Get The App

'13-14 કરોડની વસતી છે, કંઈક ને કંઈક થયા કરે...' લઠ્ઠાકાંડ પર NDAના કદાવર નેતાનું વિવાદિત નિવેદન

Updated: Oct 18th, 2024

GS TEAM


Google News
Google News
'13-14 કરોડની વસતી છે, કંઈક ને કંઈક થયા કરે...' લઠ્ઠાકાંડ પર NDAના કદાવર નેતાનું વિવાદિત નિવેદન 1 - image


Image: Facebook

Jitan Ram Manjhi Controversial Statement: વિવાદિત નિવેદનો માટે ફેમસ કેન્દ્રીય મંત્રી અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝીએ સીવાન અને સારણ(છપરા)માં દારૂથી લગભગ ત્રણ ડઝન લોકોના મોતના સવાલ પર રાજ્યની 13-14 કરોડ વસતીનો ઉલ્લેખ કરતાં કહ્યું કે 'કંઈક ને કંઈક થયા કરે. આ પ્રકારની ઘટના થતી રહે છે. બે વર્ષ પહેલા ડિસેમ્બર 2022માં જ્યારે છપરામાં ઝેરી દારૂથી 70થી ઉપર લોકોના મોત થઈ ગયા હતા, ત્યારે રાજ્યમાં દારૂબંધી લાગુ કરનાર સીએમ નીતીશ કુમારે કહ્યું હતું કે જે પીશે, તે મરશે જ.' સીવાન અને સારણમાં ચાર-પાંચ દિવસોમાં ઝેરીલા દારૂથી ત્રણ ડઝન લોકોના મોત થયા છે અને ઘણા લોકો હૉસ્પિટલમાં દાખલ છે. સીવાનમાં સૌથી વધુ મોત થયા છે.

આ પણ વાંચો: 'કમાણી જ કરવી હોય તો કોઠા ખોલો...' બિહારમાં લઠ્ઠાકાંડ મુદ્દે ભાજપ નેતાની જીભ લપસી

જીતનરામ માંઝીએ કહ્યું, 'બિહાર સરકાર આમાં ખૂબ તત્પરતાથી કામ કરી રહી છે, જે પણ ઘટનાઓ માટે દોષી હોય છે, તેને આ લોકો પકડે છે. અવાર-નવાર આ પ્રકારની ઘટના થાય છે. 13-14 કરોડની વસતી છે. ક્યાંકને ક્યાંક કંઈક ને કંઈક થયા કરે. માત્ર બિહારની વાત નથી, અન્ય સ્થળોમાં પણ આ પ્રકારની ઘટના બને છે.' માંઝીના પુત્ર સંતોષ સુમન માંઝીએ આરોપ લગાવ્યો છે કે 'રાષ્ટ્રીય જનતા દળ(આરજેડી)ના લોકો જ દારૂ વેચાવી રહ્યા છે.' સંતોષ સુમન હિંદુસ્તાની આવામ-મોર્ચા-સેક્યુલર(હમ)ના અધ્યક્ષ છે અને નીતીશ સરકારમાં મંત્રી છે. 

તેમણે દારૂબંધીની નિષ્ફળતાને ઝેરી દારૂના વેચાણ સાથે જોડતાં તેજસ્વી યાદવ, અખિલેશ પ્રસાદ સિંહ, પ્રશાંત કિશોર જેવા વિપક્ષી નેતાઓએ તંત્ર, પોલીસ અને દારૂ માફિયાની મિલીભગતને આ માટે જવાબદાર ગણાવ્યા છે. મુખ્યમંત્રી નીતીશ કુમારે ઉત્પાદન વિભાગ, દારૂબંધી પોલીસને પ્રભાવિત વિસ્તારોમાં તપાસ અને કાર્યવાહી માટે મોકલ્યા છે. ડીજીપી આલોક રાજ પણ મામલાની તપાસ અને શંકાસ્પદ લોકોની ધરપકડ પર નજર રાખી રહ્યા છે. 

Tags :