અમારી કોઇ ભૂલ નથી, અમે ચૂપ રહેવાનું પસંદ કરીશું : સીઆઇએસએફ
- સંસદ પરિસરમાં ધક્કામુક્કી અંગે સીઆઇએસફનું મોટું નિવેદન
- સંસદ પરિસરની જવાબદારી સીઅઆઇએસએફ સંભાળે છે : અમે આ ઘટનાની કોઇ તપાસ કરી રહ્યાં નથી : ડીજી શ્રીકાંત કિશોર
નવી દિલ્હી : સંસદ પરિસરમાં ૧૯ ડિસેમ્બરે એનડીએ અને વિપક્ષના સાંસદોની વચ્ચે થયેલ ધક્કામુક્કી પ્રકરણ પર કેન્દ્રીય ઔદ્યોગિક દળ (સીઆઇએસએફ) તરફથી મોટુ નિવેદન આપવામાં આવ્યું છે.
ડીજી શ્રીકાંત કિશોરે દાવો કર્યો છે કે સાંસદોની વચ્ચે થયેલી ઘટના દરમિયાન તેમની તરફથી કોઇ બેદરકારી થઇ નથી. ૧૩ ડિસેમ્બર, ૨૦૦૧ના રોજ સંસદ પર થયેલા હુમલા પછી હથિયાર લઇ જવાની પરવાનગી નથી.
સાંસદોના આરોપ-પ્રત્યારોપ અંગે તેમણે જણાવ્યું છે કે જ્યારે માનનીય સભ્ય આરોપ મૂકે છે કે તો સુરક્ષા દળ ચૂપ રહેવાનું પસંદ કરે છે. ઉલ્લેખનીય છે કે સંસદ પરિસરની સુરક્ષાની જવાબદારી સીઆઇએસએફ સંભાળે છે.
સીઆઇએસએફના ડીજી શ્રીકાંત કિશોેરે પત્રકારોને જણાવ્યું હતું કે કોઇ ભૂલ સીઆઇએસએફ તરફથી થઇ નથી. કોઇ હથિયારની પરવાનગી આપવામાં આવી નથી. કિશોરે જણાવ્યું હતું કે સીઆઇએસએફ સંસદના મકર દ્વારની પાસે થયેલ ઘટનાના કેસમાં કોઇ તપાસ કરી રહ્યું નથી. આ ઘટનામાં ભાજપના બે સાંસદ પ્રતાપ સારંગી અને મુકેશ રાજપૂત ઘાયલ થયા હતાં અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડયા હતાં.
દિલ્હીની પોલીસે ભાજપની ફરિયાદને આધારે લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સામે એફઆઇઆર દાખલ કરી છે.
ઉલ્લેખનીય છે કે ગયા ગુરૂવારે રાહુલ ગાંધી અને અન્ય ઇન્ડિયી બ્લોકના સાંસદોએ સંસદ પરિસરમાં દેખાવો કર્યા હતાં. જેમાં ડો. ભીમરાવ રાવ આંબેડકર અંગે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની ટિપ્પણી અંગે તેમની માફી તથા રાજીનામાની માંગ કરવામાં આવી હતી.
આ દરમિયાન તેમની એનડીએ સાંસદો સાથે ધક્કામુક્કી થઇ હતી. સાંસદોની વચ્ચે ધક્કામુક્કી દરમિયાન બે ભાજપ સાંસદો પ્રતાપ સારંગી અને મુકેશ રાજપૂતને માથામાં ઇજા થઇ હતી. જેના પગલે તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડયા હતાં.
ભાજપ સાંસદોએ આરોપ મૂક્યો હતો કે રાહુલ ગાંધીએ ધક્કામુક્કી કરી હતી. ભાજપના મહિલા સાંસદે પણ રાહુલ ગાંધી પર દુર્વ્યવહારનો આરોપ મૂક્યો હતો.