Get The App

હરિયાણામાં છ જ મહિનામાં ફરી CM બદલશે ભાજપ? રેસમાં આવ્યા બીજા બે નામ, જાણો શું છે પડકાર

Updated: Sep 20th, 2024


Google NewsGoogle News
Haryana Elections 2024


Haryana Elections 2024: હરિયાણામાં પૂર્વ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર સાથે જે થયું, શું વર્તમાન મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની સાથે પણ કંઈક આવું જ થશે? વિધાનસભા ચૂંટણી 2024 પહેલા એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે, જો ભાજપ રાજ્યની ચૂંટણી જીતશે તો તે પ્રમુખ બદલી શકે છે. જો કે, હાલમાં એ સ્પષ્ટ નથી કે જો નાયબ સિંહ સૈની મુખ્યમંત્રી નહીં બને તો રાજ્યની સૌથી મોટી સીટ પર તેમની જગ્યાએ કોને બેસાડવામાં આવશે.

ભાજપના ઘણાં દિગ્ગજ નેતાઓ સીએમ પદના દાવેદાર માને છે!

રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે 90 બેઠકો ધરાવતા હરિયાણામાં ભાજપના ઘણાં વરિષ્ઠ નેતાઓએ મુખ્યમંત્રી પદ માટે દાવો કર્યો છે. સામાન્ય સંજોગોમાં ભાજપમાં ભાગ્યે જ જોવા મળે છે કે નેતાઓ પોતાને મુખ્યમંત્રી તરીકે રજૂ કરે. જો કે, આ ચૂંટણીલક્ષી રાજ્યનો મુદ્દો સાવ અલગ છે. ભાજપના ઘણાં દિગ્ગજ નેતાઓ છે જે પોતાને સીએમના મજબૂત દાવેદાર માને છે. નાયબ સિંહ સૈનીને સીએમ બનાવ્યા બાદ ભાજપના કેટલાક નેતાઓ નારાજ હતા. તેઓ મનોહર લાલ ખટ્ટર પછી પોતાને સીએમ પદ પર જોવા માંગતા હતા. આવા નેતાઓમાં અનિલ વિજ સૌથી આગળ હતા. તેઓ હરિયાણા ભાજપમાં મોટું નામ માનવામાં આવે છે. ત્યારે તેમણે પોતાની નારાજગી પણ વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો: 'આ તેમનો અધિકાર છે': કેજરીવાલ માટે આમ આદમી પાર્ટીએ 'સરકારી રહેઠાણ'ની કરી માગ


ભાજપ ચૂંટણી જીતશે તો હું મુખ્યમંત્રી બનીશ: અનિલ વિજ

હરિયાણાના પૂર્વ ગૃહમંત્રી અનિલ વિજ પાર્ટી છોડવાની અટકળો ચાલી રહી હતી. પરંતુ અનિલ વિજ અને મનોહર લાલ ખટ્ટર સાથે અનેક રાઉન્ડની બેઠકો પછી ભાજપમાં જ રહ્યા, પરંતુ વિધાનસભાની ચૂંટણી આવતાં જ તેમણે ફરીથી પોતાની દબાયેલી ઈચ્છા વ્યક્ત કરી.  અંબાલા કેન્ટથી ભાજપના ઉમેદવાર અનિલ વિજે રવિવારે (15મી સપ્ટેમ્બર) મોટું નિવેદન આપ્યું હતું. તેમણે  કહ્યું કે, 'જો ભાજપ ચૂંટણી જીતશે તો હું મુખ્યમંત્રી બનીશ. કારણ કે, હું પાર્ટીના સૌથી વરિષ્ઠ નેતા છું. જો સરકાર બનશે અને પાર્ટી મને સીએમ પદ આપશે તો હું હરિયાણાનું ભાગ્ય અને ચિત્ર બંને બદલી નાખીશ.'

ઈન્દ્રજીત સિંહે પણ સીએમ પદ માટે સંકેત આપ્યા

ગુરુગ્રામ લોકસભા બેઠકના સાંસદ અને ભાજપના વરિષ્ઠ નેતા ઈન્દ્રજીત સિંહે પણ તાજેતરમાં રાજ્યના મુખ્યમંત્રી બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં તેમણે રાજ્ય સરકારમાં તેમની ઉપેક્ષાની વાત કરી હતી અને મુખ્યમંત્રી બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, 'જનતા જાણે છે કે સરકાર બનાવવા છતાં તેમને પ્રતિનિધિત્ત્વ નથી મળતું અને તેમની સતત ઉપેક્ષા કરવામાં આવી રહી છે.'

આ પણ વાંચો: 'મારે CM બનવું છે..' ચૂંટણી પહેલાં ભાજપમાં બબાલના એંધાણ! પૂર્વ ગૃહમંત્રીએ કર્યો મોટો દાવો


ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો

હરિયાણામાં ભાજપ ફરી સત્તામાં આવશે ત્યારે મુખ્યમંત્રીના નામની કવાયત શરૂ થશે. જો કે આ કામ ભાજપ માટે પહેલા જેટલું સરળ નથી. ભાજપને રાજ્યની મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસ તરફથી જોરદાર ટક્કર મળી રહી છે, જ્યારે રાજ્યમાં AAPની એન્ટ્રીથી ત્રિકોણીય જંગ જામશે. અરવિંદ કેજરીવાલ અને AAPના વરિષ્ઠ નેતા મનીષ સિસોદિયાને તાજેતરમાં મળેલા જામીને પાર્ટીમાં નવો ઉત્સાહ ભરી દીધો છે.

હરિયાણામાં છ જ મહિનામાં ફરી CM બદલશે ભાજપ? રેસમાં આવ્યા બીજા બે નામ, જાણો શું છે પડકાર 2 - image


Google NewsGoogle News