Get The App

આ ગોઝારા બ્રીજ પરથી કૂતરાઓ કરી લે છે આત્મહત્યા, કારણ કોઇ જાણી શકયું નથી

૬૦૦ થી વધુ ડૉગ્સે બ્રીજ પરથી કૂદીને મોત વ્હાલું કર્યુ છે.

પૂલ પર ડોગ્સ લઇને આવવાની મનાઇ ફરમાવવામાં આવી છે

Updated: Dec 29th, 2023


Google NewsGoogle News
આ ગોઝારા બ્રીજ પરથી કૂતરાઓ કરી લે છે આત્મહત્યા, કારણ કોઇ જાણી શકયું નથી 1 - image


લંડન,૨૯ ડિસેમ્બર,૨૦૨૩,શુક્રવાર 

દુનિયા અનેક પ્રકારના ભેદ ભરમ અને રહસ્યોથી ભરેલી છે. અમૂક સ્થળે અમૂક પ્રકારની ગતિવિધી કેમ થાય છે તે જાણવું મુશ્કેલ બને ત્યારે લોકોમાં ડર પેદા થાય છે. સ્કોટલેંડના ડંબાર્ટનમાં એક એવો બ્રીજ છે જે કૂતરાઓ માટે ગોઝારો સાબીત થયો છે. બ્રીજની નજીક આવે ત્યારે પાલતું ડૉગ્સ અજબ ગજબ પ્રકારનું વર્તન કરવા લાગે છે. પછી અચાનક જ બ્રીજ પરથી કૂદીને આત્મહત્યા કરી લે છે. અહી ૧ કે ૨ નહી ૬૦૦ ડોગ્સે આત્મહત્યા કરી છે.  ડંબાર્ટનમાં આવેલા ઓવરનોટ બ્રિજનું નિર્માણ વર્ષ ૧૮૫૯માં થયું હતું. ડોગ્સ આત્મહત્યા કરતા હોવાનું સૌ પ્રથમવાર ૧૯૫૦માં ધ્યાનમાં આવ્યું હતું. 

આ ગોઝારા બ્રીજ પરથી કૂતરાઓ કરી લે છે આત્મહત્યા, કારણ કોઇ જાણી શકયું નથી 2 - image

આ પુલ અંદાજે ૫૦ ફૂટ ઉંચો છે. આમ તો આટલી ઉંચાઇએથી ડૉગ કૂદે તો  બચી જવાની પણ શકયતા રહે છે પરંતુ નીચે પથ્થર હોવાથી માથાના ભાગમાં વાગવું જોખમી પુરવાર થાય છે. બ્રીજ પરથી કૂદયા પછી આજ સુધી એક પણ ડૉગ જીવતો રહયો નથી. પહેલા સ્ટ્રીટ ડોગ્સ સાથે આમ થતું હતું પરંતુ હવે તો પુલ ઉપર પોતાના પાલતુ ડૉગ્સને લઇને પસાર થનારા પર ડરી જાય છે. પાલતુ ડોગ્સે પૂલ પરથી પડતું મુકયું હોવાની પણ ઘટનાઓ બની છે. 

આવું કેમ થાય છે તેનો કોઇ નકકર આધાર આજ સુધી મળ્યો નથી. વહેમી લોકો માને છે કે કોઇ નેગેટિવ એનર્જી સક્રિય થાય છે જે ડોગ્સને આ પગલું ભરવા પ્રેરે છે. આ અંગે વિજ્ઞાાનીઓએ પણ તપાસ કરી છે. વિજ્ઞાાનીઓ એવા તારણ પર પહોંચ્યા છે કે ડોગ્સની ઘ્રાણેન્દ્રીય (સુંઘવાની) શકિત વધારે હોય છે. પૂલ પાસે એવી કોઇ ખાસ ગંધ હોવી જોઇએ જે તેને શિકાર કરવા માટે ઉશ્કરે છે. આ ગંધના લીધે જ ડોગ્સ બ્રીજ પરથી કૂદી જવા પ્રેરાતા હોઇ શકે છે. આ પૂલ પર એવું બોર્ડ પણ મારવામાં આવ્યું છે કે ડોગ્સ લઇને આવવાની મનાઇ છે. 

 


Google NewsGoogle News