દાળોના ભાવમાં ઘટાડો, જાણો ચણા, મગ અને અડદ દાળની કિંમત કેટલી ઘટી

છેલ્લા ત્રણ- ચાર દિવસથી દાળ-ચોખાના હોલસેલ માર્કેટ (Wholesale market)ના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો

Updated: Oct 6th, 2023


Google NewsGoogle News
દાળોના ભાવમાં ઘટાડો, જાણો ચણા, મગ અને અડદ દાળની કિંમત કેટલી ઘટી 1 - image
Image Envato 


તા. 6 ઓક્ટોબર 2023, શુક્રવાર 

શ્રાદ્ધ પક્ષ (Shraddha Paksha)માં થોડા દિવસો પહેલા દાળ (Dal) ના ભાવમાં મોટો ઉછાળો નોંધાયો હતો પરંતુ તે પછી હાલમાં ધીરે - ધીરે ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા ત્રણ- ચાર દિવસથી દાળ-ચોખાના હોલસેલ માર્કેટ (Wholesale market)ના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. અને હજુ પણ કિંમત ઘટી રહી છે. 

તહેવારોના કારણે બજારમાં દાળની ભારે ડિમાન્ડ રહેવાના કારણે તેજી આવી હતી

ગયા મહિને ગણેશ ચતુર્થી અને અન્ય તહેવારોના કારણે બજારમાં દાળની ભારે ડિમાન્ડના કારણેમાહિતી પ્રમાણે ખાસકરીને તુવેરદાળમાં 700થી 800, મગદાળમાં 500 થી 600 ચણા અને અડદ દાળમાં 300 થી 400, મગ મોગર અને અડદ મોગર દાળમાં 300 થી 400 રુપિયા પ્રતિ ક્લિંટલ સુધી ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.  એટલું જ નહી શ્રાદ્ધ પક્ષ ચાલતો હોવાથી બજારમાં ભીડ પણ ઓછી જોવા મળી રહી છે. આ પહેલા ગયા મહિને ગણેશ ચતુર્થી અને અન્ય તહેવારોના કારણે બજારમાં દાળની ભારે ડિમાન્ડના કારણે તેજી આવી હતી, જેમા હવે ઘટાડો જોવા મળી રહ્યો છે. માર્કાવાળી તુવેરદાળ ઉંચાભાવે 171 થી ઘટીને 163 રુપિયા કિલો પર આવી ગઈ છે. તેમજ હોલસેલ અને છુટક માર્કેટમાં અત્યારે માંગ ઓછી હોવાથી ભાવ સતત ઘટી રહ્યા છે. જેના કારણે મગ મોગર અને અડદ મોગર, ચણા દાળ, મસુર દાળ સહિત દરેક દાળના ભાવમા નરમી આવી છે. 

હાલમાં આ ભાવ ચાલી રહ્યા છે

દાળના વેપારીઓના કહેવા પ્રમાણે બ્રાન્ડેડ તુવેર દાળના હોલસેલ બજારમાં આ પહેલા 170 થી 171 રુપિયા ક્વિટંલથી ઘટીને હાલમાં 163 થી 159 રુપિયા કિલો પર આવી ગયો છે. તો મગદાળ 107 થી 105 રુપિયાથી હટીને 100 થી 99 રુપિયાના નીચા લેવલ સુધી પહોચી ગયા છે. આ ઉપરાંત મસુર દાળના ભાવ ઘટીને 106 થી 109 સુધી નીચે આવી ગયા છે.  


દાળોના ભાવમાં ઘટાડો, જાણો ચણા, મગ અને અડદ દાળની કિંમત કેટલી ઘટી 2 - image


Google NewsGoogle News