Get The App

આ રાજયમાં સીએમ આવાસ જ નથી. પૂર્વ મુખ્યમંત્રી ૨૪ વર્ષથી પોતાના ઘરેથી રાજયનો વહિવટ કરતા હતા

નવ નિયુકત મુખ્યમંત્રી માટી સીએમ હાઉસની શોધખોળ શરુ

હંગામી ધોરણે કોઇ સ્ટેટ ગેસ્ટ હાઉસમાંથી રાજયનો વહિવટ થશે

Updated: Jun 11th, 2024


Google NewsGoogle News
આ રાજયમાં સીએમ આવાસ જ નથી. પૂર્વ મુખ્યમંત્રી  ૨૪ વર્ષથી પોતાના ઘરેથી રાજયનો વહિવટ કરતા હતા 1 - image


ભુવનેશ્વર, ૧૧ જુન,૨૨૪,મંગળવાર 

તાજેતરમાં ઓડિશા વિધાનસભાની ચુંટણીમાં મુખ્યમંત્રી નવીન પટનાયકનો ૨૪ વર્ષ પછી પરાજય થયો છે. ભાજપે મોહનચરણ માંઝીને મુખ્યમંત્રી તરીકે પસંદ કર્યા છે. ભાજપે ૧૪૭ સભ્યોની વિધાનસભામાં એકલા હાથે ૭૮ બેઠકો મેળવીને બહુમતિ મેળવી છે. આમ તો દરેક રાજયમાં અધિકારિક મુખ્યમંત્રી આવાસ (સીએમ કાર્યાલય) હોય છે પરંતુ ઓડિશા એવું રાજય છે જયાં સીએમ આવાસ નથી. મુખ્યમંત્રી નવીનચંદ્ર પટનાયક છેલ્લા ૨૪ વર્ષથી પોતાના નિવાસસ્થાનેથી જ ઓડિશા રાજયનો વહિવટ સંભાળતા હતા.

મુખ્યમંત્રીનું કાર્યાલય બનેલું આવાસ નવીનચંદ્ર પટનાયકને પિતા બીજુ પટનાયક તરફથી વારસામાં મળ્યું હતું. કાર્યકારી મુખ્યમંત્રી નવીન પટનાયક વિદાય લઇ રહયા છે ત્યારે તેમના માટે નવ નિયુકત મુખ્યમંત્રી માટી સીએમ હાઉસની શોધખોળ શરુ થઇ છે. પ્રાપ્ત માહિતી અનુસાર મુખ્યમંત્રીના સજેશન વિભાગ અને બીજા કેટલાક કવાટર ખાલી કરીને સીએમ કાર્યાલય તૈયાર કરવામાં આવે તેવી શકયતા છે. કવાટરની પસંદગી થયા પછી તેમાં જરુરી ફેરફારો કરવામાં આવશે. સીએમ હાઉસ માટે કોઇ યોગ્ય સ્થાન ના મળે ત્યા સુધી હંગામી ધોરણે કોઇ સ્ટેટ ગેસ્ટ હાઉસમાંથી નવા સીએમ સરકારનો વહિવટ સંભાળી શકે છે. 


Google NewsGoogle News