનોમાં તોડફોડ કરી, છેવટે ADCPએ વચ્ચે પડી મામલો થાળે પાડ્યો

Updated: Nov 22nd, 2023


Google NewsGoogle News
મંદિરમાંથી હનુમાનજીની મૂર્તિ હટાવવા મામલે ભારે હોબાળો, નોઇડા ઓથોરિટીની ધોલાઈ, વાહનોમાં તોડફોડ 1 - image

નવી દિલ્હી, તા.22 નવેમ્બર-2023, બુધવાર

દિલ્હીને અડીને આવેલા નોઈડાના પોલીસ સ્ટેશન સેક્ટર 113ના પર્થલા ગામમાં આજે મંદિરનો થાંભળો તોડી હનુમાનજીની મૂર્તિ હટાવવા મામલે ભારે હોબાળો થયો. જેમાં ગુસ્સે ભરાયેલા ગ્રામવાસીઓએ કાર્યવાહી કરવા આવેલી નોઈડા ઓથોરિટીની ટીમને દોડાવી દોડાવીને માર માર્યો, ત્યારબાદ ગ્રામજનોએ વાહનોમાં તોડફોડ પણ કરી. આ ઘટના અંગે જાણ થતાં જ પોલીસ અધિકારીઓએ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગ્રામજનોને શાંત કર્યા છે.

નોઈડા ઓથોરિટી પોલીસને જાણ કર્યા વગર મંદિરના થાંભળા તોડવા પહોંચી

મળતા અહેવાલો મુજબ સેક્ટર-121 પર્થલા ગામના કિનારે નોઈડા ઓથોરિટીનો એક પ્લોટ આવેલો છે. પ્લોટના એક ખુણામાં સ્થાનિક લોકોએ 7થી 8 વર્ષ પહેલા ભગવાન હનુમાનજીની પંચમુખી મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી. ત્યારબાદ મૂર્તિને વરસાદથી બચાવવા 4 થાંભલા પણ ઉભા કરી લિંટર નાખવામાં આવ્યું હતું. સ્થાનિકો અને ગ્રામજનો અહીં પૂજા કરે છે. જોકે નોઈડા ઓથોરિટીને સ્થાનિક પોલીસને જાણ કર્યા વગર મંદિર સ્થળે મોટી કાર્યવાહી કરવી ભારે પડી છે.

ઓથોરિટીની ટીમ મૂર્તિને લઈ જઈ વિસર્જિત કરવા લાગ્યા

દરમિયાન આજે નોઈડા ઓથોરિટીની ટીમે પોલીસને સૂચના આપ્યા વગર પર્થલા ગામે કાર્યવાહી કરવામાં પહોંચી હતી. ઓથોરિટીએ હનુમાનજીની મૂર્તિ ઉપરના નિર્માણાધીન સ્લેબને તોડી થાંભલા તોડી નાખ્યા, ત્યારબાદ તેઓ હનુમાનજીની મૂર્તિને લઈ જઈ વિસર્જિત કરવા લાગ્યા. મળતા અહેવાલો મુજબ નોઈડા ઓથિરીટી ટીમની આ કાર્યવાહીથી ગ્રામજનોને ભારે ગુસ્સો ભરાયા હતા અને તેમણે ટીમને દોડાવી દોડાવીને માર માર્યો, એટલું જ નહીં ગ્રામજનોએ ટીમના વાહનોમાં પણ તોડફોડ કરી. આ દરમિયાન સેંકડો ગ્રામજનો અને સ્થાનિક લોકોની ભીડ જમા થઈ ગઈ. જ્યારે આ ઘટના અંગે પોલીસને જાણ કરતા પોલીસનો તાફલો તુરંત દોડી આવ્યો હતો અને ગ્રામજનો સાથે વાતચીત શરૂ કરી.

છેવટે ઓથોરિટીની ટીમે મૂર્તિને યથાસ્થાને રાખી ચાલતી પકડી

ગ્રામીણોનો ગુસ્સો જોઈ એડીસીપીએ નોઈડા ઓથિરીટીની ટીમને હનુમાનજીની મૂર્તિ યથાસ્થાને રાખવા આદેશ આપ્યો હતો, ત્યારબાદ ગ્રામજનો શાંત થયા અને ઓથિરિટીની ટીમે પરત ચાલતી પકડી. આ મામલે નોઈડા ઝોન એડીસીપી શક્તિ મોહન અવસ્થીએ કહ્યું કે, મંદિરનો થાંભલો તોડવા અને હનુમાનજીની મૂર્તિ હટાવવા મામલે વિવાદ થયો હતો. નોઈડા ઓથિરીટની ટીમ દ્વારા પણ હજુ સુધી કોઈપણ ફરિયાદ કરાઈ નથી. હાલ સુરક્ષાને ધ્યાને રાખી ઘટનાસ્થળે પોલીસનો કાફલો ખડકી દેવાયો છે.


Google NewsGoogle News